Book Title: Sadgati Tamara Hathma
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 156
________________ આ ખબર ન પડે. તનને એક ચોપડી યાદ રાખતાં મુશ્કેલી પડે. જ્યારે ચૌદ પૂર્વ માટે કેટલું જ્ઞાન-પુસ્તકો! આ હોલ નાનો પડે એટલા જથ્થામાં થાય. ઊંડાણ કેટલું? ધીરે ધીરે જ્ઞાન વીસરાવા લાગે. એવી રીતે વિસરાય કે પછી તો જાણે ફરી ભણવાનો પ્રયત્ન કરવો પડે. આ ક્યાં ગુમાવ્યું? બીજાને ખબર પણ ન પડે. પછી જીવનમાં ખાવા-પીવાપહેરવા-ઓઢવા-રહેવા-કરવાની સગવડોમાં સુખશીલતાનો સ્વભાવ આવે. આ બધી પ્રવૃત્તિમાં તેઓના જીવનમાં કોઇ અનાચાર/દુરાચાર/હિંસા ચોરી વગેરે ગુનાનો પ્રશ્ન નથી. સંયમની દૃષ્ટિએ પણ શિથિલાચાર કુકર્મો કાંઇ હોય નહિ. તમે જેને અધર્મ/પાપ પ્રવૃત્તિ કહો છો તે તો ન જ હતી. સભા ઃ જ્ઞાન ગયું પણ આચરણમાં શું? મ.સા. ઃ સમ્યગ્ જ્ઞાન અને આચરણ તો પરસ્પર સંકળાયેલાં છે. સમ્યગ્ જ્ઞાન હૃદયવેધકઆરપાર હોય, એટલે જ્ઞાન ઘટે તેમ આચરણ પર પણ અસર થાય. માટે ચૌદપૂર્વીને જ્ઞાન ૯।। પૂર્વથી નીચે જાય તો સમકિત જાય અને તેને અનુરૂપ આચરણ પણ જાય. દસ પૂર્વી થનારા નિયમથી સમ્યગ્દષ્ટ આત્મા હોય છે. આગમના જ્ઞાનમાં પણ વિરતિની સાંકળ છે અને ચૌદ પૂર્વમાં તો જ્ઞાન સાથે નિરતિચાર ચારિત્ર-માખીની પાંખ પણ ન દુભાય તેટલું આચરણ હોય છે. પછી જ્ઞાન ઘટે તેમ આચરણમાં ફેર આવે. જ્ઞાન ઘટે તેમાં કારણ સંઘ/શાસનની જવાબદારી. પછી સ્વાધ્યાય/શાસ્ત્રપરિચય ઘટે, સ્મૃતિ/મેધા પર અસર થાય, પછી આચારમાં પણ અસર થાય. માટે તો આ દૃષ્ટાંત તમને એકેન્દ્રિયનો બંધ બેસાડવા જ આપવું છે. તમને નાના કામમાં મોટી સજા લાગે છે. થાય છે કે સ્હેજ ટેસ્ટથી ખાધું, તન્મયતાથી મોજશોખનાં સાધનો વગેરે વાપર્યાં તેમાં શું થઇ ગયું? તેવી તમારી વિચારસરણી છે. એકેન્દ્રિય તે ભારે દુર્ગતિ છે. તે આવા નાના પાપથી થાય તેવું ઘણાને મગજમાં બેસતું જ નથી. માટે તર્ક આપવા દષ્ટાંત આપું છું. તમે માણસને હેરાન કરો એટલે જ પાપ થાય એવું આપણે ત્યાં છે જ નહિ. કાયદાનીસમાજની દૃષ્ટિએ તમે દુનિયાનાં બીજાં માણસો સાથે ખરાબ વર્તન કરો તો જ પાપ, પણ તેમાં બીજી જીવસૃષ્ટિ સાથેના તમારા વ્યવહારની નોંધ/ગણતરી જ નથી. ધર્મ તો તમામ જીવસૃષ્ટિ સાથેના તમારા વ્યવહારની વાત કરશે. માટે આવાં આસક્તિનાં પાપ પણ બતાવશે. ચૌદપૂર્વી કોઇ જુાં કામો, અધર્મમાં ગરકાવ થયા હોય તેવું કશું જ નથી. છતાં આસક્તિ-મૂઢતાથી મરીને એકેન્દ્રિયમાં અને તેમાં પણ નિગોદમાં જાય. સભા ઃ અમારા માટે પણ આ જ નિયમ? મ.સા. ઃ એમને જે માત્રાનાં અશુભ પરિણામ થાય, તેવા તમને થાય, એટલે તમારે પણ એ જ ગતિ આવે. સભા ઃ જ્ઞાન-અજ્ઞાનમાં તફાવત પડે? મ.સા. : જાણકારને પાપ કરવું હોય તો વધારે બેદ૨કા૨/ટ્ટિો બનવું પડે. અજ્ઞાનીને (૧૫૧ સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178