________________
મ.સા.: ઊંચા દેવલોકના દેવતાઓ આખી જિંદગી શુભ લેશ્યામાં રહે છે, માટે મરીમરીને સદ્ગતિમાં જ જાય. નવ રૈવેયકમાં અભવ્યનો જીવ પણ હોય. તેઓ ત્યાં અહમ્ ઇન્દ્ર જેવા. કોઇ માલિક-સત્તાધીશ નહીં. ઇન્દ્ર કરતાં પણ સિદ્ધિ રિદ્ધિ વૈભવ વધારે. ઉપર જઇએ તેમ વિમાનની સંખ્યા ઓછી થતી જાય અને એક જ વિમાનમાં ઘણા દેવતા હોય. વળી બધાનાં આયુષ્ય સાગરોપમનાં હોય, પણ જમ્યા પછી આ દેવતા પાડોશી દેવતા શું કરે છે, એની પાસે કેટલી સિદ્ધિ/રિદ્ધિ વૈભવ છે, તે વિચારે પણ નહીં. બધા એક વિમાનમાં રહે છે. તમારે તો પડોશી પોતાના ઘરે રહે છે, છતાં તેની પાસે કેવા પ્રકારની મિલકત છે તેની, તેના જવા આવવાની બધી ખબર રાખો છો ને? વળી આ બધા ચોવીસ કલાક નવરા છે. તમારે તો કામ પણ હોય, છતાં તમારી જેમ પડોશી પાસે જવાનો, ખબરઅંતર પૂછવાનો, કે એ કેટલામાં છે તે તપાસી આવીએ, એવા વિચારો પણ ન આવે. પારકી પંચાતમાં રસ જ નથી.
સભા તેઓ શું કરે? મ.સા. મળ્યું તે ભોગવે છે. તમે મળ્યું તે ભોગવો છો કે બીજાની તપાસ કર્યા કરો છો? તમે નવરા હો તો કેટલા વિચાર આવે? એક કલાક પણ ચેન છે? અંદરથી સળવળાટ ચાલુ ને? હવે ત્યાંના દેવતાની આવી પ્રકૃતિ હોય તો પછી શક્તિ કેટલી? અવધિજ્ઞાનથી અહીં તમને જોઈ શકે છે. આખી દુનિયા શું કરે છે તે જાણવાની, સમજવાની અને તેમાં પલટો લાવવો હોય તો તે પણ લાવી શકે તેવી શક્તિ છે. તમે તમારા ઘરમાં પણ પલટો લાવી શકો ખરા?
સભા આ કાળમાં શુભ લેશ્યાવાળા જીવો ખરા? મ.સા. ૪ હોય.
સભાઃ ત્રણમાં આ કારણ ઠીક લાગે છે. મ.સા. તો સારું. તમને ઠીક લાગે એને પકડો. તેના માટે તો આ વર્ણન કરું છું. તમારે શુભ લેશ્યા કેળવવી હોય તો આ અશુભ વૃત્તિઓનો જીવનમાંથી નિકાલ કરી નાંખો. તેમાંથી મળતું કાંઈ નથી પણ કોઈવાર તો આવી વૃત્તિઓથી આબરૂ ગુમાવો છો, લોકપ્રિયતા ગુમાવો છો, કોઇકને તમારા પર અણગમો અભાવ થાય છે. આ વૃત્તિઓ કાઢશો તો આ ભવમાં પણ લાભ થશે જ. આ વિકલ્પ પસંદ કરવા જેવો છે. એકવાર શુભ લેશ્યા કેળવી પછી સ્વપ્નમાં પણ સારી ગતિ જ બંધાશે.
સભા : તીવ્ર કષાયવાળાને શુભ લેયા હોય? મ.સા. હોય.
સભા ઃ દાખલો?
1 ગતિ તમારા હાથમાં !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org