________________
સભા કર્મબંધનો અંત તો આવે જ નહિ ને? મ.સા. ઃ આવે જ. અનંતા જીવો કર્મોનો અંત લાવી મોક્ષમાં પહોંચી ગયા. જે કારણે બંધ થાય છે તે કારણો દૂર કરો એટલે બંધ અટકે. રીવર્સમાં જાઓ એટલે જૂના તૂટવાના શરૂ થશે અને નવા બંધાવાના બંધ થશે. આત્મામાં સમજદારી છે. વળી આત્મા પાસે અનંત શક્તિ છે. જડની શક્તિ ઊતરતી છે. આત્મા કરતાં કર્મ બળવાન હોત તો કર્મનો ક્યારેય અંત ન આવત.
મ.સા. તમે કોણ? સભાઃ ચેતન.
મ.સા. : કર્મ? સભા ઃ જડ.
મ.સા. એટલે બન્ને જુદા? બન્નેની સર્જનની શક્તિ કેટલી? વિસર્જન કરવાની તાકાત કેટલી? આત્મા કર્મ કરતાં સબળો જ છે. પછી તમે નબળા બનો તો કર્મ ચડી બેસી શકે.
સભાઃ સ્થિતિનું શું? મ.સા. સ્કોપ(તક) ન મળે ત્યાં સુધી આઈડલ પડ્યું રહે અને સ્થિતિ પૂરી થતી હોય તો બિનઅસરકારક તરીકે ખરી શકે, અથવા પરિવર્તન થઈ શકતું હોય તો તે રીતે પરિવર્તન થઈ અસર બતાવી ખરી પડે. કર્મ જે રીતે બાંધ્યું હોય તે રીતે જ ઉદયમાં આવે તેવું નથી. દા.ત. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં પ્રભુવીરના આત્માએ દ્વારપાલના કાનમાં સીસું રેડાવી ભયંકર અશાતાવેદનીય કર્મ બાંધ્યું, પણ તે કર્મ ઉદયમાં ક્યારે આવ્યું? પ્રભુ વીરના સાધના કાળમાં. બંધ અને ઉદય વચ્ચે અસંખ્ય વર્ષોનો ગેપ(ગાળો) પડ્યો. હવે જે કર્મ બાંધ્યું હતું તે (કાનમાં પીડા થાય તેવું કર્મ) અમુક પોર્શનમાં વિભાગમાં) ગાઢ રસવાળું હતું. અમુક પોર્શનમાં મંદ રસ હતો. એટલે આ કર્મના ઉદયથી બીજી યોનિમાં પણ દુઃખો આવ્યાં, પણ તે કર્મનો પીક પીરીયડ (ખરો તબક્કો) ક્યાં આવ્યો? તો પ્રભુ વીરના ભવમાં. વચ્ચે દેવલોકના ભવ થયા, પણ ત્યાં આ કર્મને ઉદયમાં આવવાનો સ્કોપ નહોતો. એટલે આઈડલ પડ્યું રહ્યું.
સભા સંચાલન કેવી રીતે થાય? મ.સા. ? ઓટોમેટીક સંચાલન થાય છે. અત્યારનાં કોમ્યુટર જડ છે. ખાલી મેમરી(યાદશક્તિ) છે. વૈજ્ઞાનિકો અત્યારે બુદ્ધિશાળી કોમ્યુટર બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. જડમાં બનાવટી બુદ્ધિ ઊભી કરવામાં આપણા સિદ્ધાંતોને વાંધો નથી. વિજ્ઞાન કહે છે કોમ્યુટરની ચોથી-પાંચમી પેઢી આવશે ત્યારે ટેલેન્ટ સમજણવાળા કોમ્યુટર ઊભા કરી શકશું. છતાં આજે તેને પ્રોગ્રામો લખી આપો અને સેટ કરી આપો તો તે (સદ્ગતિ તમારા હાથમાં !) દો
' (૨૪)
મer
--
-
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org