________________
લેવાતી હોય. સત્તરમી સદીમાં જે પરદેશીઓ ભારતમાં આવ્યા તેમણે તે સમયના અબજોપતિ શેઠિયાઓ, સમૃદ્ધ, વૈભવવાળા માટે લખ્યું કે દુનિયામાં બધે ફર્યા પણ આ જૈનો જેવાં કુટુંબો ન જોયાં. તેમને ત્યાં બધા જીવોનું જતન થાય. શ્રાવકના ઘરે કોઇપણ જીવ, વગર કારણે સીદાય ને મરે તેવું બને? તમારે ત્યાં સ્થાવર તો વગર કારણે શેકાય? ડોલ વગેરે ખુલ્લી રાખો એટલે નબળા જીવો માટે મરવાની શક્યતા રાખી. અત્યારે તમે કેળાની છાલ રસ્તા પર હોય અને લપસીને પડી જાઓ તો? તમે મરી નથી જવાના, હાડકાં જ ભાંગવાનાં છે, છતાં કેવું બોલો? જયારે તમારી નિષ્કાળજીથી આવા જીવો તો બિચારા મરી જ જવાના છે, છતાં તમને કાંઇ નહિ ને?
તા. ૨૩-૬-૯૬, રવિવાર.
અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંક૨ ૫૨માત્માઓ જગતના જીવમાત્રને ચાર ગતિરૂપ ભવભ્રમણમાંથી મુક્ત કરાવવા ધર્મતીર્થની સ્થાપના કરે છે.
મહાપુરુષોની દૃષ્ટિએ આ સંસારમાં વાસ્તવિક રીતે વિચારીએ તો એવી કોઇ ગતિ જ નથી જે પસંદ કરવા યોગ્ય હોય. પરંતુ જીવ મૂઢ છે એટલે દેવલોક વગેરે સદ્ગતિની ભૌતિક ઝાકઝમાળ જોઇ, ઘણીવાર વાસ્તવિક બોધ ન હોય તો તેનું આકર્ષણ થાય છે અને તે તે ગતિની ઇચ્છા પણ થાય છે. પણ હકીકતમાં ત્યાં સુખની કલ્પના કરવી તે ભ્રમજાળ છે. માટે મહાજ્ઞાનીઓ આ ૮૪ લાખ જીવાયોનિરૂપ સંસારને અસાર જ કહી ગયા છે, માટે ગતિબંધથી મુક્ત થવાની જરૂર છે. પણ વર્તમાનમાં આપણે સંપૂર્ણ મુક્ત થઇ શકીએ તેવી શક્યતા નથી. કેમકે છઠ્ઠા/સાતમા ગુણસ્થાનકમાં રમનારા આત્માઓ પણ ગતિ બાંધતા હોય છે. પ્રભુએ દીક્ષા લીધી પછી કેવલજ્ઞાન પહેલાં ક્ષપકશ્રેણિની પૂર્વભૂમિકા સુધી ગતિબંધ સતત ચાલુ, પણ એટલી વિશુદ્ધ અવસ્થા હોય કે ગતિ બંધાય તો પણ શુભ જ હોય. છતાં પણ બંધ તો ચાલુ જ. કેમકે બંધ અટકે તેવું ભાવનું લેવલ ત્યાં પણ નથી. કર્મોનો પ્રહાર આવા ઉત્તમ જીવો પર પણ ચાલુ હોય, તો આપણે કર્મોના પ્રહાર ટાળી શકીએ તે શક્ય જ નથી. જ્ઞાનાવરણીયકર્મબંધ, ગતિબંધ, વગેરે સતત ચાલુ. અત્યારે એટ ધ મોસ્ટ(વધુમાં વધુ) આપણે અશુભ બંધ કેન્સલ કરી શુભ કર્મોના બંધ ગોઠવી શકીએ. તેના માર્ગદર્શન માટે કયા ભાવથી કઇ ગતિનો બંધ થાય તેનું સ્પષ્ટ ચિત્ર તૈયાર ન થાય ત્યાં સુધી અશુભ ગતિબંધથી સ્પષ્ટ બચાય નહીં. તે હોય તો અશુભ ભાવ ઉપસે એટલે તરત જ અંદરથી સાયરન વાગવાની ચાલુ થાય. વળી આપણાથી કોઇ ગતિનું દુઃખ તો વેઠી શકાય તેવું લેવલ નથી. શારીરિક પણ સહેજ વધારે દુ:ખ આવે એટલે ઊંચા-નીચા થઇ જાવ. માનસિક બાબતમાં કેટલી સહનશક્તિ તે પણ તમારા સંસારના વ્યવહારથી જ ખ્યાલ આવે. એવું કોઇ કુટુંબ ખરું કે જ્યાં મુશ્કેલી(પ્રોબ્લેમ) નથી? લોહીના સંબંધો છે, વર્ષો સુધી એકબીજા પાછળ ઘસાય છે, છતાં પ્રસંગે તરત જ ખબર પડે, કેમકે માનસિક સહનશક્તિ તદ્દન ઓછી. તમને જેના પર લાગણી છે તેનાથી પણ સહેજ અણગમતું થઇ જાય તો પણ ઉશ્કેરાટ સદ્ગતિ તમારા હાથમાં !
(૧૫૮)
વ્યાખ્યાન: ૧૯
Jain Educationa International
For Personal and Private Use Only.
www.jainelibrary.org