________________
જીવનો અનંતમો ભાગ આવે. આ તર્કબદ્ધ રીતે સાબિત થાય તેમ છે. દુર્ગતિ-સગતિમાં જીવોની સંખ્યા માંડો. જથ્થાબંધ જીવોની સંખ્યા દુર્ગતિમાં જાય છે અને તેના હિસાબે સદ્ગતિનો આંકડો ઘણો ઓછો છે. કારણ કે છમાંથી એક પણ કારણ પકડવું સહેલું છે? તમે કયા કારણથી સદ્ગતિ પામ્યા તે તો વિશિષ્ટ જ્ઞાની જ કહી શકે, પણ મોટે ભાગે તો જીવો અકામનિર્જરાથી જ સદ્ગતિ પામે છે. દેવલોકમાં પણ પશુયોનિમાંથી અકામનિર્જરા કરીને આવેલા જીવો જ વધારે છે. મનુષ્યોથી અકામનિર્જરા બહુ ન થઇ શકે, પરંતુ સતિમાં જે જગા છે તે મોટે ભાગે ભ૨ના૨ા અકામનિર્જરાવાળા છે અને અકામનિર્જરાવાળા સદ્ગતિમાં આવવાના બંધ થઇ જાય તો સદ્ગતિની મોટા ભાગની જગાઓ ખાલી રહી જાય.
સભા : સદ્ગતિના કારણનું સતત સેવન કરવાનું કે અમુક ટાઇમ જ?
મ.સા. ઃ જયારે સદ્ગતિનો બંધ કરવો હોય ત્યારે સદ્ગતિનું કારણ જોઇએ. અત્યારે ભાવ કરો પછી ફળ માંગો કે ફળ અત્યારે માંગો અને ભાવ પછી કરો તો ચાલે? જીવનમાં છએ છ દુર્ગતિનાં કારણ હોય ત્યારે દુર્ગતિ બંધાતી જ હોય. પછી જેવું એક પણ સદ્ગતિનું કારણ આવશે એટલે સદ્ગતિ બંધાશે. આયુષ્ય બંધાય ત્યારે સદ્ગતિનું કારણ હાજર હોય તો તમને એક સારો ભવ થોડા સમય પૂરતો મળે, પણ જે દુર્ગતિ બાંધી છે તેનો હિસાબ તો આપવો જ પડશે. તે કર્મોને ભોગવીને ઉખેડો કે સાધનાથી ઉખેડો પણ કર્મો ઉખેડવાં તો પડશે જ. આયુષ્યબંધ વખતે સદ્ગતિનાં કારણ સેવો એટલે બચી ગયા, પણ જૂનાં કર્મો ચૂકતે કરવાં જ પડશે ને? આ કુદરતમાં નિર્દોષને સજા નથી અને ગુનેગારને છટકબારી નથી.
સભા : પાપમાં બાદબાકી થાય?
મ.સા. ઃ તે માટે પણ સાધના તો કરવી જ પડે ને? કોઇને સજા થાય, પછી સારા વર્તનથી છૂટી જાય તે બને છે. સજામાં બાદબાકી મળે તો સારા વર્તનથી મળે. માટે તમે એક પાપ કર્યું અને પછી સારાં કર્મ કરી આપો તો પાપમાં બાદબાકી થાય. એનાથી ઊલટું પણ છે. આપણા કર્મવાદના સિદ્ધાંતો બહુ સ્પષ્ટ છે. આપણે પુણ્ય-પાપમાં સરવાળા-બાદબાકી-ગુણાકાર-ભાગાકાર રૂપાંતર બધું માન્યું છે. કર્મની વ્યવસ્થામાં તો જૈનદર્શને ખૂબ જ વ્યવહારુ વાત કરી છે. જીવન વ્યવહાર સાથે સુસંગત થાય તેવો કર્મબંધ છે. આપણે ત્યાં એક વાર કર્મ બાંધ્યું એટલે જડની જેમ ફળ મળશે જ તેવું નથી; પણ કર્મ બાંધ્યા પછી પણ તે વ્યક્તિ કેવા ભાવો વગેરે કરે છે તેના પર આધાર છે. બીજાં દર્શનોએ કર્મના વિપાક બાબતમાં ફ્લેક્સીબીલીટી(પરિવર્તનશીલતા) નથી માની, તો તેમને થતા પ્રશ્નોની ચર્ચા પણ આપણાં શાસ્ત્રોમાં કરી જ છે. દા.ત. એક વાર કર્મ બંધાયા પછી વગર ભોગવે ખપતું ન હોય તો પ્રાયશ્ચિત્ત શું કામ કરવાનું? તે પ્રાયશ્ચિત્ત સફળ ક્યારે ગણાય? બંધાયેલું કર્મ વગર ભોગવે ખપી શકે તેટલા માટે તો પ્રાયશ્ચિત્ત છે. કર્મમાં એકાંતવાદ માનો તો પ્રાયશ્ચિત્તની વાતો ઢંગધડા વિનાની થાય છે, અને આ
૭૩
સદ્ગતિ તમારાં હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org