________________
આવી મમતા ને આસક્તિવાળા જીવો પ્રાયઃ નરકગતિ બાંધે છે. હરેક ઠેકાણે મનોવૃત્તિ જ એવી કે કોઈ પણ સાથે રૌદ્રતા, ક્રૂરતા/ઉગ્રતા,આવેગ)ભયંકર વેરઝેર દ્રષના આવેગો પેદા થઈ શકે છે. આવા પ્રકારની મનોવૃત્તિના ભાવો નરકગતિને પ્રાયોગ્ય છે. ઝૂંપડાનું છાપરું પણ કોઈ આમતેમ કરે તો? આવી બને ને? કરોડોની સંપત્તિ પર જ મમતા હોય અને તો જ નરકગતિનું કારણ, આવું નથી; પણ રૌદ્રતાથી થતા મમત્વ આસક્તિ પ્રાયઃ કરી નરકગતિ બંધાવે છે.
સભા એટલે આસક્તિ જ છોડવા જેવી ને? મ.સા. તો તો સારું જ છે. પણ મારે તો આસક્તિનું વિભાજન કરવું છે. ઉત્કટ આસક્તિ નરકગતિનું કારણ અને મૂઢતાયુક્ત આસક્તિ એકેન્દ્રિયપણાનું કારણ. તેમાં ઘણાને સારું ખાવું, પીવું, મોજમઝા, બંગલો, મોટર વગેરે જોઈએ. તે બધું મળે તો ખુશ અને મળે પછી તો એવા તન્મય થઈ ચોંટી જાય કે ન પૂછો વાત! ભાવતી વસ્તુ બનતી હોય ત્યાં જ મોંમાંથી લાળ પડે અને ભાણામાં આવે એટલે ચોંટી જ જાય તૂટી જ પડે. માખી ખોરાકમાં ચોટે તેમ અકરાંતિયો થઇ ખાય ત્યારે આસક્તિ ખરી પણ તેમાં ક્રૂરતાના ભાવો નથી. માત્ર મારી માને અને તેને અનુભવવામાં ગાઢ મમતા હોય, જેને કારણે ભોગવતી વખતે વિચારશૂન્ય જડ જેવો બની જાય છે. મનગમતી વસ્તુ હકીકતમાં તુચ્છ ક્વોલીટીની છે. દેવલોકના ભોગોની સરખામણીમાં મૃત્યુલોકના ભોગો કચરા જેવા, પણ આસક્તિ વધે એટલે કચરા જેવી વસ્તુમાં પણ મસ્ત થઈ જાય. ભૂંડને વિષ્ટા ભાવે તો વિષ્ટામાં તન્મય થઈ જાય, બસ પછી આગળ પાછળનો વિચાર, ચિંતા નહિ. ઘણાને થોડું રૂપ મળ્યું હોય પછી અરિસા સામે જોઈ જોઈ હરખાયા કરે. ઘણા તો દિવસના બે કલાક અરીસા સામે જ કાઢે. હવે દેવતાઈ રૂપોની આગળ આ રૂપ કેવું? પરસેવો, ગંધ, મોંમાં લાળ, નાકમાં શેડા આવું મળ્યું, તેમાંય જોઈ જોઈ હરખાય. આને શાસ્ત્રમાં મૂઢતા/જડતા કહી છે. કચરા જેવી વસ્તુમાં અત્યંત રાચ્યા કરે છે. કેમકે આના કરતાં ઊંચી વસ્તુ પાસે આ તુચ્છ છે, એવા વિચાર પણ કરી શકતો નથી. એટલે વાસ્તવિકતાનો વિચાર કર્યા વિના નિર્વિચારક બની ભોગો ભોગવ્યા કરે છે. ભાવતી વસ્તુમાં એવો આસક્ત બને કે જાણે સ્વર્ગ મળી ગયું. ઘણા પોતે પણ ખાય અને બીજાને પણ ખવડાવે. બધું હું જ હજમ કરી જાઉં, બધું મારું જ, કોઈ ખલેલ કરે તો દાંત ખાટા કરી દઉં, એવી વૃત્તિઓ નથી. જયારે નરકગતિવાળાને મારું એટલે મારું પછી બીજાને હાથ નાંખવાનો પણ હક્ક નહિ. ઈંટનો જવાબ પથ્થરથી આપે એવી વૃત્તિવાળા હોય. જરાક કોઈ ખલેલ કરે એટલે ફૂંફાડા મારે તેવી સ્થિતિ હોય. આમ નરકગતિની આસક્તિ રૌદ્રતા સાથે સંકળાયેલી છે. એકેન્દ્રિયપણાની આસક્તિ જડતા/મૂઢતા સાથે સંકળાયેલી છે. મૂઢતાને કારણે કચરા જેવી વસ્તુમાં પણ તન્મય થાય છે. પરંતુ સંસારનું સ્વરૂપ જ એવું છે કે જીવ જેવો વિચારક બને એટલે મમતા,આસક્તિ મંદ થયા વિના રહે જ નહિ. અત્યારે એવી કઈ વસ્તુ છે જે જોઈ તમે રાચી શકો? તમારા કરતાં સારા રૂપવાળા છે ને છતાં તમારા રૂપમાં તમે રાચો છો ને? કોઇને કાબરચીતરી સ્ત્રી પર અત્યંત રાગ હોય તે (૧૪૩) કોઈ કારણ
છે. સદ્ગતિ તમારા હાથમાં )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org