________________
ને? રોજ દાળ, ભાત, શાક, રોટલી જ ખાઓ છો પણ ત્યાં ચોંટો છો ને? મારે તો રસ લેવો હોય તો કેવા ભાવ કરવા તે શીખવાડવું છે. ભગવાનને તમને દુઃખી કરવા નથી. સાચા ધમભા શ્રાવકને ચોવીસ કલાક ભાવનાનો રસાસ્વાદ મળતો હોય. પૂ.વિનયવિજયજી મહારાજ સાહેબ ફરમાવે છે કે મોહથી વ્યાપ્ત જગતમાં, ધર્માત્મા શુભ ભાવનાના રસથી સતત રસ જાળવતા હોય. અમારા ભગવાને એવું શીખવ્યું છે કે કોઈને સુખી કરવા નહિ? સુખી થાય તેવી સારી ભાવના ન રાખવી? અમારી તો જીવમાત્ર સુખી થાય તેવી ઇચ્છા હોય.
મૂળ વાત-ત્રણ ભવોમાં જીવાયોનિના પ્રકારો ઘણા. વિકલેન્દ્રિયની વધારેમાં વધારે જાતો. જેમ જેમ વાંચો/સમજો તેમ તેમ હેરત પામી જાઓ તેવું છે. બાયોલોજીમાં આ જ શાખા લઈ પી.એચ.ડી. થયા. તેમના રીપોર્ટ્સ વાંચીએ તો થાય કે આત્માની વિવિધતા કેટલી છે! તેનો બોધ થાય તેવું વર્ણન આજે પણ મળે. જૈન આગમોનાં જીવોનાં વર્ણનને તે પુરવાર કરે તેવા વિજ્ઞાનના રીપોર્ટ્સ છે. પણ આ ભવો એકદમ શુદ્ર ભવો. એટલે ત્યાં જીવન જીવે તો પણ શું કરે? કોઇનાં લોહી પીને જીવવાનું, માખી એંઠવાડ ખાઈને જીવે. આમાંનો કોઈ ભવ તમને ગમે ખરો? તમને પસંદ ન પડે તેવા જ ભવો છે. માખી કોઇનું ઘૂંક, કોઇની લાળ ચૂસ્યા કરતી હોય. જન્મે ત્યારથી દુઃખમાં જીવવાનું. જીવન પંદર દિવસ, બે પાંચ મહિના જ હોય. ઈયળ જન્મે તો બે-ચાર દિવસમાં મરી જાય. મોટે ભાગે જન્મી, ત્રાસ પામી મરવાનું. નિરાશ્રિત, દુઃખી, અનાથ, અનેક રીતે વિકલ એવા શુદ્ર જીવો છે. આવી ગતિના બંધનાં કારણો માટે શાસ્ત્ર કહે છે, એકેન્દ્રિય કરતાં વિલેન્દ્રિયમાં જડતા ઘટી પણ વિકાસની તકો ઘણી ઓછી. વળી મોટે ભાગે જ્યાં જન્મે ત્યાં જ મરે, પાછો ત્યાં જ જન્મ-મરે. દા.ત. વિષ્ટાના કીડાને વિષ્ટા જ ફાવે. આખો દિવસ વિષ્ટામાં લીન થઈ પડ્યો રહે. એવો જડભરત થઈ પડ્યો રહે કે પાછો મરીને એકેન્દ્રિયમાં જ જાય. માંડ નીકળ્યો હોય અને પાછો ત્યાં જ જાય. કરોળિયો કેટલી વાર ચઢે પડે? આપણે એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિયમાં આવતાં સુધીમાં અનંતીવાર પડ્યા છીએ. તમને સંસારચક્રનું સ્વરૂપ, સંસારની ભયાનકતા સમજાઈ જાય તો ઊંઘ ઊડી જાય તેવું છે.
સભા ચડતી-પડતી ક્યા કારણે? મ.સા. તેવા ભાવોને કારણે. ઈયળને પણ ખાવા ખોરાક મળે તો આસક્ત લયલીન થઈ કેવી ચોટે? ધનેરાને ઘઉં મળે પછી કેવા ચોટે? બહાર કાઢો તો કેવાં તરફડિયાં મારે છે? તેના માટે બધી સગવડ ત્યાં જ છે. માટે તે જ આસક્તિનું સ્થાન બને.
સભા આવી જીવાતને બહાર કાઢી જયણા માટે ક્યાં રાખી શકાય? મ.સા. જીવાત માટેની માટલી રાખે. તેમાં વાડકી જેટલું અનાજ રાખી મૂકે. શ્રાવક યોગ્ય જયણા રાખે. શ્રાવકના ઘરમાં ગયેલો આવો જીવ પણ દુ:ખી ન થાય. પણ તમારે
ત્યાં માણસ આવે તો પણ દુઃખી ન થાય એવું ખરું? શ્રાવકના ઘરમાં બધાની સંભાળ (૧૫૭) પોલીસ કરી છેતે સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org