________________
થઇ જાય. એટલે માનસિક/શારીરિક બંને સહન કરવાની ક્ષમતા ઓછી છે. પણ દુર્ગતિમાં તો દુઃખોની ઝડી વ૨સશે, દુઃખોની હારમાળા છે. મરો કે જીવો તેનો ભાવ પણ કોઇ ન પૂછે. ત્યાં કોઇ ધણીધોરી, ભાવ પૂછનાર નથી, ત્યારે મુશ્કેલી પડશે. દુર્ગતિમાં સહનશીલતા રહેતી હોય તો ત્યાં જાવ. ત્યાં બેલેન્સ રાખશો તો કર્મનિર્જરા ત્યાં પણ છે, પણ તે શક્ય જ નથી. માટે સાવધાન થયા વિના કોઇ છૂટકો જ નથી. પછી ભાવિનો વિચાર જ ન કરીએ તો જુદી વાત છે. કબૂતર બિલાડીને જુએ એટલે આંખ મીંચે, પણ આંખો મીંચવાથી કબૂતર બચે ખરું? ઊલટું બિલાડીને પકડવા પૂરેપૂરી તક મળે. તે વખતે કબૂતર હજુ ઊડવાનો પ્રયત્ન કરે તો બચવાની શક્યતા છે. તેમ ભયાનક પરલોક સામે દેખાવા છતાં આંખ મીંચામણાં કરીએ તો ઝડપાયા વિના રહેવાના નથી. માટે પરલોકમાં દુર્ગતિથી બચવા સતત ભાવોનું વિશ્લેષણ કરવું જ પડશે. બંધનું/કર્મનું ચક્ર આપણી ઇચ્છા પર ચાલતું નથી. અહીં તો ભગવાને પણ ભૂલ કરી તો તેમને પણ કર્મે સજા ફટકારી. ચમરબંધી માટે પણ છૂટકો નથી. એણે જેવા પરિણામ કર્યા હોય તેની કર્મ તો નોંધ લેવાનું જ.(નોટીંગ કરવાનું જ.)
એકેન્દ્રિય/નરક ભારે દુર્ગતિઓ છે. તેમાં ઇચ્છવા યોગ્ય એકેય ભવ નથી. નરકમાં પારવાર વેદના, એકેન્દ્રિયમાં દુઃખના પહાડો તૈયાર. છતાં નરકમાં દુઃખ ખૂબ જ વેધકતાથી અનુભવ કરવાનું છે, કારણ કે દુઃખનું સંવેદન-સ્પર્શ થાય તેવું વિકસિત મન છે. એકેન્દ્રિય અવિકસિત છે, એટલે જીવ પર દુઃખ પડે છે પણ સભાન અવસ્થા ન હોવાથી દુ:ખ બહુ ન લાગે. આ તમને એકેન્દ્રિય ગતિનો પ્લસ પોઇન્ટ લાગશે અને થાય કે એકેન્દ્રિયમાં જવું નરક કરતાં સારું, પણ ત્યાં જોખમ મોટું છે. એકવાર ફસાયા પછી નીકળવાનો આરો-ઓવારો નથી. નરકમાં એકવાર આયુષ્ય પૂરું થાય એટલે જીવ બહાર નીકળવાનો જ. એકેન્દ્રિયમાં તો એ જ અધ્યવસાય, એ જ ગતિ, એ જ અધ્યવસાય, એ જ ગતિ રહેશે. જડતાપૂર્વકની આસક્તિ એકેન્દ્રિય ગતિનો બંધ કરાવે. ત્યારે રૌદ્ર અધ્યવસાય, ક્રૂરતા, ઉશ્કેરાટ, આવેશ, વિશ્વાસઘાત, ચોરી, ખૂનામરકી આ બધું યોજનાપૂર્વક કરો તો, તે કારણે નકગતિ બંધાય.
જગત આખું પાપ તો આસક્તિના પ્રતાપે જ કરે છે, જે આસક્તિના આ બે પ્રકારો. એક રૌદ્રતાપૂર્વકની આસક્તિ અને બીજી જડતાપૂર્વકની આસક્તિ. ઘણાનું મન જ એવું કે મારું ધાર્યું ન થાય તો કામ પતી ગયું, ખબર પાડી દઉં, લે મૂક કરી દઇશ, બરબાદ કરી દઇશ. આવા રૌદ્ર પરિણામોમાં તાકાત છે કે જીવને નરકતિ તરફનો જ બંધ કરાવે. જ્યારે બીજા જીવોમાં ભોગની મમતા/લાલસા છે, પણ મનગમતા વિષયો મળ્યા એટલે દુનિયા ભૂલી જાય. જીવનમાં ભયો ભયો થઇ જાય. આવી પ્રવૃત્તિ જીવ મૂઢ/નિર્વિચા૨ક બને ત્યારે થાય. આ જડતાપૂર્વકની આસક્તિ, પછી તે કોઇપણ વસ્તુમાં હોઇ શકે. ઘણીવાર તો કોઇ વસ્તુ પરની આવી આસક્તિ હોય, જે પછી સીધા તે વસ્તુ જેમાંથી બની હોય તેમાં જ તમને ગોઠવી દે. લાખો કરોડો જીવો રોજ એકેન્દ્રિયગતિ આ રીતે બાંધી પરલોકમાં પહોંચી જતા હોય છે. એકેન્દ્રિયમાં વિપુલમાં વિપુલ જીવોનો જથ્થો. બધા ત્રસ જીવો કુલ અસંખ્યાતા. એકેન્દ્રિય જીવો કુલ અનંતા. બધા જીવોને
(૧૫૯)
સદ્ગતિ તમારા હાથમાં !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org