________________
પણ આવું જ છે. એટલી બધી અણવિકસિત દશા કે કોઈ જાતનું ભાન જ નહિ. માટે પાપ/પુણ્ય ઊંચું બાંધી જ ન શકે. માટે એમના જીવનમાં ખોટાં કામ પણ ન દેખાય. પાપ પણ પ્રવૃત્તિરૂપે નથી. ધર્મ પણ વિચાર/પ્રવૃત્તિરૂપે નથી. ઉચ્ચગતિ/અધોગતિ બંનેની તક નથી. સ્ટેન્ડ સ્ટીલ થઈ પડ્યા રહે. નરકમાં સાન ઠેકાણે આવે તો વિચાર કરતાં કરતાં ઉપર પણ જઇ શકે છે. માટે નરકમાંથી નીકળી સીધા તીર્થકર થનારા આત્મા પણ છે. એવા પણ જીવો છે જેમની ધર્મસાધના અસ્મલિતપણે ચાલુ છે, શ્રેણિક મહારાજા વગેરે. નરકનાં સારાનરસાં બંને પાસાં છે. બંને દુર્ગતિ છે અને બંનેમાં પાપી જીવો જ જાય. પુણ્યશાળી જીવો બંનેમાં નથી જવાના. જે જીવો પાપો કરે છે, પાપના પરિણામો અધ્યવસાયોમાં મસ્ત રહેનારા છે, તે જીવો ત્યાં જાય છે.
જીવમાત્ર સંસારમાં સતત કર્મબંધ કરે જ છે. વૃક્ષમાં પણ સારી નરસી વૃત્તિઓ રહેલી છે. એટલે પુણ્ય/પાપ બંધાય. તે પથ્થર નથી, ચેતન છે. માટે રાગદ્વિષ વગેરે તેમાં પડ્યા જ છે. સતત ચેતના એટલે કાંઈને કાંઈ અંદરખાને સુખદુઃખ હશે જ, માટે ચેતન. હવે ચેતન જીવોમાં કર્મ ન બંધાય તેવા જીવો તો અયોગી કેવલી અને સિદ્ધ ભગવંતો જ છે. બાકીનાને આંતરપરિણામ પ્રમાણે કર્મબંધ ચાલુ જ છે. કેવા કર્મો બાંધે છે તેના ચાર્ટ પણ આપ્યા છે, જે તેમના આંતરભાવો સાથે ટેલી થાય છે. જેટલા જીવો પાપ કરે છે તેમાં ઘણા ધર્મ સમજેલા હોય છે, ધર્મ સમજી પાપમય સંસારનું સ્વરૂપ સમજ્યા છે, વૈરાગ્ય છે, તેવા જીવોને આ દુર્ગતિઓમાં જવાનો પ્રશ્ન આવતો જ નથી. પણ જેઓ મોટે ભાગે પાપ પ્રવૃત્તિ કરે છે, અને કરતી વખતે વૈરાગ્ય વગેરેનો ભાવ નથી, સાથે આ ખોટું છે, કરવા લાયક નથી, મારાથી થાય છે તે મારી ભૂલ છે, આ અધર્મની પ્રવૃત્તિ છે તેવું માનતા હોય, તેવો વર્ગ ઘણો ઓછો છે. બાકી મોટા ભાગના જીવો પાપ ટેસથી કરે છે. આસક્તિ/રસપૂર્વક કરે છે. આ આસક્તિપૂર્વક કરાયેલાં પાપો તે નાનાંમોટાં હોય. દા.ત. માખી, મચ્છરની દવા છાંટો, એ.સી. વાપરો, મોટરમાં ફરો, તે બધાં પાપ નાનાં લાગે છે ને? તે તો જીવન જીવવાની સામાન્ય પદ્ધતિ જ લાગે છે ને? હરવા ફરવા બીજાં પણ સંખ્યાબંધ વાહનો છે, યંત્રસામગ્રી વાપરવી, આ બધું નિયમિત લાગે છે. અમારાથી એમાંથી કોઇનાં પચ્ચખ્ખાણ આપી ન દેવાય. કોઈ પચ્ચખ્ખાણ લે પણ નહિ. મારી વાતો અવ્યવહારુ લાગે. આ સ્થિતિમાં જે પાપપ્રવૃત્તિ થાય છે, કરો છો, તે પ્રવૃત્તિ વૈરાગ્યપૂર્વક અનાસક્તિથી નથી કરતા પણ તેમાં આસક્તિ આવે છે. તે આસક્તિના બે પ્રકાર. (૧) એક આસક્તિમાં સતેજતા ક્રૂરતા/નિર્ધ્વસતાધિઢાઇકઠોરતા ભળેલી હોય છે. આ વસ્તુ મારી અને તેમાં મમત્વથી ભોગવટો હોય પછી બીજી કોઈ વ્યક્તિ પડાવી લે તો તેનું આવી બને. તેવા ઉત્કટ રાગ-દ્વેષ પહેલી આસક્તિમાં જોડાયેલા હોય. જ્યારે (૨) બીજી આસક્તિમાં મૂઢતા ર્નિવિચારકતા/અજ્ઞાનતા કે અત્યંત સુખશીલતાની વૃત્તિ ભળેલી હોય. હવે પહેલા પ્રકારમાં દા.ત. ઘણાને પત્ની પ્રત્યે એટલું મમત્વ હોય કે પછી પત્નીને કોઈ જુએ તો પણ તેનું આવી બને. સંપત્તિના સંરક્ષણ માટે એટલી મમતા હોય કે નુકસાન કરનાર
વ્યક્તિને ખેદાનમેદાન કરવાના ભાવ આવે. આ મમતામાં રૌદ્રભાવોની ઝલક છે. [ સદ્ગતિ તમારા હાથમાં ! ) ( સદ્ગતિ તમારા હાથમાં !) ડી સી કરી કી કીકી ૧૪૨)
૧૪ ૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org