________________
એટલે જડપ્રાયોગ્ય ભવ મળ્યો.
સભાઃ કપડાં લેવા જાય તો આડેધડ લાવવાનાં? પસંદ નહિ કરવાનાં? મ.સા. ના, મોભા પ્રમાણે કપડાં પહેરો પણ તેમાં આસક્તિ ન રાખો તો બચી જાઓ. મૂઢતાપૂર્વકની તીવ્ર આસક્તિ હશે તો એકેન્દ્રિયપ્રાયોગ્ય ગતિબંધ થશે. તમને બધાને સ્ટોકમાં એકેન્દ્રિયગતિ છે જ. પણ જૂનું તો થઇ ગયું, હવે તેને વિખેરવાની રીત અપનાવો. નવું ન બાંધવા સાવધાન થઇ જાઓ. માટે પ્રસંગે ભોગ ભોગવે પણ તે સમયે વાસ્તવિકતા વિચારે. ઉચ્ચતમ ગુણવત્તાનું કશું તમને મળ્યું નથી. તમારા કરતાં હજારો-લાખો ગણી ઊંચી ગુણવત્તાનું ઘણાને મળ્યું હશે. વળી કેટલાયે જીવોની હિંસાથી બનેલું છે, પાપમય છે, તેનો વિચાર કરે એટલે આસક્તિ જતી રહે. સંપૂર્ણ આસક્તિ ભલે ન જાય પણ જડભરત જેવી આસક્તિતો જવી જ જોઇએ, મૂઢપણું તો ન જ આવવું જોઇએ. એકેન્દ્રિયમાં પેટભેદો ઘણા છે. તેમાં જેટલો નીચો ભવ લાવવો હોય તેટલી જડતા વધારે જોઇએ. પાણીને યોગ્ય ગતિ બંધાતી હશે તો પછી તેને યોગ્ય બીજાં કર્મો પણ બંધાશે. સમગ્ર કર્મબંધના માળખાનો અંદાજ ગતિબંધ સાથે આવે.
સભા ઃ ગતિ બંધાય પછી તેમાં ફેરફાર કરી શકાય? મ.સા. ? હા, ઘણા જીવો ગતિ બાંધ્યા પછી પણ તે ગતિમાં ગયા જ ન હોય. દા.ત. ચંડકૌશિક, દઢપ્રહારી વગેરે. અસંખ્યવાર નરકમાં જવું પડે તેવા કર્મો બાંધેલાં. હલકી ગતિઓ ભરપૂર પ્રમાણમાં બાંધેલી, છતાં ત્યાં ન ગયા. ચંડકૌશિકના જીવનમાં વારંવાર નરકગતિ બાંધે તેવું માનસ હતું. પોતાના વિસ્તારમાં કોઈ ચકલું પણ ફરકે તો સહન ન કરી શકે. માઈલોના માઈલોમાં માણસ તો શું પણ પશુ-પંખીઓને પણ પેસવા ન્હોતો દેતો. વળી ભોગવવાનું કશું ન હતું. ક્ષેત્ર પર જ એટલી મમતા હતી કે મારો વિસ્તાર વાપરવાની તો વાત પછી, પણ તેમાં પગ તો કોઈ મૂકે? આવી મમતાવાળાને રૌદ્રતા કેવી આવે? આના કારણે બંધ પણ કેવા થતા હોય? વળી તે જે જુએ તે દરેકને ઝેર ઓકી ભસ્મસાત્ કરી નાંખે. મમતા/આસક્તિમાં રૌદ્રતા કેટલી? છતાં નિકાચિત કર્મ બહુ કર્યું નથી. એટલે ટર્નીંગ પોઈન્ટ આવે તો સાફ થઈ શકે. તેમાં તેના સદ્ભાગ્યે તેને પ્રભુ મળી ગયા. પછી એવો ફેરફાર આવ્યો કે નરકગતિ માટે બાંધેલાં કર્મો સાધના કરી કરી વિખરાઈ ગયાં. મરી દેવલોકમાં ગયો અને હવે પછી પણ તિર્યંચગતિ કે નરકગતિમાં જવું નહિ પડે. એકેન્દ્રિય, નરકગતિ વગેરે દુર્ગતિઓ બાંધી છે, પણ સાધના દ્વારા સાફ થઈ ગઈ. બાંધ્યા પછી ભોગવવું જ પડે તેવું નથી. પાછા સાવધાન થઇ જાઓ એટલે બધું છૂટી જાય અને નવું ન બાંધે તે જોવાનું.
સભા ઃ કઈ સાધના કરવી પડે? મ.સા. ઉત્કટ ધર્મસાધના જોઈએ. જે ભાવથી કર્મ બંધાયું તેના વિરોધી ભાવથી ( સદ્ગતિ તમારા હાથમાં
રક :
:
E
૧ ૪૬
-
1
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org