________________
જીવનમાં વૃત્તિ કેળવવી. હવે જેને ઓછાં પાપો જ સેવવાં છે, તે લેવા-દેવા વિનાનાં બીજાં પાપો માથે લે? એટલે દેશવિરતિ સ્વીકારો એટલે જીવનમાં આપમેળે નકામાં પાપો અટકી જ જાય. પછી તે દુર્ગતિને અનુરૂપ કાંઈ બાંધી ન શકે.
સભા : ૧૪ નિયમોમાં બધાં જ પાપો અટકી જાય? મ.સા. દેશવિરતિનાં ૧૨ વ્રત, તેમાં સાતમું વ્રત ભોગપભોગ પરિમાણ વ્રત, તેના પેટભેદ-૧૪ નિયમ. ઘણા માને છે કે ચૌદ નિયમમાં દુનિયાભરનાં પાપોનો ત્યાગ આવે. પણ કુલ પાપોનો ૬% ત્યાગ ૧૨ વ્રતમાં આવે, તે પણ ટોપલેવલનાં લો તો. તમે તો લ્યો જ નહીં અને લો તો પણ ટોપ લેવલનાં તો ફાવે જ નહિ. એટલે ૬%માં પણ કેટલું ઓછું લો. તેમાં પણ એક વ્રત. તેમાં પેટાભેદ તરીકે ચૌદ નિયમ. આ ચૌદ નિયમમાં ભોગવવાનાં તમામ પાપની મર્યાદા. પાપના અનેક પ્રકાર છે. એક કપડું પહેર્યું, સીધું પહેર્યું છે અને બીજાને પડદા રૂપે લટકાવ્યું છે. હવે તે કપડાં સાથે પવન વગેરેથી વાયુકાયના કેટલાય જીવો ભટકાઈ ભટકાઇને મરશે તો તેનો ત્યાગ તમે થોડો કર્યો છે? આવાં વાયા વાયા તો કેટલાંય પાપો જોડાયેલાં છે.
સભા કર્માદાન સાતમા વ્રતમાં કેમ? મ.સા. જીવનમાં શ્રાવકને આજીવિકા માટે વ્યવસાય કરવો પડે તે સીધી પ્રવૃત્તિ છે, માટે તેનો ભોગોપભોગવિરમણવ્રત નામના સાતમા વ્રતમાં ત્યાગ બતાવેલ છે. પરંતુ બધા વ્યવસાયનો ત્યાગ ન કહ્યો પણ જેમાં ઘણી હિંસા છે તેનો ત્યાગ કરે.
સભા પહેલા વ્રતમાં ન લઈ શકાય? મ.સા. પહેલા વ્રતમાં ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરી શકો, પણ બીજા જીવોની હિંસાનો ત્યાગ કરી શકો તેમ નથી. તમારે તમામ પ્રવૃત્તિમાં સ્થાવરની હિંસા તો થવાની જ. માટે પ્રવૃત્તિરૂપે તમામ હિંસાનો ત્યાગ ન મૂક્યો, ખાલી વ્યસનો જ મૂક્યો. તેમાં પણ તમે ત્રસ જીવોની સંપૂર્ણ હિંસાનો ત્યાગ નહીં કરી શકો. તેથી વિકલ્પ મૂક્યો કે તમારો કોઈ અપરાધ કરે તો તેની હિંસા તો કરવાના જ. તમને કોઈ મારવા આવે કે ઘર લૂંટવા આવે તો હિંસા કરવાના જ. તમે તેના ઉપર એક્શન(પગલાં) લેવાના, જેલમાં પૂરવાના. તમને લૂંટવા આવે અને પગલાં ન લઈ શકો તેવો નિયમ નથી. અને આવા નિયમો શ્રાવક લઈ જ ન શકે. માટે લખ્યું નિરપરાધી જીવોની હિંસા ન કરો. પણ તમે નિરપરાધી જીવોનો પણ કચ્ચરઘાણ કાઢો છો. બંગલો બંધાવવામાં કીડી-મંકોડાનો કેટલોય ઘાણ કાઢી નાખ્યો હશે. તે જીવોએ તમારો કાંઈ અપરાધ કર્યો છે? એટલે તમારી સગવડતા ખાતર નિરપરાધીને પણ મારો ને? તેથી નિયમ બાંધ્યો કે સાંસારિક આરંભ-સમારંભ સિવાય નિરપરાધી જીવોની હિંસા ન કરવી. કેમકે ત્યાં આરંભ-સમારંભનો જ ભાવ છે, મારવાનો ઇરાદો નથી. મોટર લઈને નીકળો તો કીડીઓને મારો તો મારવાનો ઈરાદો નથી. માટે વ્રત તૂટતું નથી. નહીં તો તમે મોટરમાં બેસી જ ન શકો. માટે (૧૨૧) E ! કી કિ સદ્ગતિ તમારા હાથમાં)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org