________________
સભા : એટલે એવા નિમિત્તોથી જ દૂર રહેવાનું ને?
મ.સા. ઃ નિમિત્તથી દૂર રહો તો સારું. પણ તે ન બની શકે તો પણ વિષયોના ભોગવટા વખતે અત્યંત વિચારશૂન્યતા ન આવી જાય તે જોવાનું. તમને જે ભોગવટા માટે મળ્યું છે, તેનું લેવલ સમજો. ગમે તેટલો સારો બંગલો હોય, બહાર ગમે તેટલો રૂપાળો હોય, સગવડતાવાળો હોય; પણ અંદર તો રેતી, ચૂનો અને પથ્થર જ છે ને? પણ દુનિયાનું સ્વરૂપ જ એવું છે કે જીવ જ્યારે ભોગોમાં ગરકાવ થઇ જાય છે, ત્યારે વાસ્તવિક્તાથી સાવ વિમુખ બની જાય છે. એક પાન પણ મળ્યું હોય તો રસમાં એવો ગરકાવ થઇ જાય કે બરાબર ચાવી-ચાવી મસ્ત બની ખાય.
સભા : પાનની પસંદગી તો મેક્સીમમ છે ને!
મ.સા. : અરે! ઊંચાં પાન તો તમે સૂંથ્યાં પણ નથી! રાજા-મહારાજા ખાતા હતા તે પાનનું વર્ણન વાંચો તો સ્વપ્રમાં પણ સૂંથ્યાં ન હોય તેવાં પાનની વાત છે. તમારા અત્ત૨-સેન્ટ દેવતાઇ તો ઠીક, રાજા-મહારાજાનાં અત્તર-સેન્ટ પાસે પણ એકદમ નીચલી કક્ષાનાં છે. અને પેલા મળે તો પછી આને જુઓ પણ ખરા? એટલે જ જે મળ્યું તેના પર ચોંટો છો.
સભા : કોઇ જીવ પંચેન્દ્રિય પાત્રમાં આવી આસક્તિ કેળવે તો શું થાય? મ.સા. : એટલે તમારું કહેવું છે કે પ્રિય પાત્ર પત્નીનાં દેહ, રૂપ, રંગ વગેરે સર્વ સુખ પર એટલો આકર્ષાયેલો/અનુરાગ હોય તો, હકીકતમાં વ્યક્તિ પંચેન્દ્રિય છે પણ તમને અનુરાગ શેના પર છે? પંચેન્દ્રિય પર કે તેના ખોળિયા પર? એ જ પત્ની કીડી બની વળગે તો બહાર કાઢો કે રાખો? આત્મા તો એ જ. તમારો મતલબ તો ખોળિયા સાથે જ ને? ઘણા તો પત્ની પર રાગ હોય તો મરીને એના જ દેહમાં કીડા થાય અને એથી વધારે આસક્તિ હોય તો એકેન્દ્રિયમાં પણ જાય. જે વસ્તુ પર ગાઢ/અનહદ રાગ કર્યો હોય તેનો ભવાંતરમાં વારંવાર ભેટો થવાનો, પણ કયા પ્રકારે ભેટો થાય તે કહેવાય નહિ.
સભા : માટે જ રાગ છોડવા સમાધિ મરણ માંગીએ છીએ.
મ.સા. ઃ તમારા માંગ્યાથી સમાધિ મરણ આવી જાય? બાકી હું મોટું લીસ્ટ આપું. માંગો. કયા ભક્તના મનોરથ ફળે છે? સાચી ભક્તિ હોય તેના જ ને? માત્ર ઇચ્છાથી મનોરથો ફળે? મૂળથી ખ્યાલ રાખો, મને કશું જ શ્રેષ્ઠ/ઊંચામાં ઊંચું નથી મળ્યું. બધે સમાધાન કરીને જ જીવવું પડે છે ને? એની કેટેગરીનો જરા વિચાર કરો તો પણ ગાઢ રાગ ન થાય. પણ મૂળમાં વિચારશૂન્યતા જ હોય છે. બાકી વર્તમાન કરતાં લાખો ગણાં ચઢિયાતાં પાત્રો ભૂતકાળમાં મળ્યાં હતાં અને છોડી છોડીને અહીં આવ્યા છો. દસ વર્ષ બંગલામાં રહ્યા પછી ઝૂંપડીમાં મઝા આવે? અને તે છતાં ત્યાં પણ મહાલવા જેવું લાગે તો તમને કેવા માનવા?
૧૫૩)
સદ્ગતિ તમારા હાથમાં !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org