________________
એમને એમ જ સદ્ગતિ નથી મળતી. આવાને પુણ્યપ્રકૃતિ બંધાય તેમાં નવાઇ શું ? અત્યારે કોઇ નાસ્તિક હોય, આત્મા પરલોક ન માનતો હોય પણ કપાયો મંદ હોય તો કહીએ આ જીવ સગતિમાં જશે.
ઘણાને મનમાં થાય છે કે ગતિ તો ઓચિંતી બંધાય. સારી પ્રવૃત્તિ કરતા હોઇશું ત્યારે ગતિ બંધાશે તો લોટરી લાગી જાય. પણ આ તમારો ભ્રમ છે. ગતિ તો મૃત્યુ સુધી ચોવીસે કલાક બંધાય છે. ઘણા માને છે કે દેરાસરમાં સદ્ગતિ બંધાય અને દુકાન/પેઢીમાં દુર્ગતિ બંધાય. પણ આ ગેરસમજ છે. કેમકે મંદકષાયવાળો જીવ ગમે ત્યાં જાય, સંસારના કોઇ પણ ભોગવિલાસની પ્રવૃત્તિ કરતો હોય, પણ હંમેશાં સદ્ગતિ જ બાંધતો હોય. પછી મંદકષાય ચાલ્યા જાય તો વાત જુદી છે. વિમલવાહનના દાખલામાં, તે વેપાર-ધંધે ગયો હોય, સોદા કરતો હોય, તે સાથે ધંધાના વિચાર તો ચાલતા જ હોય, છતાં ત્યારે પણ મંદકષાયને કારણે સદ્ગતિ જ બંધાયા કરતી હોય.
સભા : મંદકષાય એટલે આસક્તિ ન હોય?
મ.સા. : મંદકપાયવાળાને આસક્તિ હોય પણ આસક્તિ તીવ્ર નથી. આસક્તિ ન હોય અને અનાસક્ત હોય તો તો ભોગ ભોગવવાની જરૂર જ શું? યુગલિકોમાં અનાસક્તિ નથી. વળી તેઓને તમારા જેવી પળોજણ પણ નથી. સંતાનો પણ તમારી જેમ ઉપાધિઓથી મોટા કરવાની જરૂર નથી. સુંદર વાન, નીરોગી શરીર, કલ્પવૃક્ષ બધી ઇચ્છા પૂરે, કાયમ ક્રીડા કરતા હોય, ક્યાંક જલક્રીડા કરતા હોય તો ક્યાંક સંગીત સાંભળતા હોય, નૃત્યો જોતા હોય, કલ્પવૃક્ષ નીચે રમતા હોય; આમ સંસારના રંગરાગ-આસક્તિ બધું જ છે, પણ તે વખતે પણ સદ્ગતિ જ બાંધી રહ્યા છે; કારણકે કાર્યો મંદ છે. માટે તો સમજાવવું છે કે સદ્ગતિનું એક કારણ પણ પકડી લીધું એટલે સદ્ગતિનું રીઝર્વેશન થઇ જાય. તમારા માટે સલામતી હોય તેવી સ્કીમ (યોજના) બતાવું છું.
સભા : આયુષ્યનો બંધ પડી ગયો હોય તો?
મ.સા. ઃ તો એકવાર તે ભવમાં જવું પડશે, પણ પછી પણ ગતિ તો બંધાઇ રહી છે. દૃષ્ટાંત તરીકે-એક જીવે કૂતરાનું આયુષ્ય બાંધી દીધું હોય, પણ પછી સારાં કારણો હોય તો દેવગતિ બાંધી શકે. હવે કૂતરાના ભવનો સમયગાળો નાનો છે. પછી પેલું બધું કામ લાગશે જ. સદ્ગતિ ગમે ત્યારે બંધાય, આયુષ્ય બંધાયા પહેલાં બંધાય કે પછી પણ બંધાય, પણ સદ્ગતિના બંધમાં લાભ જ છે. સદ્ગતિનાં કારણો અનામત તરીકે ગોઠવાઇ ગયા પછી કામ પૂરું થઇ ગયું. પછી કોઇ ભય/ચિંતા નથી. ભગવાને તમને ત્રિશંકુની જેમ લટકતા નથી રાખ્યા.
સભા : સદ્ગતિનો બંધ કરનારને સંસારની બાબતમાં અલિપ્ત રહેવું પડે?
(૪૫):
Jain Educationa International
( સદ્ગતિ તમારા હાથમાં !
For Personal and Private Use Only
www.jainelibrary.org