________________
જ ન શકત. તમારી બધી ખામીઓ અકબંધ જળવાઇ રહેવામાં અજ્ઞાન કારણ છે. પાપ બંધાય છે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગથી. આ ચાર કારણોમાં પહેલું મિથ્યાત્વ મૂક્યું, કેમકે બધાં કારણોને દૃઢ કરનાર મિથ્યાત્વ છે. પછી બીજું કારણ અવિરતિ આવશે. વળી આ મિથ્યાત્વ-અવિરતિ છોડેલાને પણ કષાયો હેરાન કરે જ છે. મહાત્માઓએ બધું છોડ્યું પણ કષાયો હેરાન કરે છે. કષાયો નીકળે, વીતરાગ થાય, ત્યારે પણ મન-વચન-કાયાના યોગ છે. એટલે જડની પ્રવૃત્તિ ચાલુ છે. યોગ એટલે મન-વચન-કાયાનો વ્યાપાર. હાથ-પગ હલાવો તો કાયયોગ, મનને સક્રિય કરો તો મનોયોગ અને બોલો તો વચનયોગ. યોગ પ્રવૃત્યાત્મક છે. ચારેથી કર્મબંધ થાય છે. પરસ્પર પૂરક બનવાના સ્વભાવવાળા પણ છે. બંધના પ્રકાર પણ કારણ પ્રમાણે વહેંચી લીધા છે. તર્કબદ્ધ છે. તમને થાય છે કે અંદરની સૃષ્ટિનું કામ કેવું છે? આ પાપના પરિણામ-વૃત્તિઓથી ક્રમસર છોડાવવા તે દેશિવરતિનું કામ છે. એક ઝાટકે છોડવા હોય તો સર્વવિરનિ જોઇએ.
તમે બધા ધારો તો દ્રવ્યથી દેશવિરતિ આરામથી લઇ શકો અને પાળી શકો. સર્વવિરતિ સ્વીકારવાની બધાની તાકાત ન હોઇ શકે. જો કે ધારે તો તે પણ લઇ શકે, પણ દેશવિરતિમાં તો કોઇને પણ પ્રશ્ન ન થાય. કારણ કે ગૃહસ્થ જીવનનાં બધાં ધોરણો જાળવીને પણ મજેથી પાપોનો ત્યાગ કરી શકો તેમ છો. રાજા-મહારાજાઓ, ચક્રવર્તીઓ, જે છ ખંડના ધણી હતા, તે પણ મજેથી બાર વ્રત પાળી શકતા. ભરત ચક્રવર્તીને રાજપાટ, વૈભવ, સત્તા, સંપત્તિ, આરંભ, સમારંભ કેટલો? છતાં તે પાળી શકે, તો તમે ન પાળી શકો? પાળવામાં આચરણ રૂપે ૧ ટકો અને ૯૯ ટકા પાપથી છૂટવાનું. ત્યાગ ઓછામાં ઓછો પણ ઘણાં પાપોમાંથી છૂટકારો. જરૂરિયાતને કારણે ગૃહસ્થજીવનમાં અમુક પાપ કરવાં પડે છે, પણ દેશવિરતિમાં તેના સિવાયનાં પાપોની મર્યાદા આવી જાય છે. જરૂરી નથી તેવાં પાપોને માથે લઇને ફરવાની શું જરૂર છે? દ્રવ્યથી વિરતિનો ખ્યાલસિદ્ધાંત શું? દા.ત. દુનિયામાં ખાવા-પીવાની વસ્તુઓ પડી છે, પણ બધા સાથે આપણે લેવા-દેવા નથી. તે બધા પ્રત્યેનો રાગ-દ્વેષ માથે લઇને શું કામ ફરવાનું? કપડાં વગેરે પણ કેટલાં? તેમાં પણ પહેરવાનાં કેટલાં? તેમાં પણ જાતો અને ક્વોલીટી કેટલી? બધું ભોગવવાના છો? પણ મનમાં પડ્યું છે કે જે મળશે તે ચાલશે.
સભા ઃ પસંદગી ખુલ્લી છે.
મ.સા. : હા, તમારે વિરતિ દ્વારા પાપોનો બંધ ઓછો કરવો જ નથી. જ્યાંથી મળે ત્યાંથી લાભ લેવાનો, પણ ખબર નથી લાભ પાપનો મળ્યા કરે છે. બિનજરૂરી બધાં પાપો માથે લઇને ફરવું એવી મનની વૃત્તિ છે. આ પાંદડાને પણ દુનિયાભરના પાપબંધ લાગે છે. કેમકે તક મળે તો ભોગવવાની વૃત્તિ ચાલુ છે. આવા જીવો કરે કંઇ નહિ, પણ અવિરતિનાં પાપો લાગે છે. મનથી પણ પાપ બંધાય છે, અને તે ન બંધાતાં હોત તો પાપથી છૂટવાનું ઘણું સહેલું થઇ જાત. માત્ર કાયાથી જ પાપ બંધાતાં હોત તો પાપ ઓછાં થાત અને પાપમાંથી છૂટાત પણ જલદી. પણ મનની પાપ કરવાની અને પાપ સતિ તમારા હાથમાં !
(૧૦૪]
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org