________________
કર્મોના બંધ કેવી રીતે થાય, તે માટેનું લોજીક(તક) આપ્યું. કર્મ આઠ પ્રકારનાં. ગોત્રકર્મના પ્રભાવથી રૂપ-સંપત્તિ-બલ-તપ વગેરે મળે. આ બધા માટે અહંકારના ભાવ કર્યા હોય તો હલકું મળે, અર્થાત્ નીચગોત્ર બંધાય; પણ સદુપયોગ કરો તો ઉચ્ચ ગોત્ર બંધાય. આવો કર્મવાદ પણ દુનિયાના કોઈ ધર્મમાં નહીં મળે. બધા ધર્મોવાળા કહેશે, સારું મળે તે સત્કાર્યથી અને ખરાબ મળે તે દુષ્કૃત્યોથી. આવું બાંધે ભારે કહેનારાં શાસ્ત્રો મળશે. ત્યારે જૈનશાસન તો કહેશે કે વિશેષ પ્રકારના શાતાવેદનીય કર્મનો ઉદય, સારાં વસ્ત્રોની પ્રાપ્તિ માટે કારણ. એટલે સ્પેશ્યલ સ્પેસીફીક કર્મનો ઉદય માન્યો. વળી માત્ર કર્મનું જ વર્ણન નહીં પણ તેનો બંધ શેનાથી થાય તેનું પણ વર્ણન જેન કર્મવાદમાં મળશે, જેમ સારો મેપ(નક્શો) હોય તો ઘરે બેઠા બેઠા જગાનો ક્યાસ કાઢી શકો તેમ. શર્ટમાં બટન સારું, આંગળી સારી મળી, તો પણ તે માટેનું ફીક્સ કર્મ. તેના બંધનાં પણ કારણ. આટલું વિશ્લેષણ તમારી કલ્પનામાં છે? આ ભણી જાઓ તો થાય કે ભગવાન ખરેખર સર્વજ્ઞ હતા. બીજી વ્યક્તિ કર્મના ભેદ બતાવી શકે, પણ આંતરિક ભાવ તો જ્ઞાનથી જ ઓળખાય છે. દુનિયાના જીવમાત્રના આંતરિક ભાવોને પ્રભુ નક્કી જાણતા હશે, માટે જ આવું વિશ્લેષણ (એનાલીસીસ) કરી શક્યા છે ને? ચડતીપડતીમાં બધા જીવોના ભાવો, તેનું કન્ટીન્યુએશન(સાતત્ય) પણ બતાવ્યું છે. તમે આંતરિક ભાવોની દુનિયા ઓછી સમજ્યા હો માટે આ અવલોકન) પણ ન કરી શકો.
ક્યા અવસરે કયા જીવને કેવા ભાવો થશે, તે પણ કહ્યું છે. વળી આ બધું લખનાર મહાપુરુષો આજીવન અણીશુદ્ધ જીવન જીવ્યા હોય, પાપ કશું જ ન કર્યું હોય, છતાં પાપબંધના ભાવો જાણી શકે. પવિત્ર મહાત્માઓ દુનિયાના જીવોના પાપોનું રજેરજ વર્ણન કરી શકે. પ્રત્યેક શ્રાવક ધારે તો કર્મવાદ ભણી શકે છે. ભણશે તો પોતાને જ દિશા સૂઝી જશે કે શું કરું તો ભારે કર્મોથી બચી શકું. બાકી તો અત્યંત અંધારામાં અટવાવા જેવી સ્થિતિ આવે છે. દુનિયાના કેટલા ઓછા જીવોને આવો કર્મવાદ વારસામાં મળ્યો છે? અને તમને મળ્યો છે તો શું કામ ભણતા નથી?
ક્ષુદ્રતાનાં દૃષ્ટાંત કેટલાં પણ આપી શકાય. ઘણી સ્ત્રીઓ શરીર પર નાનો પણ તલ વગેરે હોય તો થાય કે કોઈ જોઇ ન જાય, માટે ત્યાં સાડી વગેરેનો છેડો રાખે. ઘણા, મારા માટે બીજા શું માને? એ જ વિચાર્યા કરે. ઘણાને તો હરેક બાબતમાં બીજાનો જ વિચાર, એટલે પોતાને સારું લાગે તે કરી જ ન શકે. રસ્તે ચાલતા માણસના અભિપ્રાયની પણ એમને મન કિંમત હોય.
સભા પોતાનાથી નીચી કક્ષા જુએ તો બચી જવાય. મ.સા. શુભ ભાવો કરવા માટે તો હજારો આલંબનો છે. દુઃખ આવે ત્યારે વિચારે મેં બાંધેલાં કર્મોનો જ આ વિપાક છે. વળી વિચારે કે મારા કરતાં બીજાના કર્મના વિપાક ઘણા છે. વળી આવો સંતાપ કરવાથી દુઃખ થોડું જતું રહેશે? શુભ ભાવો કરો એટલે આવેગો શાંત થાય. નિમિત્તોને શુભ રીતે વળાંક આપો તેવી ઇચ્છા છે? ધર્મની સાધના જ આ છે. દુનિયાને કાબૂમાં રાખવી તમારા હાથમાં નથી. નિમિત્તો મારી/તમારી મરજી ૧૬૩). કરી ( સદ્ગતિ તમારાં હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org