________________
કેવો લાગે? જીવન કેવું લાગે? એકેંદ્રિયને જન્મથી આંખ, મોં, કાન, નાક, કોઇ ઇન્દ્રિય નહિ. તમને ખાલી હાથ દૂઠો થાય તો આખી જિંદગી શું થાય? આ સંસારમાં એક નાની ખોડખાંપણ હોય પછી બીજું ગમે તેટલું રૂપ-રંગ-હોશિયારી હોય પણ પાત્ર કેવું મળે? એકેન્દ્રિયમાં જનારા વધારે અને ત્યાંથી બહાર આવનારા પણ વધારે. મહાસાગર પણ નાનો પડે. એકેન્દ્રિય જીવો એક બાજુ અને બીજા બધા જીવો બીજી બાજુ છે. અત્યારે તમોને એકેન્દ્રિય યોગ્ય ગતિબંધના ભાવો વધારે છે. માટે બધાના ભાવો બતાવવા છે. તે સમજશો પછી કઈ ગતિનો બંધ પડી રહ્યો છે તે ખબર પડશે અને પછી જ તેમાંથી છૂટવાનો યોગ્ય પુરુષાર્થ થશે.
વ્યાખ્યા ૧૬
તા.૧૯-૬-૯૬, બુધવાર,
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા જગતના જીવમાત્રને કર્મના બંધની પ્રક્રિયાનો સમ્યગુ પ્રબોધ કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
કર્મ અને આત્માનો સંબંધ શાશ્વત નથી, પરંતુ નિમિત્તવશ છે. છતાં કર્મનું કર્તુત્વ આત્મામાં જ છે. એટલે કર્મ લાગે છે આત્માને. તેને વાતાવરણમાંથી ખેંચે છે આત્મા પોતે. સંલગ્નતા રૂપે બંધ પણ આત્મા પોતે જ કરે છે. વર્ગીકરણ પણ આત્મા પોતે જ કરે છે. બીજું કોઈ કરવા આવતું નથી. વિભાજન પણ પોતે કરે છે. તમારો જ આત્મા સ્વયં વાતાવરણમાંથી કર્મવર્ગણાની રજકણો ગ્રહણ કરે છે, અને તેનું આત્મા પોતાની સાથે સંયોજન પણ પોતે જ કરે છે. સંયોજન કરતી વખતે જ વર્ગીકરણ પણ પોતે જ કરે છે. જ્ઞાનાવરણીયકર્મ આત્માની જ્ઞાનશક્તિ કુંઠિત કરે. અશાતાવેદનીયકર્મને કારણે દુઃખ સંતાપ થાય, અંતરાયકર્મ કાર્યમાં અંતરાય કરશે, તો ઉચ્ચ સમૃદ્ધિ અપાવનારા કર્મો પણ લાગશે. આત્મા પર બધું તે સમયે જ કર્મનાં રજકણોનું વર્ગીકરણ પણ થાય છે. પણ આ બધું આત્મા પોતે જ કરે છે છતાં ઓટોમેટીક જ થાય છે. કોઈ બીજું આવીને કરતું નથી. પણ ખૂબી એ છે કે આત્માથી આ બધું સમજી વિચારીને નથી થતું, ઇરાદાથી ગોઠવણ થતી નથી. એની જાતે જ થાય છે, પણ તમારી જ શક્તિથી, તમારા પુરુષાર્થથી જ થાય છે. પુરુષાર્થ બે પ્રકારે બતાવ્યા છે. (૧) ઇરાદાપૂર્વકનો પુરુષાર્થ :- સમજી વિચારી-સંકલ્પપૂર્વક, ઇરાદાપૂર્વક કરાતો પુરુષાર્થ. દા.ત. તમારે ઘરે જવું છે. તો સંકલ્પ કરશો પછી જ પગ ઊભા થશે ને? મનમાં પહેલાં ઇરાદો ઇચ્છા થઈ, પછી જ પુરુષાર્થ કરો છો. તમારે બોલવું હોય ત્યારે જ મો બોલે છે ને? મશીનની જેમ થોડું થાય છે? વળી જે બોલવું હોય તે જ બોલાય છે. બીજા (ર) સમજ-ઈરાદા વગરનો પુરુષાર્થ :- તેમાં સમજ/ઈરાદો કે સંકલ્પ નથી. દા.ત. ખોરાક ખાધો. પછી ઇચ્છા રાખો કે પચી જાય. પરંતુ એવી ઇચ્છામાત્રથી કામ નથી થતું. અંદરનું તંત્ર જે રીતે ચાલતું હશે તે રીતે જ ચાલશે. છતાં હાર્ટ, પાચનશક્તિ વગેરેનો સંચાલક તો આત્મા જ છે, આત્મશક્તિથી-પુરુષાર્થથી જ થાય છે, છતાં તમારા ઇરાદા-ઇચ્છાથી થતું નથી. ત્યાં તમારી ઇચ્છાનો કોઈ કંટ્રોલ નથી, નિયંત્રણ નથી. તેવી જ રીતે કર્મબંધમાં (૧૩૧)
(સદ્ગંતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org