________________
એવો સ્વભાવ થઈ જાય.
સભા ઃ શાંતિ સમજથી રાખે છે?
મ.સા. ઃ ના, સમજ આવી શકે જ નહિ. સાંભળવા કાન નથી, બોલવા જીભ નથી, વિચારવા મન નથી, જોવા આંખ નથી; એટલે હિતોપદેશ ન આપી શકાય. પણ બહુ દુઃખ સહન કરી કરીને હાયવોય ન કરે તેવો સ્વભાવ તૈયાર થઈ જાય. તમે પણ આવી અકામનિર્જરા કરી કરીને જ અહીં સુધી આવ્યા છો. આ ઓપ્શન(વિકલ્પ) અઘરો છે. આવું શાસન, દેવ-ગુરૂ-ધર્મ વગેરેની સામગ્રી મળી છે, છતાં નાના દુ:ખમાં પણ બેચેન થઈ જાઓ છો અને જેના તરફથી દુઃખ આવ્યું હોય તેના પર દ્વેષ વગેરે થાય છે, તો પછી મોટાં દુઃખ એક પછી એક સીરીયલ વેમાં(ક્રમસર) આવે અને છતાં શાંતિથીધીરજપૂર્વક સહન કરવું, તે બચ્ચાંના ખેલ છે? મરુદેવામાતા પણ અકામનિર્જરાથી જ આ ભવમાં આવ્યાં છે. બધું પુણ્ય કેળના ઝાડના ભવમાં બાંધ્યું. (તમારે તો શાંતિ છે ને? પણ યાદ રાખજો, પુણ્યની બધી બલિહારી છે. પુણ્ય પૂરું થશે પછી અનુકૂળતા ક્યાં ચાલી જશે તેની ખબર નહિ પડે. ભૌતિક અને ધાર્મિક સામગ્રીઓ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે.) તેમનું હજાર વર્ષનું આયુષ્ય હતું. કેળના ઝાડનાં પાંદડાં મોટાં હોય, સુંવાળું શરીર. કાંટા-ફૂલ બન્ને વનસ્પતિનો જ પ્રકાર. ત્યાં પણ જેવી પુણ્યપ્રકૃતિ બાંધી હોય તેવા દેહઆકાર, રૂપ-રંગ બધું મળે. હવે બાજુમાં જ બાવળિયાનું ઝાડ છે. તમારું શરીર તો કેળના ઝાડ કરતાં ઘણું મજબૂત છે. છતાં એક પણ કાંટો વાગે તો? જ્યારે અહીં તો જરાક પવન આવે એટલે પેલા બાવિળયાના કાંટા આ ઝાડમાં ભરાઈ જાય. આવી પીડાઓ વર્ષો સુધી સહન કરવાની. ઉપરથી ગરમી-ઠંડી-વરસાદ વગેરે, આજુબાજુ મચ્છરો કરડતા હોય તે જુદું. મોટા ભાગે મચ્છરોનું ભરણપોષણ વનસ્પતિ દ્વારા જ થાય છે, કેમકે માણસ જાત તો એટલી સ્વાર્થી અને ક્રૂર છે કે કદાચ જીવવા જ ન દે. વળી તમને તો કરડે તો હલાવવા હાથ-પગ પણ છે, પણ વનસ્પતિ તો હુંકારો પણ ન કરી શકે. આવું હજાર વર્ષ વેઠ્યું છે. આમ તો બધાં વેઠે છે પણ અંદર હાયવોય-દ્વેષ ભયંકર હોય, પણ મરુદેવા માતાના જીવે આ બધું શાંતિથી વેક્યું છે, ક્રોધ વગેરે નથી આવ્યો.
સભા ઃ તીર્થંકરની માતાને આટલું દુઃખ આપનાર તે બાવળિયાના જીવની શી ગતિ થઈ હશે?
મ.સા. તેને ખબર નથી કે આ તીર્થંકરની માતા છે. વળી તેને દુઃખ આપવાનો ઇરાદો હોય જ તેવું પણ નથી. એના ભાવ ત્યારે કેવા હતા તે તો વિશેષ જ્ઞાની કહી શકે. જીવો માત્ર પોતાના જેવા અધ્યવસાય-ભાવો હોય તે પ્રમાણે કર્મબંધ કરી રહ્યા છે અને જ્યાં સુધી ચેતના છે, રાગ-દ્વેષ છે, ત્યાં સુધી અવિરતપણે કર્મબંધ ચાલુ છે. વળી ઝાડ વગેરેને જે દુ:ખો આવે છે તે વગર વાંકે જ આવે છે અને તેને ચોવીસ કલાક અન્યાય જ પ્રાપ્ત થાય છે. આ સંસારમાં નબળા જીવોનો કોઈ ધણીધોરી નથી. વળી તેઓ પણ નબળા
(૩૩)
ટેન
સદ્ગતિ તમારા હાથમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org