________________
સદ્ગતિનું પહેલું કારણ :
(૧) અકામનિર્જરા ઃ- સદ્ગતિનાં છ કારણોમાં અકામનિર્જરાને પહેલું કારણ મૂક્યું. મોટાભાગે જેટલા જીવો સદ્ગતિમાં આવે છે તેમાં લગભગ આ અકામનિર્જરા કારણ છે. કેમ કે જીવસૃષ્ટિમાં જેટલા પણ એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-અસંજ્ઞીપંચેન્દ્રિય (એટલે કુલ જીવોમાંથી ૯૯% જેટલા આવી ગયા.) અર્થાત્ સંજ્ઞીપંચેન્દ્રિય સિવાયના બધા જીવો માટે ઉપર આવવાનું આ જ એક માત્ર કારણ છે. આપણો પણ મોટા ભાગનો સમય એકેન્દ્રિય-વિકલેન્દ્રિયમાં ગયો. પછી ધીરે ધીરે પુણ્ય બાંધીને ઉપર આવ્યા. તેમાં નિસરણી તરીકે સાધન અકામનિર્જરા જ હતું. કેમકે સદ્ગતિનાં બીજાં કારણોમાંથી કોઇપણ કારણ આ જીવોને કામ નહીં લાગે.
સભા ઃ અકામનિર્જરાની વ્યાખ્યા શું?
મ.સા. : જેમાં જીવને કર્મો ખપાવવાની કામના, ધર્મભાવના વગેરે નથી, છતાં જે આત્મા આવી પડેલાં દુઃખોને હાયવોય કર્યા વિના, સંક્લેશ કર્યા વિના, દ્વેષના તીવ્ર ભાવો કર્યા વિના શાંતિથી સહન કરે છે, તે બધા જીવો આ અકામનિર્જરા કરે છે.
સભા ઃ તે કરવા જીવને કોણ પ્રેરે છે?
મ.સા. ઃ પ્રેરણાનો સવાલ નથી. દુઃખ વેઠતાં વેઠતાં ઘણીવાર સ્વભાવ જ એવો થઈ ગયો હોય કે પછી હાયવોય ન કરે. ઝાડપાનને તમે પ્રેરણા આપી શકવાના? આ જગતમાં ચોરાસી લાખ જીવાોનિમાં સંજ્ઞીપંચેન્દ્રિયના ભવોને છોડી બીજા તમામ ભવો ધર્મથી સંપૂર્ણ શૂન્ય છે.
સભા : અકામનિર્જરા ધર્મ જ છે ને?
મ.સા. : ના, અકામનિર્જરા ધર્મ નથી પણ પુણ્યબંધ અને સદ્ગતિમાં લઈ જવાનું સાધન છે. ઝાડ ઊભાં ઊભાં શાંતિથી તડકો વેઠે તો ધર્મ કરે છે? કૂતરા વગેરે દુઃખ વેઠી વેઠી સહન કરે છે, તો શું ધર્મ કરે છે?
સભા ઃ ઝાડ લોકોને ફળ-ફૂલ વગેરે આપી પુણ્ય બાંધી શકે છે ને?
મ.સા. : ના, તે આપવાની તેની ઇચ્છા છે? શું તે ઇચ્છે છે કે મારું ફળ તોડી તમે તૃપ્ત થાઓ? આમ તો બીજા બધા જીવો એમનો ભોગ લઈને જ જીવન જીવે છે. આપણે માંસાહાર નથી કરતા છતાં આપણા ખોરાકમાં એકેન્દ્રિયની હિંસા તો આવશે જ. કોઈને કોઈ એકેન્દ્રિય જીવના કલેવરમાંથી જ તમે દેહ ટકાવો છો. આમ જગત આખાને જીવાડવામાં મહત્ત્વનો ભાગ એકેન્દ્રિયના જીવોનો છે. સ્થાવર જીવો બીજા બધા જીવોને જીવવામાં આધાર બને છે. પૃથ્વી-પાણી-વાયુ વિના તમે એક દિવસ પણ રહી શકો? પણ તે બધામાં ઉપકારની ભાવના નથી. ફળને તમારા હાથે કપાવાની ઇચ્છા નથી, પણ તે એટલું ક્રીપલ્ડ(અપંગ) છે કે તમે ચપ્પુ ચલાવો તો ખસી પણ ન શકે. વળી પુણ્ય
(૨૭)
સદ્ગતિ તમારા હાથમાં !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org