________________
મ.સા. : ભૌતિક સુખો ભોગવવાંછોડવાં વસ્તુ જુદી છે. અત્યારે તો સંસાર/કુટુંબધંધાનું સંચાલન કરે તેવા તૈયાર થઇ જાય એટલે જવાબદારીઓ છોડવાની વાત કરું છું. પણ તે વૃત્તિ નથી. ધર્મક્ષેત્રમાં પણ દીક્ષા લીધા પછી શાસ્રોનો અભ્યાસ કરી પરિપક્વ બુદ્ધિ થયા પછી, વિચારણા પછી, અનેકને બોધ-પ્રબોધ કરી, લાયક જીવોને દીક્ષા આપી, પછી સંઘનાયક તે શિષ્યોને શાસ્ત્રમાં એવા તૈયાર કરે કે, તેમનામાં શાસન ગચ્છનું સંચાલન કરવાની ને લાયક જીવોને તૈયાર કરવાની તાકાત આવે. પછી ધર્માચાર્ય સંઘ/લોકકલ્યાણની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઇ સ્વકલ્યાણમાં વિશેષ રીતે પરોવાય. આવા શિષ્ય ન પાકે તો મરતાં સુધી ધર્માચાર્ય નિવૃત્ત ન થાય. એમને એમ ગચ્છને રેઢો ન મુકાય. યોગ્ય ઉત્તરાધિકારી ન મળે તો વયોવૃદ્ધ થાય તો પણ જવાબદારી અદા કર્યા જ ક૨વી પડે. સંસારમાં ભૌતિક દૃષ્ટિએ. અહીં આધ્યાત્મિક ધર્મની પ્રવૃત્તિમાં પણ લખ્યું કે આવા નિવૃત્ત થયેલા આચાર્યો દસ પૂર્વનું જ્ઞાન થયા પછી પાછા સંધમાં આવી સંઘની જવાબદારીઓ પાછી ઉપાડી લે. કેમકે હવે શક્તિ એટલી છે કે લોકનું વિશેષ કલ્યાણ કરી શકે. દસ પૂર્વનું જ્ઞાન/પ્રતિભાની કેટલી કિંમત હશે કે આવું વિશેષ ધોરણ બાંધ્યું! આવા શ્રુતકેવલી/ચૌદપૂર્વી, સંઘાચાર્ય/ સંઘનાયક કહેવાય. તેવી ધર્માચાર્યની કક્ષામાં આવેલી વ્યક્તિની આ વાત છે. આવા પ્રભાવશાળી વિચરી રહ્યા છે. જ્યાં જાય ત્યાં ધર્મનું એ રીતે વર્ણન કરે કે લોકો સાંભળતાં પાણી પાણી થાય. કેટલાયે અધર્મ છોડી ધર્મમાં સ્થિર થાય. બધાને કેટલો બધો ઉપકાર કર્યો તેમ લાગે! એટલે કલ્યાણકારી જીવો તેમના પ્રત્યે બહુમાન/સારસંભાળ/સેવા-શુશ્રૂષામાં ટોપલેવલનું લાવી મૂકે. શિષ્યો પણ ચોવીસ કલાક ખડે પગે સરભરામાં રહે અને આવી શક્તિ હોય તો આ રીતે સાચવવું યોગ્ય પણ છે. ભક્તિ કરનાર તો એમના ઉપકારનો લાખમો ભાગ પણ ચૂકવતો નથી. પરંતુ આવા શ્રુતકેવલી ધર્માત્માઓને પણ બધી સુખસગવડતામાં રસગારવ/ઋદ્ધિગારવ/શાતાગારવ નડી શકે. રસમાં ખાવા-પીવાની સારી વસ્તુઓ; ઋદ્ધિગારવમાં જયાં જાય ત્યાં માનમરતબો, સ્વાગત, અહોભાવપૂર્વક સેવા; શાતાગારવમાં અનુકૂળ વૈયાવચ્ચ/વસ્ત્ર/પાણી/ઉપધિ/આસન વગેરેમાં અનુકૂળતાનું વાતાવરણ. આ અનુકૂળતાઓ ખરી પણ પાછી સાધુજીવનની મર્યાદામાં. તમારી જેમ મોટર, એ.સી. આરંભ-સમારંભની પ્રવૃત્તિઓ, સુખ-સગવડ એવી કોઇ વસ્તુ આપવાનો સવાલ નથી. આ બધી અનુકૂળતાઓ ગમવા લાગે અને સાવધાની ન હોય એટલે આસક્તિ આવે. ચૌદ પૂર્વનું જ્ઞાન હોય ત્યાં દોષ પ્રવેશવાનો પ્રશ્ન જ નથી, પણ ચૌદ પૂર્વનું જ્ઞાન દરિયા જેટલું, સાચવવું પણ મુશ્કેલ. જ્ઞાન મેળવવાનું જેમ કઠિન તેમ ઝબકતું રાખવું પણ કંઠન. આવરણ આવી જાય તો વિસ્તૃત થઇ જાય. ચૌદપૂર્વી પણ વિશેષ સ્વાધ્યાયની પ્રવૃત્તિ ન કરે તો જ્ઞાન કટાઇ જાય. એટલે આ મહાત્માઓ સ્વાધ્યાય વિશેષ કરે. પણ સંઘ/શાસનની જવાબદારીઓમાં કેટલો સમય જાય, માટે ઇચ્છા હોવા છતાં સ્વાધ્યાય ન કરી શકે. માટે ચૌદ પૂર્વનું જ્ઞાન વિસરાવા લાગ્યું. જ્ઞાન ઘટવા લાગ્યું. બીજી બાજુ સુખસગવડો વગેરે ગમવા લાગ્યાં. આસક્તિ આવવા લાગે તેમ સુખસગવડો ગમે. તેને અનુરૂપ પ્રવૃત્તિઓ વધે, એટલે પાછો સ્વાધ્યાય ઓછો થાય. જો કે બીજાને સદ્ગતિ તમારા હાથમાં !)
૧૫૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org