________________
જીવ જ છે. દા.ત. કૂતરાનો સૌથી મોટો દુશ્મન કૂતરો. કૂતરું હજુ માણસને એટલું નહિ ભસે પણ બીજા કૂતરાને તો પોતાની શેરીમાં આવવા જ ન દે. નારકીના જીવોને મન જ એવું કે જોયું નથી ત્યાં વેરઝેર ચાલુ નથી થયા. સતત લડે. જે હથિયાર હાથમાં આવ્યું તેનાથી મારે. નરકના ભવમાં તેમાં ઓછું હોય તેમ પરમાધામીનો ત્રાસ, ઉપરાંત વાતવરણ જ એવું કે તમારી ચારે બાજુ ગટર, ઉકરડા જ. તમારે ઝુંપડપટ્ટીમાં બે દિવસ રહેવાનું આવે તો? ત્યાંનું વાતાવરણ જ અનએડજસ્ટેબલ(અસહ્ય) લાગે. અતિશય ઠંડી, અતિશય ગરમી. ગરમી પણ કેવી? આપણા તો એક સેકન્ડમાં પ્રાણ નીકળી જાય. ઠંડી કેવી? ત્યાંના જીવને અહીં બરફની લાદી પર મૂકીએ તો ઘસઘસાટ ઊંઘી જાય. ત્યાં વિકરાળ દુઃખોનો અનુભવ થાય. શરીર એવું મળ્યું હોય. દા.ત.ઘણાને પોતાનો જ પરસેવો ગંધ મારે. નરકમાં તો અત્યંત કદરૂપો ચહેરો, દુર્ગંધ મારતાં શરીર વગેરે જોઇને પોતાને જ પોતાના પર ચીઢ ચીઢે. આયુષ્ય એટલું દીર્ઘકાલનું મળવાનું. નરકનું વર્ણન વાંચે અને જીવને (નારકીનાં દુઃખો ૫૨) શ્રદ્ધા થઇ જાય તો નરકગતિના બંધોને બાંધવાનો તો તમે સ્વપ્રમાં પણ વિચાર ન કરો.
સભા : ત્યાં પુણ્યોપાર્જન કેવી રીતે થાય?
મ.સા. ઃ ત્યાં પણ જે ધર્માત્મા હોય તે પુણ્યોપાર્જન કરી શકે. સમકિત સાથે લઇ ગયેલો કે ત્યાં સમકિત પામેલો જીવ ત્યાં પણ ઉત્તમ પુણ્ય બાંધે, ઇવન તીર્થંકરનામકર્માદિ પણ બાંધતા હોય. નરકમાં મન સરસ મળે છે. જેને શ૨ી૨/ મન/ઇન્દ્રિયની શક્તિ અદ્ભુત મળી હોય તે સારા માર્ગે વાળે તો પુણ્ય ઘણું બાંધે અને ખોટા માર્ગે વાળે તો પાપ પણ ઉત્કટ બાંધે.
સભા : એવા જીવો કેટલામી નરક સુધી હોય?
મ.સા. : ધર્માત્મા સાતમી નરક સુધી સમકિત પામી શકે છે. પુણ્યાનુબંધી પુણ્ય બાંધી શકે. આમાં તો ક્યારે કોની સાન ઠેકાણે આવે, તત્ત્વ સમજાય, તે કહેવાય જ નહિ. ઘણી વાર દુઃખ પણ જીવની સાન ઠેકાણે લાવી દે. આ દુઃખમાં પાપપુણ્ય પરલોકકર્મ કર્મના સિદ્ધાંતો/સસારનું સ્વરૂપ વગેરેનો વિચાર કરતા થઇ જાય. જો કે આવા જીવો ભાગ્યે જ હોય છે. પણ આ શક્ય છે. માટે નરકગતિમાંથી નીકળવું અને ઉપર ચઢી જવું સહેલું છે. એકેન્દ્રિયમાં તો અખાડાની જેમ ભરાયા પછી એવા ભરાયા કે વારંવાર ત્યાં જ જન્મ-મરણ ચાલે.
એકેન્દ્રિયમાં ઉત્કટ પુણ્ય/પાપ ન બંધાય. બંનેની શક્તિ નથી. કેમકે મનનું મનોબળ જોઇએ તે જ નથી. એટલા અબૂઝ/અજ્ઞાન છે કે હું કોણ છું? ક્યાંથી આવ્યો? અત્યારે શું પરિસ્થિતિ છે? ભવિષ્યમાં શું હોઇ શકે? કોઇ જ ભાન નથી. સંમૂચ્છિમની જેમ પડ્યા હોય. બેભાન અવસ્થામાં પડેલા માણસને ખવડાવો એટલું ખાય, તેના શ્વાસ ચાલે, ખોરાક પેટમાં જાય, વગેરે જ તે માણસ જીવે છે, તેની નિશાની. સંજ્ઞા તરીકે બીજું કાંઇ નહિ. આજુબાજુ શું ચાલે છે તેનું પણ ભાન નહિ. એકેન્દ્રિયપણામાં
(૧૪૧),
સદ્ગતિ તમારા હાથમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org