________________
આયુષ્યબંધ તો ઉત્તરાર્ધમાં પડે, એટલે પ્રાયઃ યુદ્ધના મેદાનમાં જ બંધ પડે. ચેડામહારાજા રોજ એક જ બાણ છોડે, પણ તે સેનાપતિ પર જ છોડે. આ રીતે કોણિકના સગા દસ ભાઇઓ દસ દિવસમાં ખપી ગયા. કોણિક જાણે છે કે હું મોરચે ગયો તો હું પણ ખપી જવાનો. વળી કોણિકનું પણ પુણ્ય એવું કે સૌધર્મેન્દ્ર તેનો મિત્ર હતો. સેનાપતિઓ ખપ્યા એટલે કટોકટીમાં સૌધર્મેન્દ્રને યાદ કરવા સાધના કરે છે. સહાય તરીકે સૌધર્મેન્દ્ર, ધરણેન્દ્ર બન્ને આવ્યા છે. કોણિકે કહ્યું, ચેડારાજાને જ ખલાસ કરી દો. સૌધર્મેન્દ્ર કહે હું નહીં કરી શકું, કેમકે ચેડારાજા મારા સાધર્મિક છે, સમ્યગ્દષ્ટિ પરમભક્ત પરમશ્રાવક છે. માટે તેમનું મૃત્યુ મારા હાથે ન માંગ. કોણિક પૂછે છે તો શું કરવું? સૌધર્મેન્દ્ર કહે, તારું રક્ષણ કરું. કોણિક કહે છે, તો રક્ષણનો ઉપાય કરો. હું સેનાપતિ બનું અને મને મારે એવું ન બનવું જોઇએ. માટે ચેડારાજા તીર મારે ત્યારે ઇન્દ્ર વચ્ચે શિલા વિકુર્વે છે. એટલે કોણિકને પછી મોકળું મેદાન મળી જાય છે. છતાં ચેડારાજાને આવું થતું નથી કે મેં ક્યાં આ પ્રતિજ્ઞા લીધી! શુદ્ધ સમ્યગ્દષ્ટિ છે. તેઓ માટે દુર્ગતિનો કોઇ ચાન્સ નથી. જ્યારે આખું જીવન નીતિ ખાતર પ્રાણ આપનાર એવા ચક્રવર્તી, વાસુદેવો પણ મરી મરીને નરકે ગયા. માટે માત્ર નૈતિકતા એ સદ્ગતિનું કારણ નથી. અમારે તો સદ્ગતિનાં જે કારણો માંગ્યાં છે, તેમાંનું કોઇ જોઇએ.
(૨)મંદકષાય :- નીતિ પાળો એટલે મંદકષાય ન કહેવાય. વાસુદેવો, નીતિપૂર્વક જ બધું ભેગું કરે છે. એમણે પ્રમાણિકતાથી, નીતિ-ન્યાય માર્ગથી, સત્તાસંપત્તિ મેળવી હોય છે. ચક્રવર્તી છ ખંડ સાધે, પણ સંપૂર્ણ નીતિપૂર્વક. પણ તેને મંદકષાય ન કહેવાય. ત્રિપૃષ્ઠ વાસુદેવ માટે પૂ. હેમચંદ્રસૂરિ મહારાજ લખે છે કે આ વાસુદેવને, વાસુદેવ થયા એ પહેલાં પેલા પ્રતિવાસુદેવે કહેવડાવ્યું છે કે સિંહથી પ્રજાનું રક્ષણ ક૨વા ચોકી પહેરો કરવાનો છે. તે લશ્કર સાથે સિંહ પાસે જાય છે. સિંહ પણ બળવાન છે. વાસુદેવ સૈન્ય સાથે જાય છે. સિંહ એકલો છે. માટે વિચારે છે હું સૈન્ય સાથે જાઉં તો અનીતિ કહેવાય. માટે રથમાં બેસી જાય છે. પછી અવાજ કરીને સિંહને બહાર કાઢે છે. પણ વાસુદેવ વિચારે છે કે હું રથ પર અને એ નીચે. આ રીતે રથમાં બેસી લડવું પણ યોગ્ય નથી. માટે નીચે ઊતરી આગળ ગયા. સિંહ પાસે શત્રુ નથી એટલે પોતાનું શસ્ત્ર પણ નીચે મૂકે છે. પ્રાણના ભોગે પણ નીતિ નથી છોડતા. હજી વિચારે છે કે ક્ષત્રિયની નીતિ એ છે કે સામી વ્યક્તિ પ્રહાર ન કરે ત્યાં સુધી પ્રહાર નહીં કરવાનો. પણ આવા નીતિવાન ત્રિપૃષ્ઠ વાસુદેવ પણ મરીને ક્યાં ગયા? સાતમી નરકે. એટલે માત્ર નીતિન્યાય-સદાચાર તે મંદકષાય નથી. આટલી નીતિ પાળવાથી શુભ લેશ્યા આવતી નથી. માટે તો કહેવું છે કે સદ્ગતિનાં છ જ કારણો છે. તે સિવાયનું કોઇ પણ કારણ તમે તમારી કપોલ કલ્પનાથી વિચાર્યું હશે તો તે ખોટું છે. હા, તમારામાં ગુણો હોય તો સદ્ગતિનાં કારણોમાં પ્રવેશ કરી શકો, પણ સદ્ગતિના કારણનું સેવન તો કરવું જ પડે. બાકી થોડા પરોપકાર/દયા/માનવતાનીતિથી સદ્ગતિ મળવાની નથી. હા, તે બધા દ્વારા પુણ્ય બંધાશે, પણ પુણ્ય તો દુર્ગતિમાં પણ ભોગવી શકાય છે ને? દાખલા સદ્ગતિ તમારાં હાથમાં!
આન (૫૨)
Jain Educationa International
For Personal and Private Use Only.
www.jainelibrary.org