________________
કરતો હોય/પા૫પ્રવૃત્તિના વિચારમાં હોય અને તે વખતે દુર્ગતિ જ બંધાતી હોય તો તો પછી ભગવાનના કોઇપણ શ્રાવક માટે સતત સદ્ગતિનો બંધ રહે જ નહિ. કેમકે આનંદ શ્રાવક, પુણિયો શ્રાવક વગેરે જેવા પણ ધંધો તો કરતા જ હતા ને? માટે ગૃહસ્થ ગમે તેટલી ધર્મઆરાધના કરે તો પણ સતત સદ્ગતિનો બંધ છે જ નહિ, એમ કહેવું પડે. પણ આવું નથી. શાસ્ત્ર તો ઊલટાનું કહે છે કે ભલે પાપપ્રવૃત્તિ કરતો હોય પણ છમાંથી એક પણ કારણ હોય તો સદ્ગતિ થવાની. માટે તમે ક્યારે શું કરો છો, મૃત્યુ વખતે કેવી પ્રવૃત્તિ હતી, તેના આધારે ગતિનો નિર્ણય ન કરાય. છમાંથી એક પણ કારણ હતું કે નહિ તે જ જોવાય. બાકી તો તમે કારણ વિના કોઈને અન્યાય કરી દો.
હવે આપણે એક એક કરી સદ્ગતિનાં કારણો વિચારીશું.
(૧) અકામનિર્જરા - કષ્ટ આવે ને શાંતિથી વેઠી લો, તેનાથી એવી અકામનિર્જરા થાય છે જે આત્માને સદ્ગતિપ્રાયોગ્ય પુણ્ય બંધાવી સદ્ગતિમાં લઈ જાય છે. વળી અસંજ્ઞીપંચેન્દ્રિય સુધીના જીવો અકામનિર્જરા દ્વારા જ સદ્ગતિમાં જાય છે. વળી સંજ્ઞીપંચેન્દ્રિયમાં પણ પશુ-નરકના જીવો પણ અકામનિર્જરા કરી સદ્ગતિ પામે છે. ધર્મના ક્ષેત્રમાં પણ કમઠ તાપસ અકામનિર્જરા કરીને જ દેવલોકમાં ગયો; કેમકે જીવનમાં આટલું કષ્ટ શાંતિપૂર્વક વેઠે છે, તપ-ત્યાગ-સંયમ પાળે છે. ધર્મનો ઊંડો વિવેક ન હોય તો ધર્મમાં સહન કરાતા કષ્ટને પણ અજ્ઞાન કષ્ટ જ કહેવાય. અકામનિર્જરા સદ્ગતિ અપાવે. કમઠનો તપ નકામો નથી ગયો. આવી રીતે દેવલોકમાં જનારાના હજારો દાખલાઓ શાસ્ત્રમાં આવે છે. ઉપમિતિમાં દૃષ્ટાંત છે. હાથી હાથિણીઓ સાથે ક્રીડા કરતા ફરી રહ્યો છે. આમોદ-પ્રમોદ કરતો વનનો રાજા હોય તેમ ફરે છે. તેમાં ગાઢ જંગલમાં દાવાનલ પ્રગટ થયો. આગ ચારે બાજુ થઈ ગઈ. હાથી ગભરાઈને ભાગ્યો છે. હાથી દોડ્યો પણ વિચાર્યું નહીં કે મારાં બચ્ચાંનું, હાથિણીઓનું, આશ્રિતોનું શું થશે? બધાથી વિખૂટો પડી ગયો. હવે નસીબ ખરાબ કે એક મોટા ખાડામાં ઊંધે માથે પડ્યો. બધે ખૂબ જ વાગ્યું છે. જાતે બહાર નીકળી શકે તેમ નથી. અપંગ થયેલો ખાડામાં પડ્યો છે. સામાન્ય રીતે આવું થાય એટલે જીવ હાયવોય જ કરે ને? તેને બદલે તેને વિચાર આવ્યો કે હું આ જ લાગનો હતો. આ કષ્ટ વાજબી જ છે, કેમકે હું કેવો સ્વાર્થી કે મારા કુટુંબ-પરિવારનો વિચાર કર્યા વિના ફક્ત મારી જાતની જ રક્ષા માટે દોડ્યો. માટે આ બધું થયું તે મારા માટે વાજબી જ છે. આવા શુભ ભાવથી શાંતિથી બધું વેઠે છે. વિચારે છે કે થયું તે ખોટું નથી થયું. હવે આ સામાન્ય પરિણામ છે? કેટલાય દિવસો સુધી આ કષ્ટ વેઠ્યું. મરીને રાજકુલમાં રાજકુંવર થયો. એ રાજકુંવર બનવામાં કારણ શું? તો અકામનિર્જરા. હવે ખાડામાં પડતાં ગુસ્સો આવ્યો હોત, કાગડા-ચકલા ચાંચો મારે ત્યારે આર્ત-રૌદ્રધ્યાન કર્યું હોત, તો આત્માને ભારે કરી, નરકાદિ ગતિ બાંધી દુર્ગતિમાં ચાલ્યો જાત. વળી બહાર નીકળવાનો રસ્તો પણ ન હતો એટલે વેઠવાનું તો ચોક્કસ જ હતું. પણ અકામનિર્જરા કરી એટલે સદ્ગતિ પામ્યો. અકામનિર્જરા કેટલી કરો છો તે મહત્ત્વનું નથી. અહીં વેઠવાનું ચોક્કસ હતું પણ અકામનિર્જરા કરી એટલે ( સદ્ગતિ તમારા હાથમાં !)
૫O
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org