________________
સ્વાભાવિક છે એમ થાય. પણ કર્મસત્તા પાસે આવું સ્વાભાવિક(બટ નેચરલ) ન ચાલે. હા, સ્વાભાવિક ભૂલી જવાનું. કર્મસત્તા તે નહીં સમજે. મરુભૂતિના સંયોગોમાં આવો ભાવ આવે તે સ્વાભાવિક હતું, પણ કર્મસત્તાએ સંયોગોની નોંધ ન લીધી. માટે કહેવું છે કે તમે જો કંટ્રોલ ગુમાવો અને અશુભ ભાવો કરો તો કર્મ કશી શરમ નથી રાખતું.
· સભા ઃ આવા સમયે મરુભૂતિએ શું વિચારવું જોઇતું હતું?
મ.સા. વિચારે કે મારી ભૂલ કે સામાની લાયકાત જોયા વિના હું મિચ્છામિ દુક્કડં આપવા આવ્યો. વળી ભૂતકાળમાં પણ મેં કર્મ બાંધ્યાં એટલે સગો ભાઇ આવું કરે છે. ગમે તેની સાથે યોગ્ય વ્યવહાર પણ નહીં કરવાનો.
સભા ઃ સામેથી મિચ્છામિ દુક્કડં નહીં કરવાનું?
મ.સા. ઃ લાયક જીવ હોય તો સામેથી જાય. પણ લાગે કે સામેથી જવામાં અનર્થ છે, તો ઘરના ખૂણામાં બેસી મિચ્છામિ દુક્કડં આપે, પણ સામે ન જાય. ભલે તમારે કોઇને નુકસાન ન કરવું હોય, પણ તમારે જાતે તો સારી રીતે આરાધના કરવી છે ને? મનુષ્યભવમાં એકવાર તો દુર્ગતિમાં જવું પડે તેવું કર્મ બાંધ્યું ને? આણે તો પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું હતું, એટલે ઊંચો આવશે. બાકી હાથીના ભવમાં શું પાપ ન થાય? હાથીની વૃત્તિઓ કેવી? હાથી નરબચ્ચું જન્મે તો બાપ જ સગા દીકરાને મારી નાખે. કેમકે હાથીને થાય કે આ મોટો થશે તો મારો સમોવડયો થશે. હાથણીને જીવવા દે. આ ભવમાંથી બહાર નીકળવું હોય તો? તેથી જ ગમે તેવાં નિમિત્તો આવે તો પણ ધર્મ તો એ જ કહે છે કે, તમારે આવાં નિમિત્તોમાં પણ શુભ ભાવને તો ટકાવી જ રાખવાનો. ન ટકાવો તો અધર્મમાં જઇ રહ્યા છો. તેનું ફળ પણ તમારે જ ભોગવવું પડશે. આનું ફળ તો મરુભૂતિને ભોગવવું પડ્યું ને? કેટલો ગુણવાન, તીર્થંકરનો આત્મા, સમકિતી, દેશવિરતિધર પણ દુર્ગતિમાં ગયો. માટે નિમિત્તોની અસર લેવીન લેવી તે બાબતમાં સાવધાન થવું જ પડશે. મરુભૂતિ કરતાં તો બધાં નિમિત્તો આપણા જીવનમાં હળવાં જ આવે ને? ધારો તો મજેથી શુભભાવ ટકાવી શકો. મારે તો તમને ગોખાવી દેવું છે કે નિમિત્તોની શુભ અસર લઇને જ ધર્મની સાધના થઇ શકે.
તમારી આજુબાજુ હરેક જીવની લાયકાત ગુણવત્તા ઓળખો. ગુણીયલ જોઇ સદ્ભાવ કરવાનો છે. સાથે અધિકગુણીમાં અલ્પગુણીનું ભાન તે મિથ્યાત્વ, તેવી જ રીતે અલ્પગુણીમાં અધિકગુણીનું ભાન તે પણ મિથ્યાત્વ. જે પોતે ગુણીયલને ગુણહીન માને છે તે પોતે જ સમકિતરહિત છે. માટે જીવો જેવા હોય તે પ્રમાણે તેમના પ્રત્યે દયા, ભક્તિ, પ્રમોદ, બહુમાન રાખવાનાં છે. આ વસ્તુ ધર્મ કરનાર ધર્માત્મા માટે આવશ્યક છે. જેટલા ગુણ/ગુણીને ઓળખશો, એટલો ઉચિત વ્યવહાર કરી શકશો. આચાર્ય ભગવંતે વિનયરત્નને ઓળખવામાં થાપ ખાધી તો મરવાનું આવ્યું ને? કેમકે પછી એક જ ઉપાય હતો. કં તો પ્રાણને હોમવા અથવા શાસનની હીલના. ઉદયન રાજા વિશાળ
(૧૬૫)
સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org