________________
પોતાના પેટાળમાં સમાવી લે તેવી એકેન્દ્રિય યોનિ જ છે. એક વાર ગયા પછી કોઇ હાથ પકડી ઉપર નહીં લાવી શકે તે તો હકીકત છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિદ્રિયના ભવોમાં થોડો વિકાસ વધારે છે. એકેંદ્રિય તો દોરા વાર પણ ખસી ન શકે. બેઇન્દ્રિય વગેરે થોડા ઘણા પણ હરીફરી શકે, સુખદુઃખનો વિચાર કરી સગવડને અનુકૂળ પુરુષાર્થ કરી શકે છે, પુણ્યયોગે એવી શક્તિ મળી છે.
તમે જે કાંઇ કરી શકો છો તે તમારી બુદ્ધિ/હોશિયારી છે? તમારા કરતાં ઘણા બુદ્ધિશાળી ઘરમાં ક્રીપલ્ડ થઇ પડ્યા છે. પણ આ બધામાં પુણ્ય સિવાય કોઇ કારણ નથી. એક આંગળી હલે છે તેમાં પણ પુણ્ય કારણ છે. સ્થિતિ જ એવી કે મગજમાં કોઇ જાતની રાઇ રહે જ નહીં. બાકી તો જીવ કર્મને એટલો આધીન છે કે કર્મ પરવાનગી આપે તો જ બધું થઇ શકે. સંસારમાં ભલભલા માંધાતા પર કર્મનો કેવો કંટ્રોલ છે! આપણે તો કર્મ પાસે મગતરા છીએ. છતાં અત્યારે મનુષ્યભવમાં આપણી પાસે અદ્ભુત શક્તિ-સમજણ એ છે કે, અત્યારે આપણે કેવા ભાવ રાખવા તે આપણી મરજીની વાત છે. શરીર કેવું રાખવું તે આપણી મરજીની વાત નથી, પણ મન, મનની પરિણતિ કેવી રાખવી તે તમારા હાથની વાત છે. તમારે ક્રોધ ન કરવો હોય તો કોઇ ક્રોધ ન કરાવી શકે. આવા ક્રોધના નિમિત્તોને ઝીલવા ન ઝીલવા તમારા મનની વાત છે. આપણા મનના માલિક આપણે છીએ. અત્યારે મન એવું મળ્યું છે કે તમે સન્માર્ગેઉન્માર્ગે લઇ જઇ શકો. અમુક બાબતોમાં તમે થોડા સ્વતંત્ર પણ છો. ભાગ્ય પુણ્યથી મળેલી સ્વતંત્રતાનો જેટલો સદુપયોગ કરી શકો તેટલું જીવનમાં તમે ખાટી જાવ. માટે પહેલાં યાદ રાખવું કે હું સંપૂર્ણ રીતે સ્વતંત્ર નથી અને સંપૂર્ણ રીતે પરતંત્ર પણ નથી. આ નહીં સમજો તો જીવનમાં મળેલી તકો એળે જશે. પોતાની મર્યાદાઓની ખબર જોઇએ. જ્યાં કાંઇ નહીં ચાલે તેમાં ખોટી રાઇ લઇ ફરીશું તો હાથ હેઠા જ પડવાના. પણ જ્યાં કર્મ નહીં મરજીનો સ્કોપ છે ત્યાં મરજીનો સદુપયોગ કરો. આંખ મળે પુણ્યથી, પણ આંખ મળ્યા પછી ક્યાં વાપરવી તેમાં તમારી મરજીની વાત છે. પુરુષાર્થ/કર્મના તબક્કા નક્કી ન કરનારા ખોટી રીતે ગૂંચવાયા છે. પ્રભુએ કર્મ સાથે પુરુષાર્થની પણ વાત કરી છે. એટલે તમે બધી રીતે કર્મને શરણે છો તેવું પણ નથી, સાથે તમે એકદમ છૂટા છો તેવું પણ નથી કહ્યું. ઘણીવાર તો કર્મ રાખે તેમ રહેતાં શીખવું પડશે. બંને સિદ્ધાંતો સાચા છે. યોગ્ય રીતે વિનિયોગ થાય તો જીવનની દિશા મળે. ઊંધા વિનિયોગ થાય તો જીવનમાં વિકાસને અવરોધક બને છે, તેણે ભગવાને કહેલા સિદ્ધાંતને ઊંધો પકડ્યો છે. સિદ્ધાંત યોગ્ય કોન્ટેક્સ(પરિપેક્ષ્ય)માં પકડાય તો જ ઉપયોગી થાય.
વિકલેન્દ્રિય જીવો હાલી ચાલી શકે છે. પોતાની રીતે ઘરબાર શોધી લે છે. માંકડ પોતાની રીતે ઘર શોધી લે. ઇયળ પણ પોતાની સલામતી, ખાવાપીવા માટે પ્રયત્ન કરી શકે છે. જરાક અનુકૂળતા મળે તો મસ્ત થઇ ફરે. જરાક ત્રાસ આપો તો તરફડિયાં મારશે. આ બધાને જીવન જીવવા મળ્યું પણ જીવન કિંમત વિનાનું છે. માખી જન્મ-મરે, કોઇ નોંધ લે છે? ગમે તે ખાવાનું-પીવાનું, ગમે તેમ જીવવાનું. અત્યારે
સદ્ગતિ તમારા હાથમાં !
૧૬૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org