________________
સભા : ધર્મધ્યાનથી સદ્ગતિ મળ્યાના દાખલા? મ.સા. શાલિભદ્રના આગલા ત્રીજા ભવમાં તે કંજૂસ શેઠિયો હતો. પણ અંતિમ સમયે એવી ધર્મવિચારણા પ્રગટી કે એકવાર તો સગતિમાં ગયો. પૂર્વ તૈયારી તરીકે ધર્મધ્યાન નહિ, પણ ધર્મધ્યાનની ભૂમિકા આવી ગઈ હતી. તે જૈનકુળમાં જન્મેલો વણિક હતો. વળી મોભાદાર/વૈભવદાર શ્રીમંત આસ્તિક શ્રાવક હતો. પણ કૃપણતા હતી. ઉદારતા ન હતી. સંઘમાં આગેવાન હતો. ઘણા વહીવટદારો વહીવટ કરે પણ ગાંઠનું ખર્ચવામાં અતિ અલ્પમાં પતાવવાનો વિચાર કરે. આવી વૃત્તિથી કર્મ કેવાં બંધાય? અહીં શું થયું? પોતે સત્કાર્ય કરવા તૈયાર નહિ. સત્કાર્ય કરવાની તકને લાત મારે. સત્કાર્ય સંઘમાં થતું હોય તો પોતાને ખર્ચવું પડે એટલે ટાળે. બાકી તો અનંતકાળમાં દુર્લભ એવી ભક્તિની સામગ્રી મળે તેનાથી તમારા આત્માનાં અનંતકાળનાં દુઃખો કાપી શકો. મળેલી સામગ્રીને યોગ્ય રીતે નહિ વાપરો તો આઠેય કર્મો એવાં બાંધશો કે ભવાન્તરમાં સત્કાર્યો કરવાની શક્તિ તો નહિ મળે, પણ પોતાને પણ કોઈ ભૌતિક સહાય નહિ મળે. આ શેઠે આવી રીતે દુર્ગતિ ઘણી બાંધી છે. પાછો આસ્તિક છે. સંઘમાં આગેવાન છે. પણ કૃપણતા ખૂબ જ. પણ એનું નસીબભવિતવ્યતા સારી કે એના જીવનમાં ધર્મધ્યાનની ભૂમિકા આવી ત્યારે આયુષ્ય બંધ પડ્યો. એમાં એક પ્રસંગ બન્યો કે, એની પુત્રવધૂઓ એક વાર વ્યાખ્યાનમાં ગઈ હશે. આગળ આવીને બેઠી. જૂની પરંપરામાં આગેવાનોની જગાઓ પણ રીઝર્વ હોય. જે આગેવાન બને તેણે આખા સંધને આરાધનામાં સહાય કરવાની. પછી સંઘ પણ તેનાં વખાણ કરે. તે રીતે શેઠની પુત્રવધૂઓ પાછળથી આવી પણ આગળ બેઠી. તેમાં કોઈ બાઇએ ટોણો માર્યો. આગળ આવી બેસવું છે, પણ વર્ષ દરમ્યાન સંઘનું કામ શું કર્યું? પુત્રવધૂઓ ઘરે આવી છે. ચેન પડતું નથી. વળી જાણે છે કે આ વાત પણ સાચી છે. આવીને ચારે પુત્રવધૂઓએ વાતો કરી અને સંપ કર્યો કે આ વખતે તો સંઘજમણ કરાવવું જ છે. મોં ચઢાવી બેસી ગઈ છે. શેઠના પુત્રો પૂછે છે, તો કહે છે કે બહારમાં અમારી આબરૂ બિલકુલ નથી. એમ કહી સંઘજમણ કરવાની વાત કરી, અને તે નહિ થાય તો અમે પીયર ચાલી જઈશું એમ કહ્યું. છોકરાઓને તો વાંધો ન હતો પણ બાપની જ ચિંતા હતી. જૂના જમાનામાં વડીલની ઇચ્છાનું ઉલ્લંઘન પણ ન કરી શકે. છેલ્લે નક્કી કર્યું કે પિતાજીને જણાવ્યા વિના ગુપ્ત રીતે સંઘજમણ ગોઠવવું. મોટો બંગલો હતો. ઘરમાં જ બધું ગોઠવ્યું. તે દિવસે બાપને સાત માળના બંગલામાં ધંધાના હિસાબકિતાબના કામમાં ગોઠવી ઉપર બેસાડી દીધા. બારોબાર નીચે સંઘજમણ પતી જશે. પણ અવાજ બહુ થયો. એટલે શેઠ નીચે આવ્યા. લોકોને જોયા. ઉતાવળથી નીચે ઊતરતાં નિસરણી પરથી પગ સરક્યો. માથું ભટકાયું. પડ્યા. પણ પડતાં પડતાં જોયું કે આખો સંઘ જમી રહ્યો છે. એટલે થયું કે મને અંધારામાં રાખી સંઘજમણ દીકરાઓએ કર્યું છે. પણ આવા સમયે આખા વિચારોએ પલટો ખાધો. વિચાર્યું, બહુ સારું કર્યું. મારા દિકરાઓ સારા પાક્યા, જેમણે આવું સત્કાર્ય કર્યું. વળી કોકનું પેટ ભરાયું, તેવી પણ ભાવના નથી, પણ સાધર્મિક ભક્તિ અને ધર્મભાવનાના વિચારો છે. એટલે મનુષ્યગતિ બંધાઈ. શાસે લખ્યું-આખી જિંદગી કૃપણતા કરી તેનું દુર્ગતિરૂપે ફળ ન મળ્યું, પણ (૭) પણ ને સદ્ગતિ તમારા હાથમાં )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org