________________
થાય?
સભા ઃ તે કાળ પણ એવો હતો ને?
મ.સા. : હા, પણ કાળના પ્રભાવે મંદ કષાયો કેવા છે તે જોવાનું. તમે તમારા એક ઘરમાં કોઇને કાબૂમાં ન રાખો તો? ત્યાં તો કરોડો સાથે છે, છતાં કાંઇ નથી થતું. એમને એમ સીધા ન ચાલે તેને જ કાબૂની જરૂર ને? માટે જ તમારા પર સામાજિક, રાજકીય, કૌટુમ્બિક, પારિવારિક, રાષ્ટ્રીય કેટલાં દબાણો મૂકવાં પડે છે? અને આ બધાં દબાણો હઠાવી લેવામાં આવે તો તમારું ખરું સ્વરૂપ પ્રગટ થાય ને? અંદર કષાયો કેવા છે? તમે સંસારમાં ડાહ્યાડમરા થઇને જીવો છો, તેમાં કારણ તમારા પર જે પરિબળો છે, તે છે. એ લોકો પર કોઇના કંટ્રોલનો સવાલ નહીં, છતાં બધું વ્યવસ્થિત ચાલે. અસંખ્ય વર્ષો સુધી ભોગ-વિલાસ કરે, પાછું આંખ મીંચાઇ એટલે દેવલોક તૈયાર છે અને તેઓને ધર્મ સાથે લેવાદેવા પણ નહીં. ટૂંકમાં સદ્ગતિનાં બીજાં કોઇ કારણ ત્યાં નથી. તેઓની સરળતા, ઋજુતા, ભદ્રિકતા વગેરે જુઓ તો તમે ખુશ થઇ જાઓ. અત્યારે યુગલિકો તમારી સાથે હોય તો ામને એકદમ ફાવી જાય.
સભા ઃ તેમને અમારી સાથે ન ફાવે ને?
મ.સા. : તમે કેટલી ખબર પાડો તે તો તમે જાણો, પણ તેમનો સ્વભાવ જોઇને તમે ખુશ થઇ જાઓ. નીચેના દેવલોકોમાં પણ રોજ ઝઘડા થાય છે. માટે અપેક્ષાએ દેવો કરતાં યુગલિકોના કષાય મંદ.
સભા : ઉ૫૨ના દેવલોકો ન મળે?
મ.સા. ના, ઊંચા દેવલોક તો ધર્મની સાધનાથી જ મળે. પણ તેઓને ગતિ તો દેવગતિ જ મળે. તેવી રીતે ઉપરના દેવલોકના દેવતામાં ધર્મ ન હોય, પણ મરી મરીને ઊંચી મનુષ્યગતિ મળવાની. કેમકે દેવ મરીને દેવ ન થાય, માટે તેમના માટે સદ્ગતિ મનુષ્યગતિ જ આવે.
સભા : બધા જ કષાયો મંદ જોઇએ?
મ.સા. ઃ તમામ કપાયો as a whole(સમગ્રપણે) મંદ જોઇએ. બાકી તો એક મંદ હોય પણ તે બીજામાં ફેરફાર થઇને બીજા વધારે તીવ્રતાથી ઉછેરે. તમારે તમારા કષાયોનું અવલોકન કરવા જેવું છે. તમે કોઇ ક્રોધ ન કરો, એટલે માનશો કે તમારા કષાયો મંદ છે. દાખલા તરીકે તમારો ઘાટી તમારા બંગલામાં શાંત બેઠો હોય તો તેના કષાયો મંદ છે? એને છૂટકો નથી એટલે શાંત બેઠો છે, બાકી બધાં નિયંત્રણ હઠાવી મોકળું મેદાન મળે પછી ખબર પડે કે કષાયો કેવા છે? તમારે ક્રોધ-માન કરવા ચાન્સ પણ જોઇએ ને?
આ જગતમાં મોટા ભાગના જીવોના કષાયો શાંત છે, કેમકે તેને વકરાવવાની તક નથી મળી. કેમકે પુણ્ય ઓછું છે. તમારા કષાયો સળવળતા નથી, કેમકે તક નથી. બાકી સદ્ગતિ તમારા હાથમાં!)
૫૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org