________________
તેવામાં આની પત્ની જોઇ પેલા મિત્રને તેની ઉપર અનુરાગ થયો છે. તેની બુદ્ધિ બગડી છે. પૂ. હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબે ત્રિશષ્ટિશલાકાપુરુષ ચરિત્રમાં વર્ણન કરેલું છે. આ બંને પતિ-પત્ની જીવનમાં કોઇ વિશિષ્ટ ધર્મ આરાધના અધ્યાત્મની સાધના વગેરે કરતાં નથી. ભોગવિલાસ પ્રમાણેનું જીવન જીવે છે. સંસારમાં સેટલ થઇ રસથી જીવે છે. જો કે આમ તો અનેક અનાચાર/દુરાચાર વિકૃતિઓના માર્ગે જઇ શકે તેવા સ્કોપ છે, છતાં પણ તેઓ સજ્જનને શોભે તેવી રીતનું જીવન જીવે છે. હવે તેનો મિત્ર તો રોકટોક વિના તેના ઘરમાં જાય છે. એકવાર તેની પત્ની એકલી હતી અને તે મિત્ર આવ્યો છે. અવસર મળવાથી નજીક બેસી મીઠી મીઠી વાતો શરૂ કરી. આ સમજે છે કે આનો એના પતિ પ્રત્યે અનુરાગ ઘણો છે. એટલે જ્યાં સુધી આનું મન ત્યાંથી ઊઠે નહિ ત્યાં સુધી મારા પર નહિ ઠરે. એટલે એનું પતિ પરથી મન ઊઠે તેવી ગોઠવણી કરી પછી કહે છે, “ભાભી તમે તો બહુ ભોળાં છો” પેલી પૂછે છે “કેમ?” મિત્ર કહે “તમારો પતિ, મારો જીગરજાન મિત્ર, તમારા પર લાગણી છે માટે હિતકારી તરીકે કહું છું કે, બહાર ક્યાં જાય છે તે તમને ખબર નથી.’’ પેલી કહે “એમાં શું? કામકાજે વ્યવહારમાં જતા હશે.’’ મિત્ર કહે “એમ નહીં. છૂપી રીતે બીજી સ્ત્રીઓ પાસે જાય છે.આવા આવા સંબંધો છે.’’ વગેરે વાતો કરે છે. પેલી ખિજાઇ જાય છે અને કહે છે “હવે પછી મારા પતિની નિંદા કરશો નહિ.’ એમ કહી ધમકાવીને કાઢી મૂકે છે.
શ્રેષ્ઠીપુત્રનું ઘડતર-વર્તન જ એવું છે કે તેના પડછાયા જેવો મિત્ર આવી વાત કરે છે છતાં પત્નીને શંકા જતી નથી. પત્નીના મનમાં એનું સ્થાન કેવું હશે? ખાસ મિત્ર કહે છે પણ માનવા તૈયાર નથી. આવી રીતે એકવાર બન્યા પછી પણ પેલા મિત્રે બીજી વાર અયોગ્ય માંગણી કરી. પત્નીએ ફરી ધમકાવીને કાઢ્યો છે. યોગાનુયોગ શ્રેષ્ઠીપુત્ર સામે મળ્યો. આનું તો મ્હોં પડી ગયેલું છે. પેલા શ્રેષ્ઠીપુત્રને આના પર અનહદ લાગણી છે. માટે પૂછે છે, “મિત્ર! તારું મોં કેમ પડી ગયું છે? ચિંતા, ઉદ્વેગ, શોક કેમ છે?’’ પેલો કાંઇ કહેવાની ના પાડે છે. એટલે શ્રેષ્ઠીપુત્ર કહે છે “મારાથી અંતર?’ હવે આ ઉસ્તાદ છે, માને છે કે લાગ સારો છે. એટલે પછી કહે છે, “મિત્ર! શું વાત કહું? કહેવાની ચિંતા છે અને નહિ કહેવામાં પણ તારા હિતનો સવાલ છે.” પેલો આગ્રહ કરી પૂછે છે એટલે કહે છે, “મિત્ર! તારી પત્ની મર્યાદામાં નથી.” “એવું તે શું જોયું? મને કોઇ એવો અણસાર પણ આવ્યો નથી.” પેલો કહે “મારા પર વિશ્વાસ હોય તો કહું કે, મારી પાસે અનુચિત માંગણી કરી, માટે હું ઉદ્વિગ્ન થઇ બહાર નીકળી ગયો, પણ તું સાવધાન રહેજે.’ મોટામાં મોટું વૈમનસ્ય ઊભું થઇ શકે તેવો પોઇન્ટ(મુદ્દો) છે. પેલાને મિત્ર પર વિશ્વાસ છે, માટે વિચારે છે, “શાસ્ત્ર કહે છે, ક્યારે મન ચંચલ થાય તે કહેવાય નહિ.' હવે આવું મનમાં બેસી ગયા પછી શું હાલત થાય? પત્નીને બેઠું મિત્ર નંગ છે, પતિને બેઠું પત્ની મર્યાદામાં નથી, કુશીલ છે. છતાં પતિ અંદ૨ ઘરમાં આવે છે પણ તેના વ્યવહારમાં-ભાવમાં કોઇ ફેર નથી. ગમ ખાઇ જાય છે. વિચારે છે, “આ સંસારમાં શું ન બને?” તેના રાગ-આકર્ષણમાં ફેર પડી જાય છે, પણ વ્યવહારથી-બહારથી અભિવ્યક્તિમાં કોઇ ફેર નથી. શાંત, સહિષ્ણુ, ઉદાર છે. પત્નીને કાંઇ કહ્યું નથી. આ
સદ્દ્ગતિ તમારા હાથમાં
૪૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org