________________
મુજબ આવવાનાં નથી. સાંજે શું થવાનું છે તે પણ ખબર ન હોય. આ સ્થિતિમાં વિચારવાનું કે બહારનાં નિમિત્તો ગમે ત્યારે, ગમે તે રીતે આવી શકે છે. તેને કેવી રીતે
સ્વીકારવાં અને કેવી રીતે મારે મારા ભાવો ટકાવવા તે જ મારે વિચારવાનું. જેમ જેમ નિમિત્તોને શુભમાં વધારે ફેરવતા જાઓ, તેમ તેમ સાધના વધે. જ્યારે ૧૦૦% શુભ ભાવોમાં પરિવર્તન કરાવશો ત્યારે સંપૂર્ણ શોભાયુક્ત શ્રેષ્ઠ શ્રાવક જીવન બને. હું જ્યારે આ કરી શકું ત્યારે જ મારું ચરિત્ર અણીશુદ્ધ/શોભાયુક્ત બને છે. ધર્મ તે જ શીખવે છે. તેને યોગ્ય શાસ્ત્ર/ભગવાનની આજ્ઞાચરિત્ર/ભાવનાઓનું શુભ વિચારોનું અવલંબન લો. આ કલાવાળાને કોઈ વ્યક્તિ માનસિક રીતે હેરાન નહીં કરી શકે. કદાચ કોઇ શારીરિક દુ:ખ આપી શકે, તે તો નાનો મચ્છર પણ કરી શકે છે. પણ અંદરમાં તો કોઈ કાંઇ ન કરી શકે. તે ધર્મનું એક જાતનું કવચ તૈયાર થઈ ગયું. સુરક્ષા કવચ(પ્રોટેક્શન સેલ) આવે, એટલે માનીએ જીવન આરાધી ગયા છે. પછી તો શુભ ધારા ચાલુ રહેશે. આ સાધના કરવા જેવી લાગે છે?
પાર્શ્વનાથ ભગવાનનું દષ્ટાંત - મરુભૂતિના ભવમાં પ્રભુનો પહેલો ભવ. તેની પહેલાંના ભવમાં ધર્મ કર્યો હોય તો પણ શાસે તેની નોંધ ન લીધી. કેમકે ત્યારે અધ્યાત્મ ન હતું. ઉત્થાનની શરૂઆત મરુભૂતિના ભવથી હતી. મભૂતિ સામે સગો મોટો ભાઈ કમઠ. એક જ માના પેટે બંનેએ અવતાર લીધેલો. વર્ષો સુધી સંબંધ. બંનેની પ્રકૃતિમાં તફાવત. મોટો અમુક આચારવિચારમાં બરાબર નથી. નાનામાં ગુણવત્તા છે. કમઠ મરુભૂતિની પત્ની સાથે આડો સંબંધ રાખે છે. મભૂતિ ખૂબ જ ગુણિયલ, દેશવિરતિધર શ્રાવક છે. તે ભાઇને ઘણું સમજાવે છે, પણ પેલો માનવા તૈયાર જ નથી. ઘરમાં કોઈ વડીલ હોય તો કહે. હવે કોઈ વડીલ છે જ નહીં. એટલે પછી આખરે કોઈ વિકલ્પ ન જણાતાં રાજા સાથેના સારા સંબંધો છે, એટલે રાજાને વાત કરી. પાછું ભાઈને સજા કરાવવાની ભાવના નથી. રાજાએ કમઠને દેશનિકાલ કરી દીધો. પછી તેને દુ:ખગર્ભિત વૈરાગ્ય થયો. દીક્ષા લીધી. સાધના કરી. એકવાર વિચરતાં વિચરતાં શહેરની નજીક આવ્યા છે. મરુભૂતિ વિચારે છે, આમ તો કમઠનો જ વાંક હતો, છતાં વગર કારણે સંતાપ/મનદુ:ખ ન રહે, વળી તેમણે સંયમ લીધો છે, અરુચિ નીકળી જાય, માટે સામે ચાલી મિચ્છામિ દુક્કડ આપવા ગયો છે. લાયકાતની દષ્ટિએ કેટલો ઊંચો. પેલો પગમાં પડી મિચ્છામિ દુક્કડું આપે છે. તે વખતે કમઠને થયું, આ ખરો લાગ છે. એટલે બાજુમાંથી પથ્થર ઉપાડી સીધો મરુભૂતિના માથા પર પટક્યો છે. નિમિત્ત કેવું છે? ભલભલાને ગુસ્સો આવી જાય. પણ કહે છે, આ વખતે મરુભૂતિએ મનના ભાવ બગાડ્યા ન હોત તો સારી ગતિ કલ્યાણ થાત. તીર્થકરનો આત્મા સામે ચાલી મિચ્છામિ દુક્કડ કરવા ગયો પણ સામે વ્યક્તિ લાયક ન હતી. માટે જ શાસ્ત્રમાં કહ્યું કે લાયક હોય તો જ યોગ્ય વ્યવહાર કરવો. હવે મરુભૂતિને છેલ્લે આવેશ આવ્યો કે મેં આટલી ઉદારતા દાખવી ને આણે આવું વર્તન કર્યું? બસ, ભાવોએ પલટો ખાધો. સમકિત, દેશવિરતિ ગયાં. આર્તધ્યાન આવ્યું. સીધી તિર્યંચગતિ બાંધી. હાથીના ભવમાં ગયા. આપણા મનમાં હોય છે કે આટલું બધું થાય તો તો આવો ભાવ થાય જ ને? આ (સદ્ગતિ તમારા હાથમાં! ,
૧૬૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org