Book Title: Sadgati Tamara Hathma
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 160
________________ પણ અંદરથી પરિણામની ધારા બદલાય તેટલી વાર છે. માટે કક્ષા ટકાવી રાખવા સતત પ્રવૃત્તિ સતત જાગૃતિ જોઈએ જ. જે ધર્મ જોઈએ તે નથી તો પછી વિરતિના પરિણામ રહે ક્યારે? અમારા માટે નિયમ છે કે કારણ વિના કોઈ પણ વસ્તુ વિના સંકોચે વાપરે તો મહાવ્રતોનો પરિણામ ટકે નહિ. અમારા પરિણામ બગડે એટલે છેક સુધીની હિંસા લાગવાનું ચાલુ થઈ જાય. તમને અનાજની હિંસા ક્યાંથી લાગે? વાવવા માટે હળ, તે હળ વાપરવાની હિંસા, બધું જ લાગે. કેમકે તમારા તેવા ભાવ છે. તેવી રીતે અમે પણ સાવચેત ન હોઇએ તો લાગે ને? અહીં અમુક પદ્ધતિથી જ વસ્તુ મેળવવાની. વિના કારણે અમે બધુ અનુકૂળ, દોષિત, વિના સંકોચે વાપરીએ તો પરિણામને કારણે હિંસાના દોષ લાગવાનું ચાલુ થાય. આ કપડાં પહેરવા માત્રથી પાપમાંથી બચાતું નથી. સતત મહાવ્રતના પરિણામ જાળવવાના છે. માટે જ પરિણામની ધારા ટકાવવી તલવારની ધાર કરતાં કઠણ છે. પૂજય આનંદઘનજી મહારાજ ફરમાવે છે, “ધાર તલવારની સોહિલી, દોહિલી ચૌદમા જિનતણી ચરણ સેવા.” તલવારની ધાર પર ચાલવું સહેલું પણ આપની (ભગવાનની) ચરણ સેવા એટલે આજ્ઞા મુજબનું જીવન, તે તો તલવારની ધાર પર ચાલવા કરતાં પણ કઠિન છે. પૂ.આનંદઘનજી મહારાજને આવું લાગે તો બીજાને તો વિચારવાનું રહે? માટે ભગવાનના શાસનમાં બરાબર પરિણામની ધારામાં રહેવું હોય તો સતત સાવધાની તો જોઇએ જ. માટે ચૌદપૂર્વી આવી રીતે જ એકેન્દ્રિયગતિ બાંધે છે. આમ તો પવિત્ર જીવન લાગે પણ ભોગ/સુખ-સગવડમાં આ પ્રકારની આસક્તિ આવી ત્યાં શાસ્ત્ર ફરમાવે છે કે, આવી રીતે કેટલાય ચૌદપૂર્વી નિગોદમાં ગયા છે. અનંત ભૂતકાળમાં આવા અનંતા ચૌદપૂર્વી નિગોદમાં ગયા છે. જો આવાની પણ કર્મ શરમ ન રાખે તો આપણી તો વાત જ ક્યાં? એટલે હવે પાછા તમારે જવાનું નક્કી તેવો અર્થ ન કરતા. કેમ કે બચ્યાના દાખલા પણ ઘણા છે અને લાખ ચડે પછી એક પડે છે. બધા ચૌદપૂર્વીઓ નિગોદમાં નથી ગયા. ક્યારેક ઉપરનો પડે પણ નીચેનો ચઢી જાય એવું બને ને? માટે એકેન્દ્રિયનો બંધ અટકાવવા મનમાંથી મૂઢતાપૂર્વકની આસક્તિની તળિયાઝાટક સફાઈ કરવી પડશે. વિકલેજિયબંધ પ્રાયોગ્ય ભાવો : હવે બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિંદ્રિયના બંધો લઇએ છીએ. આ જીવો એ કેન્દ્રિયના જીવો કરતાં વિકસિત છે. જૈન બાયોલોજીમાં (જીવવિજ્ઞાનમાં) જીવોનું વર્ગીકરણ ખૂબ જ વ્યાપક સ્તર પર કરવામાં આવ્યું છે. plant and animal(વનસ્પતિ અને પ્રાણી), એવી રીતે જીવોનું વર્ગીકરણ વિજ્ઞાનમાં છે. મેં એક વૈજ્ઞાનિકને પૂછેલું કે વિકાસની દૃષ્ટિએ વર્ગીકરણ કેમ નહીં? હલન-ચલન કરી શકે તેવા ત્રસ જીવો અને ઇચ્છા હોવા છતાં હલન-ચલન ન કરી શકે તેવા સ્થાવર. આવું વિકાસના આધાર પર વર્ગીકરણ વિજ્ઞાનની ટર્મીનોલોજીમાં નથી. કેમ કે વ્યાપ જ સમજ્યા નથી. ઘણા જીવો તો પાછળથી શોધાયા. ત્યાં વિજ્ઞાનમાં ઓર્ગન, સેન્સેસન(ઇંદ્રિયો અને તેની સંવેદના) દ્વારા જીવોનું વર્ગીકરણ નથી. માટે વર્ગીકરણમાં (૧૫૫) ક સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178