________________
તમને મૂર્ખ લાગે ને? તમને પગ મૂકવો પસંદ ન પડે તેવા ઝુંપડા જેવા ઘરને જોઈ હરખાતા માણસને જોઇને તમને તે નિર્વિચારક/જડ જ લાગે ને? પણ તમે બીજા માટે આવા જ જડ છો. ઊંડાણ તત્ત્વ વિચારી શકો તેવી શક્તિ ભવ મળ્યો છે, છતાં વિચાર મ્હરે નહિ, એને સામે જે દેખાય છે તેમાં જડતા/મૂઢતા છે, તો ભવાંતરમાં જડતા/મૂઢતા જ મળે. ભાવ તેવો જ ભવ મળે છે. એકેન્દ્રિયને જન્મથી જડતા વારસામાં મળે છે. જડને એંઠરૂપ પાણીમાં પણ આસક્તિ/મમતા. ગામની કચરા જેવી માટીમાં પણ ઝાડ ચોટે છે. અત્યંત જડતાને કારણે દુનિયાના કચરામાં પણ આસક્તિ રહેવાની. હવે આ જડ ભવથી જડતા આવે તેવો જ ભવ મળે ને? માટે પ્રાયઃ કરીને એકેન્દ્રિય મરી એકેન્દ્રિયમાં જ જાય. અહીં આસક્તિમાં મૂઢતા/નિર્વિચારકતા વધારે છે. ઘણા ખાયપીએ, બીજાને ખવડાવે, પણ ભાવતી વસ્તુમાં એવો નિર્વિચારક/મૂઢ બની ભોગવતો હોય કે મરીને એકેન્દ્રિયમાં જાય. એક ટેબલ જોઇ હરખાયા કરતા હોય, સાફ કયાં કરતા હોય તો પછી ટેબલ જેમાંથી બન્યું ત્યાં જવું પડે. કુદરત કહેશે ટેબલ ગમતું હતું કે, હવે ઝાડ થઇ ત્યાં જાવ.
સભા ટેબલ ગમે છે પણ ત્યાં જવું થોડું ગમે છે? મ.સા. કુદરત તો તમને ગમે તે મેળવી આપે, પણ તમારી પસંદગી પ્રમાણે મળે તેમ નથી. ઇચ્છા હોય એટલે મળે ખરુ, પણ ઇચ્છા પ્રમાણે ન પણ મળે. તમને જે ભોગસામગ્રી મળી છે તે ભોગવતી વખતે નિર્વિચારક બનશો તો એકેન્દ્રિયમાં જવું પડશે.
સભા એટલે વસ્તુ સારી હોય તો પણ સારી ન કહેવી? મ.સા. સારાને ખરાબ કહેવાની વાત નથી. દૂધપાક કડવો છે તેવું કહો તો પાપ લાગે. ધોળાને ધોળું જ કહો. વાસ્તવિકતાનો અસ્વીકાર/અપલાપ કરવાની વાત નથી, પણ ભોગવતાં મૂઢતાની વાત છે. દા.ત. કેરીમાં રસ હોય તો સુગંધ આવે એટલે મોંમાં પાણી છૂટતું હોય, સીઝનની રાહ જોતા હોય અને પછી સીઝન આવે ત્યારથી ચોંટી પડે, આદ્રા પછી પણ ત્યાગ ન કરે. કેમકે અભક્ષ્ય થયા પછી પણ કેરી તો જોઇએ જ. વળી ખાતી વખતે તન્મય કેવા થાય? ધીરે ધીરે ચબડતા ગબડતા રસ પીએ, ઠંડું પાડવા ફ્રીઝમાં મૂકે. અતિશય તન્મયતા આવી એટલે મૂઢપણું આવવાનું. એક ડીઝાઈનમાં મસ્ત બની જશો તો કુદરત એ ડીઝાઇન જેમાંથી બને તેવામાં તમને મૂકી દેશે. દેવલોકના દેવતાઓમાં પણ બીજું પાપ ન હોય પણ મળેલાનો ટેસ્ટથી ભોગવટો કરે, રત્નનાં વિમાનો, વિવિધ બગીચા, ઉપવનો વગેરે જોઈ જોઈ હરખાયા કરે અને હજારો વર્ષો વીતે છતાં દુનિયાની બીજી કોઈ વાત યાદ ન આવે. ઘણા કરોડો કરોડો વર્ષો ફરવા જોવામાં પસાર કરી દે. આ ઝાકઝમાળ વગેરેમાં જ પરોવાયેલા હોય. કોઈ જાતનાં બીજાં પાપ, હિંસા તેમના જીવનમાં ન હોય, તેવું પણ બને. માત્ર ભોગવતા હોય, સેવક દેવતાને પણ ભોગવવા આપે. સતત તન્મય થઈ તેમાં રમ્યા કરે તો પછી ત્યાંથી ( સદ્ગતિ તમારા હાથમાં !)
પ મ ૧૪૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org