________________
થઇ જાય ને? અશક્ય કહીને જ મને રદ કરી દો ને? કેમકે સ્વત્વબુદ્ધિ નથી. બાકી, ધારો તો પહેલું ગુણસ્થાનક અને સદ્ગતિ માટે દ્રવ્યવિરતિનું કારણ પણ પકડી શકો.
સદ્ગતિનું ચોથું કારણ -
(૪) શુભ ધ્યાન - સદ્ગતિનું ચોથું કારણ શુભ ધ્યાન છે. આપણે એનો નંબર પાંચમો લીધો છે. દુર્ગતિનું કારણ અશુભ ધ્યાન છે. ધ્યાનના ચાર પ્રકાર છે. તેમાં બે શુભ ધ્યાન અને બે અશુભ ધ્યાન છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન તે અશુભ ધ્યાન છે, દુર્ગતિમાં લઈ જનારાં છે. જ્યારે ધર્મધ્યાન અને શુક્લધ્યાન તે શુભ ધ્યાન છે. બંનેનાં ચોક્કસ કારણો બતાવેલાં છે. આ બે ધ્યાન આવે તો સદ્ગતિ માટે બાંહેધરી. તેવી રીતે આર્ત-રૌદ્રધ્યાન હોય તો ભયસ્થાન છે. માત્ર આર્તધ્યાન-રૌદ્રધ્યાનથી દુર્ગતિમાં જ જવાય તેવું નથી, પણ તે એક ભયસ્થાન જરૂર છે. ધ્યાન વિષય મોટો છે, પણ અત્યારે તો સદ્ગતિના કારણ તરીકે જ તે વિચારવાનો છે.
ચોવીસ કલાકમાં આપણો જીવ સતત ધ્યાનમાં હોતો નથી. કોઈ પણ આત્મા સતત ધ્યાનની ધારા-પ્રવૃત્તિમાં રહી શકતો નથી. ધ્યાનની ક્ષણો તો અલ્પ હોય છે, પણ ધ્યાન માટેની પૂર્વ-ઉત્તરભૂમિકામાં જ સમય વધારે જાય છે. ધ્યાન એ ચિત્તની અત્યંત એકાગ્રતા છે. તે માટેની શરત શું છે? તો કહ્યું, અત્યંત સ્થિર અધ્યવસાય. આપણું મન પ્રાયઃ કરીને ચોવીસ કલાક ચંચલ વધારે હોય છે. રખડતું વધારે છે? કે એક ઠેકાણે સ્થિર થઈ જાય છે? (૧)ચિંતા, (૨)ભાવના, (૩)અનુપ્રેક્ષા અને (૪)ધ્યાન આ ચાર ચિત્તદશા છે. ચિંતા એટલે એક પ્રકારનું ચિંતન, સંસારની ચિંતા નહિ. ઘણાને તે ચિંતન પણ નથી હોતું. ઘણા તો એમના મનમાં કયો વિચાર ક્યારે આવ્યો, તે તેમને જ ખબર ન હોય. ગમે ત્યારે ગમે તેવો ભાવ તમારા મનમાં પ્રવેશ પામી જાય. કોઈ નિયંત્રણ ખરું કે મનને મોકળું મેદાન આપ્યું છે? વળી તમે તો મનને કહ્યું છે કે તું જ્યાં રખડીશ, ત્યાં પાછળ પાછળ હું પણ આવીશ.
સભાઃ જવું જ પડે ને! મ.સા. ના, તેવો નિયમ નથી. મન કરતાં તમારી તાકાત વધારે છે.એટલે મન તમને ઘસડીને લઈ જઈ શકે તેમ નથી, પણ મનની સાથે રખડવું તમને પણ ગમે છે!
રઝળપાટવાળા જીવોને ધ્યાન ઓછું હોય છે. તમારા મનમાં આર્તધ્યાનની ચિંતા ભાવના હોય એટલે પૂર્વભૂમિકા હોય. પણ તમે એકાગ્ર થાઓ, વધારેમાં વધારે વૃત્તિને એક ઠેકાણે સ્થિર કરો, ત્યારે ધ્યાન આવતું હોય છે. ચિંતા-ભાવના પૂર્વભૂમિકા અને અનુપ્રેક્ષા ઉત્તરભૂમિકા છે. ધર્મધ્યાન માટે પહેલાં ધર્મનું ચિંતન અને પછી ભાવનામાં ગોઠવાવું જોઇએ. તે આત્મસાત્ થાય એટલે ધ્યાન આવે અને ધ્યાનમાં સતત ન રહી શકાય એટલે પછી ધર્મની અનુપ્રેક્ષા કરવી. જે મહાપુરુષો કાઉસ્સગ્ન ધ્યાને ઊભા હોય ત્યારે આ સાયકલમાં જ રમતા હોય.
(૮૩)
માં "
, , (સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org