________________
ખાતર અનંતા જીવોનો ઘાણ નીકળે તો વાંધો નહીં. સેનીટેશનના એક ભાવથી કેટલાં પાપ બંધાય છે તેનો ખ્યાલ છે? અમારે ગામમાં ગંદકી ઊભી કરો તેમ નથી કહેવું, પણ ગંદકી સાથે વિરોધ કેમ છે? સ્વચ્છતા-સગવડતા માટે વિરોધ તે ભૌતિક દષ્ટિના છે. તેનાથી પણ બંધાય શું? પાપ જ. આજે મોર્નિંગ વોકના કરનારાના વખાણ કરું કે જાગૃતિ આવી, આરોગ્યને માટે સભાન થયા? પણ હું જાણું છું કે તમારી આ સભાનતા ભૌતિક દૃષ્ટિએ છે, તેમાં હિતનો-ધર્મનો કોઇ એન્ગલ જ નથી. ત્યાં પાપ જ બંધાય.
સભા : આત્મિક વિચાર સિવાય કોઈ વિચાર જ નહીં કરવાનો? મ.સા. ભૌતિક વિચાર પણ આત્મા માટે પૂરક બને તે રીતે કરવાનો. ભગવાને કહ્યું છે કે આત્મા માનનારા માટે પહેલું લક્ષણ હું અને આ “હુંમાં આત્મા જ આવે, પછી આત્માના હિત માટે જરૂરી બધું જ ભૌતિક હિત કરે. આત્માના હિત માટે આરોગ્ય, ધંધો કે સંસારના વ્યવહાર પણ ચલાવો. પણ બધામાં સેન્ટર પોઇન્ટ(મુદ્દો) આત્માનું હિત જોઇએ. સાચો બિઝનેસમેન બજારમાં જાય અને કોઈ પૂછે કેમ આવ્યા તો શું કહે? કમાવા. પછી બજારમાં સહેજ આંટો પણ મારે, પાડોશી વેપારી સાથે વાતચીત કરે, ખાય-પીએ બધું કરે, પણ નફો ભૂલી જાય તેવી રીતે વર્તે? આને તમે બેવકૂફ જ કહો ને? તમારે ત્યાં જેમ જીવનમાં મુખ્ય ધ્યેયથી બાજુની પ્રવૃત્તિ કરે તો મૂર્ખ, તેમ અહીં પણ આત્મહિતના મુખ્ય ધ્યેય વગરની પ્રવૃત્તિ કરે તો મૂર્ખ જ. જગતમાં સારો ધર્માત્મા તે જ છે જે જીવનમાં આત્મહિતને કેન્દ્રમાં રાખીને જ તમામ પ્રવૃત્તિ કરે. પૈસા કમાઇશ પણ આત્મહિતને જોખમ ન થાય તે રીતે. મેઇન ઓબ્બક્ટ (મુખ્ય ધ્યેય) ભૂલી જીવન જીવે ને સાઈડ ઓજેક્ટ(ગૌણ ધ્યેય)ને મુખ્ય બનાવે તે મૂર્ખ.
છોકરો સ્કૂલમાં ભણવા જાય, ત્યાં રમે, નાસ્તો કરે, પણ ભણવાનું ભૂલી જાય તો ચાલે? તમે ધાર્મિક ક્ષેત્રમાં જીવનનું મુખ્ય ધ્યેય જ ભૂલી જાઓ છો. એક દિશા ચોક્કસ જ જોઇએ કે મારે આત્મહિત કરવું છે. માટે સંસારની પ્રવૃત્તિ પણ તે માટે પૂરક બને તે રીતે કરે અને તે સંસારની પ્રવૃત્તિમાં ડાઇવર્ઝન (દિશા પરિવર્તન) થાય તો તે યાદ રાખે. માટે શ્રાવકના ૨૧ ગુણોમાં એક ગુણ લક્ષ્યબદ્ધતા લખ્યો છે. જેટલા પણ મનમાં અશુભ ભાવી છે તે ધીરે ધીરે સમજીને કાઢો. તે માટે થોડું વિચારતાં તમે સમજી જ શકશો. તેવા અશુભ ભાવો નીકળી જાય અને દેશવિરતિ સ્વીકારતી વખતે ભાવોને સંક્ષેપ કરે અને વિચારે, તેનાથી પોતાના આત્માને જ ફાયદો છે. તે વ્યક્તિઓ જ દેશવિરતિ બરાબર ગ્રહણ કરશે. તે માટે થોડી જીવનમાં જયણા જાળવવાની આવે. આટલું હશે તો ૧૨ વ્રતોમાં તાકાત છે કે ૨૪ કલાક વ્યક્તિને મનુષ્યગતિનો બંધ થશે. આ કારણે મનુષ્યભવ મળે તો ધર્મ સેવવો સુલભ થઇ જાય. આ ભવ મનુષ્યનો મળ્યો છે તો હવે તેનાથી નીચે તો નથી જ જવું. સહેલામાં સહેલું કારણ આ છે. તેમાં બહુ વાંધો નહીં આવે. કારણકે (૧) અકામનિર્જરામાં કષ્ટ એટલું હોય કે તમે સહન કરી ન શકો. (૨) શુભ લેશ્યામાં પ્રકૃતિને ભારોભાર સુધારવી પડે. (૩) મંદકષાયમાં વૃત્તિઓ ૨૪ કલાક મંદ રાખવી પડે, જે (૧૧૯)
, (સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org