________________
કોઇનું થૂંક અડે તો પણ અકળામણ થાય, જ્યારે અહીં આખા ગામનો એંઠવાડ ટેસ્ટથી ખાય છે. એટલું જ નહીં તેને મેળવવા ઝપાઝપી કરે અને મળ્યા પછી તન્મય થઇ ભોગવ્યા કરે છે. કણિયા ખાતર પ્રસંગે જાન આપી દે છે. એકદમ ક્ષુદ્ર ભવો, ક્ષુદ્ર અવસ્થા. અહીં જીવ કેમ જાય છે? તેમાં કા૨ણ જીવના ક્ષુદ્ર મનોભાવો. હિંસા, આસક્તિપૂર્વક પાપ કરે તો જ દુર્ગતિ બંધાય, આ સર્વસામાન્ય કારણ છે. પણ આસક્તિપૂર્વકના પાપના પરિણામોમાં અહીં ક્ષુદ્રતાની પ્રધાનતા છે. ક્ષુદ્ર એટલે કચરા જેવો જેનો સ્વભાવ, વાતવાતમાં વાંકું પડે, ઓછું આવે, દ્વિધા થાય, ચાર જણમાં ન બોલાવે તો વાંકું પડી જાય. ઘણાનો સ્વભાવ એવો હોય કે બીજાની મશ્કરી કરતાં તેને કાંઇ ન થાય, પણ કોઇ એની મશ્કરી કરશે તો ઝાળ લાગે. ઉગ્રતાના ભાવ ન હોય પણ નાની નાની કોટિના સંક્લેશ આવે. ઘડીકમાં મતભેદ/અબોલા/રકઝક થઇ જાય. સહેજ માન મળે તો લેવાઇ જાય. અસહિષ્ણુતા એટલી કે પોતાની કેટેગરીનો દોષ બીજામાં હોય તો પણ સહન ન થાય. પ્રકૃતિના બધા ક્ષુદ્ર ભાવો છે, પણ તીવ્ર રાગ કે દ્વેષના ભાવ નથી.
સભા ઃ આવું કર્મને કા૨ણે જ થાય ને?
મ.સા. : ખાલી કર્મના કારણે નથી બનતું, પણ આંતરિક ભાવો કેવા કરવા તેમાં તમારી મરજીનો સ્કોપ છે, પ્રયત્ન માટે જગા છે; પણ ખરાબ સંસ્કારો જ ભવોભવ પાડ્યા. જે રૂઢ કર્યું તે આપણે જ કર્યું ને? સ્વભાવમાં જે કાંઇ ખામીઓ/ખૂબીઓ છે તેનું સર્જન તો આપણું જ છે. બીજા તો નિમિત્ત બનવાના. તમારા મનના ભાવ કરવા, ન કરવા, કેવા કરવા, તે બધું તમારા હાથમાં જ છે. તીર્થંકરો જેવા આપણા મનના ભાવ પલટાવવામાં નિમિત્ત બની શકે, પણ તેઓ મનના ભાવોને પલટી ન શકે. એની ચાવી બીજો કોઇ જ ન લઇ શકે અને તે જો થઇ શકતું હોત તો સંસારમાં મહાપુરુષોએ કેટલાયને સારા બનાવી સદ્ગતિમાં મોકલી આપ્યા હોત. પણ માત્ર કર્મના નામથી છટકી શકો તેમ નથી. તમારા ભૂતકાળના-વર્તમાનના ભવોમાં તમારો હિસ્સો જ છે, તેનું જ આ પરિણામ છે. માટે આવા પોઇન્ટસ પકડી બીજાને જવાબદાર બનાવવાનો વિકલ્પ જ ન કરવો. તે દિશા જ નુકસાનકારક વાસ્તવિક્તાથી દૂર છે. માટે ખામીઓ વગેરે દૂર ન થાય તો તે મારી જ ભૂલ(ડ્રોબેક) છે, હું મારો સ્વભાવ બદલી શકું તેમ છું, તેમ વિચારી તે માટે પ્રગતિ કરવાનો નિર્ણય કરો અને આવાં દૃષ્ટાંતો પણ છે. જેઓ સાધના કરી મોક્ષમાં ગયા તે બધાએ પોતાનો સ્વભાવ બદલ્યો જ છે અને તેમાં જ ખરી સાધના છે. આ જ ધર્મસાધનાનું કેન્દ્રબિંદુ છે.
આ ભાવો આપણે કરીએ છીએ, માટે તેનાં જે પરિણામો આવે છે તેમાં જવાબદારી આપણી જ રહે છે. ઘણા કહે છે કે કર્મો એવાં છે કે આવા ભાવ થાય છે. આવું આશ્વાસન ન લો. વિચારો, કર્મની નહીં મારી જ ભૂલ છે. વળી બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિંદ્રિયના ભવો એવા જ છે કે ત્યાં જાઓ પછી પાછી ક્ષુદ્રતા જ આવે. દુર્ગતિ જ એવી છે કે દુર્ગતિનું કારણ બને છે. બાકી તો દુર્ગતિના ફાંસલામાં ફસાયા પછી સમય પૂરો થાય
(૧૬૧)
-
સદ્ગતિ તમારા હાથમાં !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org