________________
મ.સા. : ધર્મઆરાધના કરતી વખતે ભલે સારા ભાવ કરો, પણ સાથે સાથે આવા ભાવ પણ પડ્યા હશે તો ધર્મઆરાધનાથી પુણ્ય બંધાશે પણ પછી તે પુણ્ય શું કરશે? તે ભવમાં થોડી સગવડતા મળશે. ત્યાં પણ સરખી ટ્રીટમેન્ટ નથી મળતી. ઘણા ફેરફાર છે. તુલસીનું ઝાડ થાવ. બધા પૂજે, પીવા પાણી વગેરે મળે. પછી ખાઇ-પીને પડ્યા રહે. સુખી અવસ્થા મળે. ઘણાનો ટીચાઇ ટીચાઇને દમ નીકળી જાય. પણ બંનેમાંથી એકેય પસંદ છે? પુણ્ય દ્વારા તે ભવમાં થોડી સગવડતા મળે પણ તે શું કરવાની?
સભા : એટલે પુણ્ય પાછું મારનારું બને?
મ.સા. ઃ અધ્યાત્મ મળ્યા વિના બાંધેલા પુણ્યથી સુખની સામગ્રી મળે અને તે ભોગવવાથી પાછું પાપ બંધાય. દાન વગેરે સત્કાર્યોથી પુણ્ય બંધાય, ભવાંતરમાં સુખ-સગવડો મળે, તે ભોગવી પાપ બંધાય, તેનાથી પાછો સંસારમાં ભટકાય. બસ ચક્ર ચાલ્યા જ કરે.
સભા ઃ ના૨ક મરીને નારક કે દેવ મરીને દેવ કેમ ન થાય?
મ.સા. : મળ્યું છે તેમાંથી ઊંચા જ નથી આવી શકતા. નારકવાળા તીવ્ર દુ:ખોમાંથી, દેવલોકો તીવ્ર સુખોમાંથી ઊંચા નથી આવતા. માટે તીવ્ર પાપ, તીવ્ર પુણ્ય બાંધી નથી શકતા. માટે નારક મરી નારક અને દેવ મરી દેવ થઇ શકતા નથી. પણ મનુષ્ય માટે બધા દરવાજા ખુલ્લા છે.
વ્યાખ્યાન: ૧૮
તા.૨૨-૬-૯૬, શનિવાર,
અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને પાપકર્મોના વિપાકનું સ્વરૂપ સમજાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
મહાપુરુષોની દૃષ્ટિએ પાપકર્મની વ્યાખ્યા પણ ઘણી જ વ્યાપક છે. સમાજમાં પાપ કોને ગણવામાં આવે? મોટે ભાગે સામાજિક ગુનાઓ, કોઇના ઘરમાં ઘૂસી જવું, લૂંટી લેવો, વગર વાંકે કોઇને હેરાન કરવા, મારવા, અસભ્ય વર્તન કરવું, મનુષ્ય સાથે માનવતાવિહોણું વર્તન, આ બધાંને સમાજમાં પાપ/અધર્મગુનો કહે છે. કેમકે સામાજિક દુષ્કૃત્યો/ગુનાઓને લોકની દૃષ્ટિએ ખરાબ કામ ગણવામાં આવે છે, કારણ કે સમાજમાં માનવને અનુલક્ષીને જ વિચાર કરવામાં આવે છે, માટે માનવ સાથેના અસભ્યખરાબ વર્તનને જ લોકો ખરાબ કામ કહેશે. વ્યવહારમાં જીવમાત્રની વિચારણા જ નથી. માટે ધર્મની દષ્ટિએ અને સામાજિક દૃષ્ટિએ ગુનાની વ્યાખ્યા વચ્ચે જમીન-આસમાન જેટલો તફાવત છે. માટે જ અમે પાપની વ્યાખ્યા, પાપનાં કારણો, દુર્ગતિબંધનાં કારણો કહીએ, તે ઘણાને તો સેટ જ થાય તેમ નથી. સારાં કપડાં શોભા સાથે તમારા પૈસાથી લાવી પહેરો, તો દુનિયાની નજરમાં ગુનો નહિ ગણાય. હા, કદાચ કોઇના પૈસે લઇ આવ્યા હશો તો હજી કદાચ ગુનો કહેશે, પણ પહેલામાં તો સામાજિક દૃષ્ટિએ પાપબુદ્ધિની વાત સદ્ગતિ તમારાં હાથમાં !
જ
(૧૪૮)
Jain Educationa International
For Personal and Private Use Only.
www.jainelibrary.org