________________
સુધી અધ્યાત્મનું લેવલ નક્કી ન કરાય. વર્તનમાં કોઈ દયાળુ, સહિષ્ણુ વગેરે હોય તો તેને આધ્યાત્મિક તરીકે નિશાની અપાય છે, જે ખોટું છે. આધ્યાત્મિકતા નક્કી કરવા મનનું અવલોકન કરવાનું. આત્મા અને જડ માટેનો તેનો મત કેવો છે? તે જડથી કેટલો કંટાળેલો છે? અધ્યાત્મનો અર્થ જ આ છે. અધ્યાત્મ =અધિ + આત્મા, અર્થાત્ જેનું આત્મા તરફ વલણ-રસ છે, તેવા જીવો જ અધ્યાત્મમાં આવે. એ રસ કેળવવા જડ એવા સંસાર તરફથી મોં ફેરવવું જોઇએ. માટે સાચા વૈરાગ્યથી જ અધ્યાત્મના દરવાજા ખૂલી શકે છે. માટે પૂર્વગ્રહથી રહિત, આત્મરસિક જીવને સંસારજડ પદાર્થો નિરસ લાગે છે, સુખનું દર્શન આત્મામાં થાય છે. તેવું જેનું માનસ તે આધ્યાત્મિક માનસ.
સભા તે વ્યકિત પૌગલિક પ્રવૃત્તિ કરે ખરી? મ.સાઃ હા, પૌગલિક પ્રવૃત્તિ તો અમે પણ કરીએ છીએ. ઘરબાર-સંસાર છોડ્યો પણ શરીર તો સાથે જ લઇને આવ્યા છીએ. ખાઇએ-પીએ છીએ. જ્યાં સુધી જડ સાથે સંયોગ છે ત્યાં સુધી જડને અનુરૂપ પ્રવૃત્તિઓ તો રહેવાની જ. પણ અમે પ્રાથમિક જરૂરિયાતો રાખી છે, જ્યારે તમે મોજશોખની જરૂરિયાતો પણ રાખી છે. માટે તમારો ભૌતિકતાનો વ્યાપ ઘણો છે.
સભા અધ્યાત્મ માટે આત્માનું સુખ શ્રદ્ધાથી દેખાવું જોઈએ? મ.સા. ના, આત્માના સુખનું દર્શન, માત્ર શ્રદ્ધાથી નહિ પણ અનુભૂતિના લેવલનું હોવું જોઇએ. શ્રદ્ધા વસ્તુ ખોટી નથી. હું તમારી શ્રદ્ધા તોડવા માંગતો નથી, પણ ફક્ત શ્રદ્ધા/વિશ્વાસ હશે અને અનુભૂતિ જુદી હશે, તો અંદરમાં વિરોધાભાસ થશે. તમે મનને કાંઈક કહેશો અને મન બીજું જ અનુભવશે, એટલે સંઘર્ષ રહેશે. દા.ત. હું તમને કહું કરિયાતું ગળ્યું છે. હવે તમને મારા પર શ્રદ્ધા હોય અને માની લો, તો પણ અંદર અનુભવ જુદો જ છે, એટલે હંમેશાં સંઘર્ષ રહેશે જ. જીવનમાં ઘણીવાર કોઈ કહે આ આમ જ છે, તો વડીલ વગેરે પ્રત્યે સભાવ હોય તો વાત સ્વીકારી લે, પણ અંદરથી તો સંઘર્ષ જ રહેવાનો. વ્યક્તિના વિશ્વાસથી વાત માને છે, પણ અનુભવ જુદો થવાને કારણે અંદરમાં સંઘર્ષ થયા કરે.
સભા : અશ્રદ્ધા થશે? મ.સા. ના, વાત જ ન માનો તો તે અશ્રદ્ધા. અત્યારે હું કહું એરકંડીશનમાં સુખ નથી, પાપ છે. હું કહું એટલે તમે માનો તો ખરા, પણ અનુભવ તો ઊંધો જ રહેવાનો ને? ધર્મના ક્ષેત્રમાં જે જીવો શ્રદ્ધાથી આવે છે, તેમાંના ૯૯ ટકામાં તો આ રીતે વિરોધાભાસ રહે જ છે. પરોક્ષની વાત તો કદાચ માનશો પણ પ્રત્યક્ષ સાથે તો અનુભવનો સંઘર્ષ જ થશે. દા.ત. હું કહું કે ઉપવાસમાં સુખ એટલે પરોક્ષ માનો, પણ ઉપવાસ કરો ત્યારે પ્રત્યક્ષ સુખ નહિ જ થાય. હું સામાયિકના સુખની વાત-વર્ણન કરું, ત્યારે શાસ્ત્ર (સદ્ગતિ તમારા હાથમાં !) પણ હતી
૬૬)
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org