________________
સુબદ્ધતા ઓછી છે. જૈન ધર્મના વર્ગીકરણમાં સુબદ્ધતા ધણી. ત્રસ એટલે હાલી ચાલી શકે તેવા. ત્રાસ થાય અને ઇચ્છા હોય તો ત્યાંથી ખસે. એટલે શારીરિક વિકાસ એટલો કે ખસી શકે છે. અમુક જીવોને સુખ જોઇએ છે, દુઃખ નથી જોઈતું, છતાં ઇચ્છા છતાં ખસી ન શકે. વૃક્ષ હોય ત્યાંથી સો ફૂટ દૂર બધી સગવડતા મળે તેમ હોય, છતાં જિંદગી સુધી રિબાઇને જીવશે પણ ત્યાં જઈ શકશે નહિ. બેઇન્દ્રિયથી માંડીને બધા જીવો ત્રસ છે. એકેન્દ્રિય સ્થાવરમાં પણ ભેદ છે. ત્યાં પણ અનડેવલપ્ટ(અવિકસિત) હોય તો સ્વતંત્ર દેહ નહિ. ઘણાને સ્વતંત્ર દેહ મળ્યો, છતાં અમુક રીતે અપંગ. માટે એક ઇયળ બનવા પણ અમુક પુણ્ય બાંધવું પડે. માટે સંસારની એક એક અનુકૂળતા માટે કેટલું કેટલું પુણ્ય ચૂકવ્યું ત્યારે આ મળ્યું છે? જે લેવલ સુધી પહોંચ્યા છો તેના માટે થોકબંધ પુણ્ય ભરપાઈ કર્યું છે. એમ ને એમ અહીં નથી આવી ગયા. વિકલેન્દ્રિય હાલી ચાલી શકે. બેઇન્દ્રિયને જીભ હોય, તે ઇન્દ્રિયને નાક હોય, ચઉરિદ્રિયને આંખ હોય છે. છતાં બધા જીવો શુદ્ર જીવજંતુઓની યોનિના છે. માત્ર ઇયળની જ જાતો કેટલી હશે? તેમાં એક એકમાં સંખ્યા કેટલી? ગાયના એક પોદરામાં પણ કેટલી ઈયળ? જો કે એકેન્દ્રિય કરતાં ક્યાંય ઓછી. પણ તમારા કરતાં સંખ્યા ઘણી. એક મનુષ્ય લો તો પેલા લાખો, કરોડો આવે. (સંસારના એક દશ્યમાં અસંખ્ય જીવોના પ્રાણ લેવાયા હોય, પછી એ દશ્ય જોઇ જોઇ રાચો તો તે જેમાંથી બન્યાં છે ત્યાં તમારે જવું પડશે.)
સભા એટલે નિરસ થઈ જીવન જીવવાનું? મ.સા. અમે નિરસ થઈ જીવવાનું નથી કહેતા. તમે ઊંધો અર્થ લીધો. અમે કહીએ છીએ કચરામાં ન રાચો. અમે ચોવીસ કલાક દિવેલ પીધા જેવું મોં રાખવાનું નથી કહેતા. અમે તો કહીએ છીએ જેમાં રસ લેવા જેવો નથી તેમાં શું રાચી રહો છો? વધારે રસપૂર્વક જીવવાનું કહીએ છીએ.
સભા અમને ઓછામાં સંતોષ છે. મ.સા. તો તો ઝૂંપડપટ્ટીમાં મોકલીએ. ઓછામાં ઓછી જરૂરિયાતથી જીવનારો માણસ ઝૂંપડપટ્ટીમાં છે. બોલો, ઓછામાં સંતોષ છે તો ત્યાં જવું છે?
સભા સુખ-સગવડ મળવી અને રાચવું નહિ તે મુશ્કેલ છે. મ.સા. સુખ પણ કચરા જેવું મળે તો વિચારક રાચે જ નહિ.
સભાઃ કચરા જેવું લાગે તો ને? મ.સા. નજરો નજર દેખાય છે તો પણ કચરા જેવું માનતા નથી? અરે! દેવતાદેવાંગનાંને કદાચ બાજુ પર મૂકો પણ તમારું કેવું રૂપ છે જેમાં રાચો છો? ઘણાને પોતાનું મોં જોઈ ડર લાગે, છતાં મોહ છૂટે છે? હકીકતમાં જીવ વિચારવા જ તૈયાર નથી. લક્ષણ જ મૂઢતાનું છે. ઘણાને પોતાના મોં પર જ ઘણી ખામીઓ દેખાય છતાં રાચો તો તેમાં જ ( સદ્ગતિ તમારા હાથમાં !) છે , આ મિ(૧૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org