________________
અને જીવ ત્યાંથી નીકળી જાય તે શક્ય જ નથી. કેમકે વિષચક્ર જ એવું છે. કીડી કણિયા માટે ઝઘડે. એ વસ્તુમાં સાર શું? પણ ઝઘડા-કષાયો કેટલાં? ક્ષુદ્રતા કેમ આવી? જેની તમારે માટે કોઈ કિંમત નથી, તેના માટે એ ઝપાઝપી કેટલી કરે? આ ભવમાં આવી વૃત્તિઓ વધતી જ જાય છે. વળી સ્થિતિ જ એવી કે આ વૃત્તિઓ વધે એવા જ કપરા સંયોગો હોય. માખી બળખા પર બેઠી હશે તો બીજાને ઝટ બેસવા નહીં દે. આસક્તિ અને તેમાં ક્ષુદ્રતાવૃત્તિ ભળેલી છે. ઇયળો વિખાછાણ એઠવાડ વગેરેમાં પેદા થઈ હોય, જયાં આપણે અત્યારે એક સેકંડ પણ રહેવાનું પસંદ ન કરીએ, ત્યાં “એવી ગંદકી મને જ મળે, હું જ ભોગવી લઉં,” એવી વૃત્તિ આ જીવોને હોય.
સભા દેવોની સરખામણીમાં આપણા ભોગો આવા જ ને? મ.સા. ચોક્કસ. છતાં બંનેના ક્ષુદ્રતાના લેવલમાં તફાવત છે. હાઈ લેવલની સદ્ગતિ આવે છે ત્યાં પ્રાયઃ ઉચ્ચ ગોત્ર, શાતા વેદનીય, શુભનામકર્મ વગેરે જેવી પુણ્યપ્રકૃતિઓનો પૂરો જથ્થો ઉદયમાં હોય ત્યારે જીવ આવી ઊંચી સગતિમાં જન્મે છે. આ બધાના સંપૂર્ણ ફળરૂપે જીવ સગવડો ભોગવતો હોય છે અને જેટલો ઊંચો ભવ એટલા શક્તિ ઇંદ્રિયો વગેરે ઊંચું મળે. સાથે આવા જીવની મનોવૃત્તિઓ ઉદાર/સહિષ્ણુ/ગંભીર/ધીર વિશાળ થાય. અહીં પણ ઊંચાં ખાનદાન કુળોમાં બાળકમાં પણ એટલી ઉદારતા હોય કે ગમે તે વસ્તુ આપી દે. વસ્તુપાળ તેજપાળવરધવલ વગેરે દાન આપતા તે સાંભળો તો ખબર પડે. જરાક કોઈ સારું કામ કરીને આવે એટલે લાખો-કરોડો સોનામહોરો આપી દે. વળી આ બધા ધર્માત્મા જ હોય તેમ નહીં, પણ ઉચ્ચગોત્ર વગેરે પ્રકૃતિથી સામાન્ય ધર્મ ન હોય તેવા રાજવી પણ આટલી ઉદારતા રાખે. ઊંચા દેવ બધા ભેગાસાથે રહે, ઊંચા ભોગ ભોગવે છતાં અકરાંતિયાપણું પણ ન હોય. પ્રકૃતિ જ ઊંચી. ગતિ વાતાવરણ આપે છે. વાતાવરણ મન પર ઘણી અસર કરે છે. વાતાવરણ એટલે શરીરનાં પુગલ, કાયા વગેરે લેવાનું. યુગલિકોના સમયમાં જનાવરો પણ એટલી શાંત પ્રકૃતિનાં હોય કે મરી મરીને સદ્ગતિમાં જાય. અત્યારનાં કૂતરાં જેવાં ત્યારનાં કૂતરાં ન હોય. કૂતરાની યોનિ, જીવ, ભવ, વગેરે તો એ જ, પણ શું બન્યું કે તે સમયનાં હવા, પાણી, વાતાવરણ, શરીરનાં પુદ્ગલો જ એવાં કે જીવોમાં અમુક રીતની સંક્લિષ્ટતા જ ન હોય. વાતાવરણની અસર જ માની. માટે જ મોક્ષની સાધના માટે પહેલો-બીજો-ત્રીજો આરો અયોગ્ય. તે તે સમયમાં પુદ્ગલ એવાં હોય તો એવી જ અસર પાડે. અતિ સ્નિગ્ધ પુદ્ગલ, અતિ રૂક્ષ પુદગલો મનોભાવ પર આવી અસર કરે છે. હવા-પાણી-ખોરાક દ્વારા જે પુગલો સંકળાય છે તે પણ અસર કરે છે. પહેલા આરામાં અતિ સ્નિગ્ધ પુદ્ગલો. અત્યારે પણ સ્નિગ્ધ દ્રવ્યો આપો તો ગુસ્સાવાળો શાંત થશે. તેની સામે અમુક એવાં દ્રવ્ય આપો તો શાંત પ્રકૃતિનો ગુસ્સાવાળો થશે. પુદ્ગલની અસર માની જ છે. વિકલેંદ્રિયના ભાવોમાં ક્ષુદ્રતાપૂર્વકની આસક્તિ જ તે ભવમાં જવાનું મોટું પાસુ છે.
રૂપ/બુદ્ધિ/ધન/સંપત્તિ/ઐશ્વર્ય શેનાથી મળે, તેના બધાનાં કર્મો માન્યાં. પછી તે (સદ્ગતિ તમારા હાથમાં !) આપ આ
૧૬૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org