________________
શ્રીમંતને ત્યાં જન્મ્યો. છતાં મા-બાપ મરી ગયાં એટલે ભરવાડ જેવું કામ કરવું પડ્યું. છતાં સદ્ગતિ મળી અને એકવાર આત્મકલ્યાણનો ચાન્સ મળી ગયો.
શુક્લધ્યાન બહુ ઊંચું છે. અપ્રમત્ત આત્માને આવનારું છે. જો કે તે શ્રેષ્ઠ સદ્ગતિ આપનારું છે, પણ આપણે તેમાં પ્રવેશ પામી શકવાના નથી, માટે તેની વાતો કરતા નથી.
વ્યાખ્યાન : ૧૩
તા.૧૫-૬-૯૬, શનિવાર.
અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રનો આ ભયાનક અને રૌદ્ર સંસારમાંથી ઉદ્ધાર કરવા ધર્મતીર્થની સ્થાપના કરે છે.
આત્મા કોઇપણ ભવમાં જાય, કોઈ પણ પ્રવૃતિ કરે, તો તે દ્વારા મોટે ભાગે પાપ જ બંધાય. વળી ખૂબી એ કે બાંધેલાં પાપ વિપાકરૂપે ઉદયમાં આવે ત્યારે આત્મા પાસે પાછું નવું પાપ કરાવે. એટલે પાપની જ સીરીયલ ચાલે છે. દુર્ગતિ એટલે બીજું કાંઈ નથી, પણ પાપનું હારમાળારૂપે ચક્ર ચાલ્યા કરે છે. ત્યાં પાપપ્રવૃત્તિ કરવાના જ ભાવો હોય. એક પાપ બાંધે કે તેથી આત્મા દુર્ગતિમાં જાય, પછી ત્યાં પાછાં નવાં પાપ બાંધે. આમ ચક્ર ચાલ્યા જ કરે. એકવાર દુર્ગતિમાં ગયેલો આત્મા સંસારચક્રમાં અનંતકાળ સુધી સ્થિર થઈ પડ્યો છે. દુર્ગતિનું ચક્કર એવું ચાલે છે કે દુર્ગતિમાં ગયા પછી આત્મા પર પાપની પરંપરા ચાલુ જ. તેમાં ક્યારેક અત્યંત દુઃખો વેઠી અકામનિર્જરા થાય. પાછો ચઢે, વળી પડે. એમ કરતાં આત્મા સદૂગતિમાં આવે. ત્યાં આવ્યા પછી પુણ્ય કરે. પુણ્ય થવાથી પણ પાછાં ભોગસુખો મળે. બધી શક્તિ સામગ્રી અનુકૂળ મળે. તેનાથી સુખો ભોગવે અને તે ભોગવે એટલે પાછું પાપ બંધાય. એટલે ચક્ર જ એવું કે મોટે ભાગે પુણ્ય કરે જ નહિ અને કરે ત્યારે પુણ્યના ફળરૂપે ભોગો ભોગવવામાં મસ્ત થાય, એટલે પાછી પાપ- બંધ અને દુઃખોની શૃંખલા ચાલ્યા કરે. ક્યારેક તો પાપના પૂરક તરીકે જ પુણ્ય આવી જાય. પાપમાં સપ્લીમેન્ટ્રી/કોમ્પ્લીમેન્ટ્રી (પૂરક/સહાયક) બનવા માટે જ પુણ્ય કામ લાગે. તે માટે જ આવ્યું હોય. આવા પુણ્યથી આત્માનો ઉદ્ધાર થયો નહિ. આવું અનંત કાળથી ચાલ્યું આવે છે. જે જીવો અનુબંધના ચક્રમાંથી બહાર નીકળે છે, અને પાપની હારમાળા તોડવા પ્રયત્ન કરે છે તે જીવો જ મોક્ષમાર્ગ પર ચઢી જાય છે. બાકી બીજા તો આ જ દશામાં જીવે છે.
સદ્ગતિનું છઠ્ઠું કારણ
(૬) દ્રવ્યવિરતિ - ૮૪ લાખ જીવાયોનિમાં સગતિ જ દુર્લભ અને તે મળે તો તેમાં વિરતિ મળવી તે દુર્લભ. વિરતિની વિશાળ તકો મનુષ્ય ભવમાં છે. સંજ્ઞી પંચેન્દ્રિય એવા તિર્યંચો કોઈ પ્રસંગમાં વિરતિ પામી શકે છે. એ સિવાયના નીચેના કોઈ જીવો માટે વિરતિને અવકાશ જ નથી. સમ્યગ્દર્શન, જ્ઞાન પછી ચારિત્ર. એટલે વિરતિ ટોપ લેવલ પર છે. ચારિત્ર=વિરતિ પર્યાયવાચી શબ્દ છે. તે પાપના વિરામના ( સદ્ગતિ તમારા હાથમાં !)
કારણ C ૯૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org