________________
સમકિત પામ્યા, ત્રણ વાર સમકિત ગુમાવ્યું. તેમને પડવા-ચડવાનું વિશેષ થયું છે. સમકિત પામતાં પહેલાં જે કર્મો હતાં તેનો તો હિસાબ ચૂકવવો પડે ને? તમે અત્યારે કરોડો કમાયા હો પણ તે પહેલાં જે ખોટા સોદા હોય તેનો હિસાબ તો ચૂકતે કરવો પડે ને? અષાઢી શ્રાવકે પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ભરાવી ત્યારે પ્રભુ કદાચ એકેન્દ્રિયમાં હશે. કદાચ તમારા બધાના ઘરમાં તેમનો જીવ અથડાતો હશે. એટલે સપાટી પર તો લાંબો સમય રહેવાય જ નહીં. પેસિફિક વગેરે મહાસાગરોમાં ઘણાં માછલાંઓ હશે, જે સપાટી પર તો વર્ષમાં એકવાર પણ નહિ આવતાં હોય. સદ્ગતિ પણ આવી જ છે. સપાટી પર તો લાંબો સમય રહેવાય જ નહિ. કાં તો પાર પામો અથવા પાછા દુર્ગતિમાં જાઓ. પાર પમાડનારું કારણ ગુણસ્થાનક છે.
ગુણસ્થાનક સિવાયનાં બીજાં કારણોમાં સપાટી પર લાવવાની તાકાત છે, પણ પાર પમાડવાની તાકાત નથી. તેથી સદ્ગતિનું ઊંચામાં ઊંચું, મેળવવા લાયક, આરાધવા લાયક કારણ ગુણસ્થાનક છે. તેને જે પામી જાય તેને માટે સંસારમાં ખૂબ ઓછાં ભયસ્થાનો છે. વળી ગુણસ્થાનક પામેલો જીવ કદાચ ગબડે તો પણ પાછો મોક્ષે તો જવાનો જ. માટે પૂ.હરિભદ્રસૂરિ મહારાજ સાહેબ કહે છે કે, જીવ યોગનું બીજ પામે એટલે હવે સંસારરૂપી કેદખાનામાંથી બહાર જવાની સાયરન વાગી રહી છે. પહેલું ગુણસ્થાનક પણ પામે તો આ વાત છે. ભવચારક પલાયન કાલઘંટા લખ્યું છે. પહેલા ગુણસ્થાનક માટે પણ આવું કહેતા હોય તો આગળનાં ગુણસ્થાનકની તો શું વાત? બીજી બાજુ આ સંસારમાં સદ્ગતિમાં પણ જેટલા ઊંચા લાભ છે, તે બધા ગુણસ્થાનકવાળા માટે જ રીઝર્વ (અનામત) છે. દા.ત. ગુણસ્થાનક પામેલા જ સકામનિર્જરા કરે. વળી બીજા જીવ ગમે તેટલાં સત્કાર્યો/શુભ પરિણામ કરે, પણ પુણ્યાનુબંધી પુણ્ય તો ગુણસ્થાનકવાળો જ બાંધે. તત્ત્વથી પહેલું ગુણસ્થાનક અપુનબંધકને જ આવે. નામથી પહેલું ગુણસ્થાનક તો અભવ્યને પણ હોય. તેમ જગતમાં ઊંચી જગાઓ જેવી કે ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, ઈન્દ્રો અને એવી વિશિષ્ટ બીજી જગાઓ પણ ગુણસ્થાનક પામેલા માટે જ રીઝર્વ(અનામત) છે. અપુનબંધક અવસ્થા પામેલો જીવ વધારેમાં વધારે એક પુદ્ગલ પરાવર્તમાં મોક્ષે જાય. તેમાંય જન્મથી જૈનશાસન પામ્યો હોય અને પછી અપુનબંધક અવસ્થા પામે તો શાસ્ત્રો કહે છે કે અર્ધ પગલ પરાવર્તમાં તેનો મોક્ષ નક્કી.
સભા તફાવત કેમ? મ.સા. મોક્ષમાં જવા માટેના આધ્યાત્મિક ભાવો સ્પર્શવાની આ શાસનમાં એટલી બધી સુગમતા છે કે, જીવ યોગ્ય હોય તો સહેલાઈથી સ્પર્શી જાય. માટે અપુનબંધક અવસ્થાની શરૂઆત થઈ ત્યારથી સંસારની મર્યાદા શરૂ થઈ. પરિભ્રમણની શરૂઆત ક્યારથી થઈ તે તો ખબર જ નથી. તેવી જ રીતે બીજો છેડો પણ શરમાવર્તમાં ન આવો ત્યાં સુધી નક્કી નથી થયો. ત્યાં સુધી કેટલું ભટકી શકાય તે કહેવાય નહીં.
, ,
, , , , PSI ,
સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org