________________
થાકના નિવારણ માટેની પ્રક્રિયા છે. તે નેચરલ કોર્સ(કુદરતી પ્રક્રિયા) છે જ નહિ. મન જંપીને બેસતું નથી. કેટલાયે આવેશઅજંપો/ઉશ્કેરાટ/સંતાપ/વ્યથા વિચારો વગેરેને લીધે માનસિક થાક લાગે છે, માટે તેને ઊંઘવું પડે છે. સમભાવમાં રહેલા મહાત્માને કદાચ શારીરિક થાક લાગે પણ માનસિક થાક તો લાગે જ નહિ. તમારામાં રાગ-દ્વેષના આવેગ કેટલા? તે કારણે મનને શ્રમ પડે છે એટલે થાક લાગે છે, માટે ઘસધસાટ ઊંઘવું પડે છે. ઊંઘમાં કેટલા વ←રેબલ થઈ જાઓ છો? ગમે તેટલો પહેલવાન ઊંઘમાં હોય તો નાનું છોકરું પણ તેની છાતી પર બેસી શકે? આ જડ અવસ્થા સારી છે? તમારી સલામતી વધારે ક્યારે? જાગૃત અવસ્થામાં કે જડ અવસ્થામાં? છતાં અસલામત અવસ્થાને પસંદ કેમ કરો છો? ઊંઘનું કો-રીલેટેડ દુઃખ માનસિક થાક છે માટે.
સભા ઃ તે શરીરની ડીમાન્ડ(માંગ) નથી? મ.સા. : ના. તે બ્રેઈન(મગજ)ની ડીમાન્ડ છે.
સભા : ઉંમર વધે તેમ ઊંઘ કેમ વધે છે?
મ.સા. : “તમઃકફાભ્યાં નિદ્રા’” આ આયુર્વેદનું સૂત્ર છે. ઊંઘ શેનાથી? તમ-જડતાથી, કફ-મગજમાં કફનું આવરણ થાય ત્યારે ઊંઘ આવે. ઉંમર વધે તેમ થાક વધારે લાગે. માટે ઘરડો માણસ કાયમ થાકેલો લાગે છે. કેમકે અંદરનું તંત્ર નબળું પડ્યું છે. ઊંઘથી શારીરિક રાહત ઓછી થાય છે. માત્ર શરીરથી થાક્યા હો તો આમ બેભાન થઈને ઊંઘવાની જરૂર નથી, પણ મનથી થાક્યા હો તો ઘસઘસાટ ઊંઘવાની જરૂરત પડે. કેવલીને પણ શરીરનો થાક લાગે પણ કેવલીને ક્યારેય માનસિક થાક ન લાગે. માટે કેવલી કોઈ દિવસ ઊંઘે નહિ. કેવલીને ભૂખ લાગે, કેમકે તે નેચરલ કોર્સ છે, પણ ઊંઘ નેચરલ કોર્સ(કુદરતી પ્રક્રિયા) નથી.
સભા : આપ કહો છો, અમારી દૃષ્ટિએ-તમારી દષ્ટિએ-શાસ્ત્રની દૃષ્ટિએ. તો પછી તમારી દૃષ્ટિ અને શાસ્ત્રની દૃષ્ટિમાં ફેર છે?
મ.સા. હું જ્યારે તમારી દૃષ્ટિએ બોલું તો તેનાથી તમારે તમારી દૃષ્ટિ લેવાની. અમારી દૃષ્ટિ એટલે શાસ્ત્રની દૃષ્ટિ. અમારી દૃષ્ટિ અને શાસ્ત્રની દૃષ્ટિ એ બેમાં કોઈ ફેરફાર નથી અને જે દિવસે અમારી અને શાસ્ત્રની દૃષ્ટિમાં ફેર પડશે તે દિવસે અમે ભૂલ્યા માનીશું.
સભા : કેવલીને મન હોય?
મ.સા. : કેવલીને મન હોવા છતાં પણ તેમને થાક લાગવાનો કે ઊંઘવાનો સવાલ નહીં આવે. તમારું મન વિકૃતિઓથી ભરેલું હોવાથી આવેગવાળું છે. આખો દિવસ તનાવમાં રહે છે. કોઈ હાથ ખેંચી ખેંચીને રાખે તો કેટલો દુઃખે? તેમ તમે આખો દિવસ મગજને ટાઈટ રાખો છો. ડોક્ટર પણ શું કહે છે? મગજ શાંત રાખશો એટલા રોગ ઓછા થશે. આ બધી વાતો મહત્ત્વની છે. કષાયના આવેગથી ઘેરાયેલા છો, માટે માનસિક થાક
(૧૫)
સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only.
www.jainelibrary.org