________________
સામ્રાજયનો ધણી હોવા છતાં શ્રાવક જીવનનાં વ્રતો પાળનારો હતો. પર્વ દિવસે તો પૌષધ લે જ. કોઈવાર દિવસે ન લેવાય તો છેવટે રાત્રે પણ લે. આચાર્ય ભગવંત સાથે ધર્મચર્ચા કરી શકે તેવો વિદ્વાન શ્રાવક છે. માટે ધર્માચાર્ય પણ ખાસ તેની પૌષધશાળામાં રાતવાસો રોકાઈ ધર્મબોધ કરાવવા જાય છે. પહેલાંના જમાનામાં રાજા કોણ થઈ શકે? રાજવંશી પુરુષ, બોતેર કલા ભણેલા. આવા પ્રજ્ઞાસંપન્નને ધર્મ આપી પ્રબોધ કરે તો તે કેવા આચાર્ય હશે? તે પણ વિનયરત્નને ઓળખવામાં થાપ ખાઈ ગયા. જો કે અહીં પારખશક્તિ પૂરી હતી, પણ પેલો અભિનય કરવામાં એવો એક્કો હતો કે તે દ્વારા આચાર્યને પણ આંખમાં ધૂળ નાંખી. આચાર્ય ભગવંત પ્રયત્નની દૃષ્ટિએ નિર્દોષ, છતાં ભૂલ થઈ તો કેવો ભોગ આપવો પડ્યો છે! જે છરીથી રાજાનું માથું કપાયું તે જ છરીથી પોતાનું ગળું કાપી મરી જવું પડ્યું. આચાર્ય ભગવંતે વિચાર્યું કે હું જીવતો નીકળીશ તો લોકમાં થશે, આચાર્યએ જ વિરોધી દુશ્મનો સાથે ભળી રાજાને દગો આપ્યો છે. તેથી શાસનની અપભ્રાજના થશે. માટે એક જ વિકલ્પ છે કે મારે પણ રાજા સાથે પરલોકમાં જવું અને તેમાં જ શાસનની શાન છે. આચાર્ય ભગવંત જીવ્યા હોત તો કેટલો ઉપકાર કરી શકત! પણ આવા પ્રભાવક આચાર્ય માટે પણ શું સ્થિતિ આવી? કોઈ વિકલ્પ જ ન હતો. કાં તો નાશ કાં તો શાસનની અપભ્રાજના. આચાર્ય ભગવંતે સમાધિપૂર્વક કાળ કરવા, જે કરી હતી તે પોતાના ગળે ફેરવી. પોતે સમજતા હતા કે જીવીશ તો શાસન પર કેટલા ઉપકાર થશે, મરીશ તો કેટલી ખોટ જશે, માટે આપણે હવે શું કરીએ? તેવું ન વિચારાય. થાપ ખાધી એટલે ફળ ભોગવો. બીજો વિકલ્પ છે જ નહીં. આવું માનસ હશે તો અડધો આવેશ તો ત્યાં જ શમી જશે. આ આવશે તો અંદરથી મન કહેશે કે દુનિયા કાંઇ ન આપી શકે તે ધર્મ આપી શકે છે. ધર્મનું પ્રત્યક્ષ ફળ તમે અનુભવી શકશો. જો નિમિત્તને સુધારવાની કળા હસ્તગત કરો તો પછી તો થાય કે જગતમાં ધર્મનો છેડો તો મૂકવા જેવો જ નથી. ક્ષદ્ર ભાવોને જન્માવનાર નિમિત્તોથી સાવધાન થઇ જશો તો પછી વિકસેંદ્રિયનો ગતિબંધ થશે જ નહીં. આવા ગતિબંધના નિવારણ માટે ક્ષદ્રતાને મૂકવા જેવી છે.
સભા ઃ આપણે આપણો ભૂતકાળ ભૂલી ગયા મ.સા. : ભૂતકાળ ભૂલી જવાના સ્વભાવે જ જીવનમાં અડધો ડખો ઊભો કર્યો છે. ભૂતકાળમાંથી બોધપાઠ લેતા હોત તો ઘણી ભૂલો અટકી જાત. સુખ આવે તો ખુશ, દુઃખમાં રડી લે. માના પેટમાં કેવા રહ્યા તે યાદ છે?
સભા તે વખતે સહનશક્તિ તો હતી જ ને? મ.સા. એ તો અત્યારે એ રીતે એક કલાક રાખીએ તો ખબર પડે કે સહનશક્તિ કેટલી છે? તે વખતે તો છૂટકો જ ન હતો. તમારું પુણ્ય હશે તો તમારા જન્મ પર બીજા હસ્યા હશે, પણ તમે તો રડતા જ હતા ને? બોલવામાં બહાદૂર બનશું તે નહીં ચાલે. વાસ્તવિકતાનો વિચાર પણ કરવો જ પડશે. તે વિચાર નહીં કરો તો ગતિબંધ તો અટકી (સદ્ગતિ તમારા હાથમાં !)
, . (૧૬)
કે
જન
ના કાકા
અને
કાકા
-
=
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org