________________
દુનિયાનાં પાપ કરવાની, કરાવવાની, અનુમતિની અનુમોદનાની વૃત્તિઓ-તૈયારીઓ અંદર પડી છે. આપણે ત્યાં શું કરો છો તે વાત નહીં, પણ કરવાની, કરાવવાની, અનુમતિની અનુમોદનાની વૃત્તિઓ-તૈયારીઓ કેટલી અંદર પડી છે તે જોવાય. એક માણસ ખૂન નથી કરતો પણ લાગ આવે તો મારવાની વૃત્તિ પડી છે, તો તેને મારે કે ન મારે હિંસાનું પાપ લાગે જ. કર્મના સિદ્ધાંત પ્રમાણે પ્રવૃત્તિ કરો છો માટે જ પાપ બંધાય છે એવું નથી, પણ પ્રવૃત્તિ કરવાની ઇચ્છા હોય તો પણ પાપ બંધાય છે.
સભા : તરતમતામાં ફેર પડશે ને? મ.સા. તરતમતામાં જેટલી તીવ્ર તૈયારી તેટલો તીવ્ર બંધ અને ઓછી તૈયારી તેટલો મંદ બંધ. માટે જ મંદ ભાવ=મંદ પાપબંધ, તીવ્ર ભાવ=તીવ્ર પાપબંધ.
સભા : અતિચાર-અનાચારમાં તફાવત શું? મ.સા. દા.ત. પચ્ચખાણ લીધું હોય અને પાણી પીવાની ઇચ્છા થઇ તો પચ્ચખ્ખાણમાં અતિચાર, પણ પી લે તો અનાચાર. આપણે ત્યાં મન-વચન-કાયા ત્રણ રીતે પાપ થાય છે. માટે માનસિક-વાચિક-કાયિક દરેકના અતિક્રમ-વ્યતિક્રમ-અતિચાર-અનાચાર પણ જુદા જુદા થાય. દા.ત. મનથી પ્રવૃત્તિ કરી લો તો માનસિક અનાચાર.
સભા મનથી કેવી રીતે પાણી પીવાય? મ.સા. ઘણા સ્વપ્નમાં પી લે છે. તમે જાગતા હો તો પણ કેટલાં દીવા-સ્વપ્નો જોતા હો છો? ઘણા જાગતાંની સાથે જ મનથી દુકાનમાં પહોંચી, ધંધો-સોદો ચાલુ કરી આવે. અહીં બેઠાં આખી દુનિયાનાં કામ કરી આવે.
સભા માનસિક અનાચાર હાથ બહારની વાત છે. મ.સા. : ઊંઘમાં જે સ્વપ્નો-જે વિચારો આવે છે તે, અંદર જે વૃત્તિ-સંસ્કાર પડ્યા છે તેની અનુભૂતિ છે. ત્યાગ-વ્રતના સંસ્કાર અંદરમાં દઢ હોય તો ઊંધમાં પણ વિચાર ન આવે. તમને ઊંઘમાં પ્લેનમાં બેસવાનો વિચાર આવે, મને ન આવે. ઊંઘ એ તો જાગૃતિ વખતના તમારા મનનું પ્રતિબિંબ છે.
સભાઃ સ્વપ્નમાં સાધુ તીર્થની યાત્રા કરી આવે તો? મ.સા. તીર્થયાત્રાના વિચારો આવે, પણ ટ્રેન/પ્લેનમાં બેસીને જવાનું સ્વપ્ન ન આવે. આવે તો મહાવ્રતોમાં દોષ લાગે. તમારા મનનું ઘડતર તમે જ કર્યું છે. ફેરવવું હોય તો તે પણ તમારા હાથમાં છે. જાગતી વખતે અમુક પ્રકારના સંસ્કાર-વૃત્તિઓનું આર્તધ્યાન કરતા હો તો ઊંઘમાં ઊભરાય છે-અભિવ્યક્ત થાય છે. શાસ્ત્ર ફરમાવે છે કે દઢ વ્રતના પરિણામવાળાને ઊંઘમાં પણ વ્રતથી વિરુદ્ધ ઇચ્છા/ભાવના ન થાય. તેઓના ૧૦૭)
. સદ્ગતિ તમારા હાથમાં )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org