________________
તા. ૬-૬-૯૬, ગુરૂવાર.
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને આ દુઃખમય સંસારથી મુક્ત કરવા ધર્મતીર્થની સ્થાપના કરે છે.
ચોરાસી લાખ જીવાયોનિ અને ચાર ગતિરૂપ સંસાર, જે નજર સામે દેખાય છે, તેના માટે જ્ઞાનીઓનું અવલોકન છે કે, આ સંસાર દુઃખ, દુઃખ અને દુઃખથી જ ભરેલો છે. સુખ નામની વસ્તુ, વાત, કલ્પના પણ હકીકતમાં આ સંસારમાં નથી. સુખ આત્માનો ગુણ છે. માટે સુખ આત્માના અનુભવથી પ્રાપ્ત થનારી વસ્તુ છે. જડમાંથી સુખ મળી શકે તેમ નથી. પણ આ વાત દુનિયાના જીવોને પ્રાયઃ ગળે ઊતરતી નથી. કારણકે જન્મથી અનુભવ જ જુદો છે. કાંઈ ખાઇએ, પીએ, હરીએ, ફરીએ તો સુખનો અનુભવ થતો હોય તેમ લાગે છે. એટલે કોઇને કોઇ જડના સંબંધથી સુખ પ્રાપ્ત થાય છે તેને સુખ માને છે. એટલે અમારી વાત જગતના જીવોને પોતાની અનુભૂતિ સાથે ટેલી(સુસંગત) થતી નથી. માટે તીર્થંકરોની વાત અનુભૂતિના સ્તર પર વિરોધાભાસ લાગે તેવી છે, પણ તીર્થંકરો અસત્ય બોલે અથવા અસત્ય બોલવાની પ્રેરણા આપે તે બને જ નહિ. માટે વિચારવું પડે કે આ જડ, જેના સંયોગમાં સુખનો અનુભવ થાય છે, તે ભ્રમ થવાનું કોઇ કારણ હોવું જોઇએ. તેનું (ભ્રમનું) કારણ મિથ્યાત્વ છે. તે વિકૃતિ ઊભી કરે છે. દા.ત. કમળો થયો હોય તે વ્યક્તિને બધી જ વસ્તુ પીળી જ લાગે; તાવ આવ્યો હોય તે વ્યક્તિને ગળી વસ્તુ ખવડાવો તો પણ કડવી જ લાગશે. તેમ અનુભૂતિના સ્તર પર મિથ્યાત્વરૂપી રોગજન્ય ઊંધો અનુભવ થાય છે. અનુભૂતિની આ વિકૃતિ દૂર કરવાની જરૂર છે. આપણે સુખની શોધ માટે ચોરાસી લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરીએ છીએ. મિથ્યાત્વ અનુભવની વિકૃતિ લાવે છે. તેથી તમામ પ્રકારની દુર્ગતિનો સ્કોપ છે. જનરલ નિયમ એ છે કે મિથ્યાત્વને કારણે જીવ અનંતકાળમાં અનંતીવાર દુર્ગતિના દરવાજા ખખડાવી આવ્યો. મિથ્યાત્વ ન હોત તો સદ્ગતિ નક્કી હતી. અનંતકાળના ભ્રમણમાં દુર્ગતિ-સતિના એવરેજમાં સદ્ગતિનો સમય નાનો, સદ્ગતિના ભવોની સંખ્યા પણ ઓછી; દુર્ગતિનો સમય લાંબો, દુર્ગતિના ભવોની સંખ્યા પણ વધારે. અનંતકાલમાં જીવ સદ્ગતિ નથી જ પામ્યો તેવું નથી, છતાં પણ દુર્ગતિમાં જેટલો સમય રહ્યો, તેના હિસાબે સદ્ગતિના ભવોની સંખ્યા અને સમય .૦૦૦૦૦૦૧ પણ ન આવે. દુર્ગતિના અનંતભવો, સદ્ગતિનો એક ભવ; એવું એવરેજ માનો તો પણ દુર્ગતિનો અંત ન આવે.
વ્યાખ્યાન ૪
આપણે બધાએ મોટા ભાગનો સમય દુર્ગતિમાં કાઢ્યો. આ ભવમાં ભાગ્યયોગે સતિમાં આવી ગયા. હવે અહીંથી ક્યાં જવું તેની પૂરેપૂરી તક છે. માટે સદ્ગતિદુર્ગતિ એમ બંનેનાં કારણો સમજી દુર્ગતિનાં કારણો બને તેટલાં છોડીએ. કદાચ દુર્ગતિનાં બધાં કારણો ન છોડીએ, તો પણ સદ્ગતિનું એકાદ કારણ ન હોય તો દુર્ગતિમાં ચોક્કસ જવું પડે. માટે જીવનમાં એકાદ પણ સદ્ગતિનું કારણ પકડી લો, ઉપરાંત સતિનાં કારણો જાણો એટલે બીજાં કર્મોના બંધની લાઇન પણ પકડાય.
સદ્ગતિ તમારા હાથમાં !)
૨૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org