________________
મ.સા. કષ કેમ છે? ના ખવાય એટલે દ્વેષ ના કરાય. ભગવાને ખાવાની ના પાડી, પણ દ્વેષ કરવાનું નથી કહ્યું. તેમાં હિંસા છે માટે ન ખવાય, પણ એનો સ્વાદ નથી સારો માટે ન ખવાય એવું નથી. કંદમૂળ કેટલાંક સ્વાદિષ્ટ પણ છે, કેટલાંક સ્વાદિષ્ટ નથી, પણ હિંસા છે માટે બધાં ન ખવાય. માંસ/માછલી પર દુર્ગધને કારણે દ્વેષ હોય તો અશુભ ભાવ છે. માટે પાપબંધ ચાલુ. હિંસાને કારણે ષ હોય તો શુભ ભાવ છે માટે પુણ્યબંધ થાય.
સભા : બંને હોય તો? મ.સા. પુણ્ય-પાપ બંને.
સભા ઃ ભગવાને કંદમૂળની મનાઈ કરી છે માટે કંદમૂળ પ્રત્યે નફરત હોય તો? મ.સા. ઃ ભગવાને કંદમૂળની મનાઈ કેમ કરી? હિંસા છે માટે જ ને? જે કારણે મનાઈ કરી છે તે કારણ પર નફરત છે? ઘણા સ્વયંસેવકો દારૂને ભયંકર માની દારૂ પ્રત્યે વિરોધ-જેહાદ જગાવે છે. કેમકે તેમને થાય કે દારૂના વ્યસનમાં જ કુટુંબ/પરિવાર વગેરે બરબાદ થઈ જાય છે. સામાજિક/આર્થિક કૌટુંબિક દૃષ્ટિએ પણ નુકસાન માટે દારૂ કાઢવા જેવું વ્યસન છે. ઘણા સ્વયંસેવકો કોઈ દારૂ પીએ છે તેવી ખબર પડેતો તેને બોલાવી ૫૦૦ રૂપિયા આપી ઈચ્છાપૂર્તિ કરી દારૂની લત છોડાવવા પ્રયત્ન કરે, પણ ભાવ શું? દારૂ સામાજિક/આર્થિક ભૌતિક નુકસાન કરે છે, માટે વિરોધ કરે છે, કે હિંસા છે માટે વિરોધ કરે છે? તે રીતે દારૂનો વિરોધ-દ્વેષ હોય તો પુણ્ય ન બંધાય, પાપ બંધાય. ધુમ્રપાન નુકસાનકારક છે, માટે હાનિકારક છે, માટે રોગો ન થાય માટે જ વિરોધ છે, પણ હિંસા-પાપ-અધર્મના કારણે વિરોધ નથી; આરોગ્ય ખાતર વ્યસનથી દૂર રહે છે, તો તેનાથી પુણ્ય બંધાશે? ત્યાં બીડી પ્રત્યેનો દ્વેષ, હિંસા અધર્મ છે માટે નથી, તેથી તે ‘ષથી પાપ બંધાશે. આરોગ્યને હાનિકારક વસ્તુ પર દ્વેષ થશે તો પાપબંધ અને આરોગ્યને હિતકારી વસ્તુ પર રાગ થશે તો પણ પાપબંધ થશે.
સભા ઃ ભગવાને વ્યસનની ના જ પાડી છે ને? મ.સા. ઃ હા, પણ કારણ શું? દારૂ વગેરેમાં મહાહિંસા છે માટે.
સભા ઃ બીડી/સિગારેટમાં ક્યાં હિંસા છે? મ.સા. ? બીડી પીવાથી વાયુકાયના/અગ્નિકાયના જીવોની હિંસા કેટલી?
સભા ઃ છ કાયના જીવોની હિંસાને અમે હિંસા ગણતા નથી. મ.સા. પણ ભગવાને તો તેમાં હિંસા માની છે.
સભા અમે માનીએ છીએ, ગણતા નથી, (સદ્ગતિ તમારા હાથમાં !) અને
ના ( ૧૧૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org