________________
સભા : મૂર્ખ. મ.સા. એવી જ પરિસ્થિતિ છે. આવી આસક્તિમાંથી અટકવું હોય તો સંસારમાં વિષય-કષાયમાં સાવધાની રાખો. જે સંસારમાં બેઠા છો અને જે વિષય-કષાય સાથે જીવો છો, તેમાં અત્યંત મૂઢતા ન આવે તેમાં સાવધાન રહેજો. અને નહિ રહો તો આવા ચૌદપૂર્વી નિગોદમાં ગયા તો કર્મસત્તા મને તમને છોડશે? તમને મળેલી સામગ્રી ભોગવતા હશો તો સમાજમાં કોઈ પાપી/અધર્મી નહિ કહે, પણ ધર્મશાસ્ત્ર તો કહે છે કે આનાથી પણ દુર્ગતિમાં જવું પડશે. તમારા જેવા ભાવવૃત્તિ તેને અનુરૂપ બંધ પડે છે.
ઘણા બીજાને કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરે તો તેનાથી આભિયોગિક નામકર્મ બંધાય, જેનાથી તેને ભવાંતરમાં કોઇના સેવક થવાનું આવે. પછી ધર્માત્મા/ગુણી હોય તો મનુષ્યગતિ બંધાય, પણ ત્યાં પણ સેવક થવાનું જ આવે. બીજા પ્રત્યે જેવા ભાવ કરો તેવાં જ પાપ બંધાય. તમામ કર્મોમાં ભાવને અનુરૂપ બંધ છે. એકેંદ્રિયના ઘણા પ્રકારો છે, પણ તેમાંથી એકેય પસંદ કરવા જેવો જ નથી. આવી આસક્તિ હોવા છતાં એકેંદ્રિયમાં કોણ ન જાય? તે કે જેને સદ્ગતિનાં કારણો હોય.
સભાઃ ચૌદપૂર્વીમાંથી સદ્ગતિનાં બધાં કારણો જતાં રહે? મ.સા. હા, ધીરે ધીરે બધાં કારણો જાય.
સભા ગુણસ્થાનક પણ જાય? મ.સા. : ચૌદ પૂર્વથી જ્ઞાન ઓછું થાય એટલે નિરતિચાર ચારિત્ર જાય. દશ પૂર્વ સુધી નીચે જાય તો સર્વવિરતિ જાય. તેનાથી નીચે જાય એટલે સમકિત પણ જાય. સીધા તો કોઈ કુકર્મ કરતા નથી, પણ આસક્તિ જોરદાર છે અને સદ્ગતિનાં એક પણ કારણ રહ્યાં નથી. આસક્તિ વધારે આવે એટલે નીલ ગ્લેશ્યા આદિ આવે, સુખશીલતા આવે, એટલે આર્તધ્યાન ચાલુ થઈ જાય. સદ્ગતિનું એક પણ કારણ પકડી રાખવા માટે જીવે સાવધાન રહેવું પડે. વળી સદ્ગતિનાં કારણો તમને નહીં વળગી પડે પણ તમારે મહેનત કરી કારણોને પકડવાં પડશે.
સભા મંદષાય તો હોય જ ને? મ.સા. ના, અપેક્ષાઓ એવી આવવાની છે તે પ્રમાણે ન મળે તો આકુળવ્યાકુળ થાય, ગુસ્સે થઈ જાય, સંતાપ પણ થઈ જાય. માટે સગતિ માટે જે મંદ કષાયોની કક્ષા માંગી છે તે જાય, પછી તો દુર્ગતિ માટે બારણાં ખૂલી જાય અને એ રીતે ખુલ્લાં રહે છે તે બાજુ જવાનું પણ આવે. સંસારની ભૌતિક સામગ્રીમાં હિંસા, આરંભ તો સમાયેલાં જ છે. પછી તેની તીવ્ર આસક્તિ આવે એટલે તે જોઇએ જ એવી અપેક્ષા આવે, એટલે તે હિંસા સાથે તમારા પરિણામ જોડાવાના. પરિણામની ધારા ક્યારે આમથી આમ થાય છે અને લપસણી ક્યાં આવે છે, તે તો ખબર જ ન પડે. બહારથી બધું એમનું એમ લાગે ( સદ્ગતિ તમારા હાથમાં !
ની ૧૫૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org