________________
મોટા ભાગની ગતિઓ એવી છે કે, જ્યાં જીવને ધર્મ પ્રાપ્ત થવો જ અશક્ય છે. અમુક જ એવી ગતિઓ છે જયાં જીવ જન્મે તો ધર્મ પામવાની સંભાવના છે. વળી ત્યાં જન્મેલા પણ બધા ધર્મ પામશે જ એવું નથી. પણ ધર્મ પામવાની શક્યતાઓ છે, તો ક્યાં છે? સંજ્ઞીપંચેન્દ્રિય જીવોમાં. તે સિવાયના બધા જીવો ધર્મ પામવા માટે ટોટલી(સંપૂર્ણ) ગેરલાયક છે. તીર્થકરો જાય તો પણ તે જીવોને ધર્મ પામવાની કોઈ શક્યતા નથી. ત્યાં ગમે તેટલો લાયક જીવ હોય તો પણ તીર્થકરો પણ તેને તારી ન શકે. આમ તો તીર્થકરોની તાકાત કેટલી? તેમના દ્વારા દેવ, મનુષ્ય, તિર્યંચગતિના અનેક જીવો ધર્મ પામે છે. નરકના જીવો તો અહીં સમવસરણમાં આવી શક્તા નથી. બાકી તે પણ ધર્મ પામે. તેઓની વાણી, બોધ-પ્રબોધ કરાવવાની શક્તિ, વાણીના અતિશયો વગેરે જ એવા છે કે જો સંજ્ઞીપંચેન્દ્રિય જીવો લાયક હોય તો ધર્મ પામી શકે. માટે તીર્થકરોએ પશુઓને પ્રતિબોધ કર્યાના દાખલા છે, પણ ઝાડ, પાન, કીડી, મંકોડાને પ્રતિબોધ કયના દાખલા નહીં મળે. આ ભવોમાં ગમે તેટલો લાયક જીવ હોય પણ ધર્મ પામવા તે સંપૂર્ણ ગેરલાયક છે. એટલું જ નહિ પણ તેઓને ચોવીસ કલાક અશુભ લેશ્યા, આર્ત-રૌદ્રધ્યાન, બધું ચાલુ છે. સતત આર્ત-રૌદ્રધ્યાન જ થવાનું, લેગ્યામાં પણ કૃષ્ણ-નીલ-કાપોતમાંથી જ કોઈક વેશ્યા હશે. પરિણતિ, કષાયો, વૃત્તિઓ પણ સંક્લિષ્ટ જ. ત્યાં તો કણિયા માટે મારામારી થાય. કૂતરાઓ એંઠવાડ માટે ઝઘડે છે. હવે ઉદારતા ગુણ આવે ક્યારે? વળી ત્યાં પરિસ્થિતિ પણ એવી હોય કે ઝઘડે નહિ તો તેને એઠવાડ પણ ન મળે. પોતાની અનુકૂળતા માટે જ ટળવળતા હોય ત્યાં બીજાને શું આપે? તમે પણ દાન ક્યારે આપો? પહેલાં તમારો પોતાનો વિચાર આવવાનો. તમારું થાય પછી જ. માટે તે ભવોમાં ઉદારતા, પરોપકાર, દયા, બીજાની હિતચિંતાની પ્રવૃત્તિઓ વગેરે થવાનો સ્કોપ(તક) જ નથી. અત્યંત સ્વાર્થી વૃત્તિઓ હોય, કષાયો પણ તીવ્ર સંક્લેશવાળા હોય, ત્યાં તમામ દુર્ગતિનાં કારણ હાજર છે અને સદ્ગતિનાં કારણોમાંથી માત્ર અકામનિર્જરાની જ શક્યતા છે.
સભા : વનસ્પતિ હિંસક કેવી રીતે? મ.સા. માણસને ખાઈ જાય તેવાં ઝાડ આફ્રિકાનાં જંગલોમાં છે. ભારતમાં પણ એવાં ઝાડ છે જે જીવજંતુઓને ખાઈ જાય. એવાં ઝાડ છે કે તેના પાન પર કોઈ જીવ, પતંગિયું આવીને બેસે કે, ઝાડનું પાન ફટ દઈને બિડાઈ જાય. પછી બધું લોહી વગેરે ચુસાઈ જાય પછી પાંદડું ખોલી દે. હવે જીવડાને બદલે તમે પાન પર કાંકરી નાખો તો કાંઈ નહિ કરે. એટલે એને એનો શિકાર ખબર છે ને? એવાં ઝાડ આફ્રિકાનાં જંગલોમાં છે કે જેની નીચેથી પસાર થાવ તો સ. ૨.૨ ૨.. કરતી ડાળીઓ આવે અને તમને વીંટળાઈ જાય. પછી બધું લોહી ચૂસી લે પછી જ ડાળીઓ ખૂલે. ઝાડપાનને પરસ્પર દ્વેષ પણ હોય. જ્યાં સુધી ચેતના છે ત્યાં સુધી સુખદુઃખની લાગણી પણ થવાની. એટલે જેનાથી પ્રતિકૂળતા આવવાની ચાલુ થાય તેના પર અરુચિ થાય. વળી ત્યાં સદ્ગતિનું એકે કારણ નથી, માત્ર એક જ વિકલ્પ અકામનિર્જરા. શાંતિથી કષ્ટો વેઠ્યા કરે તો પછી સદ્ગતિ તમારા હાથમાં !) ની
(૩૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org