________________
વ્યાખ્યાન : ૧૭.
તા.૨૧-૬-૯૬, શુક્રવાર,
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા જગતના જીવમાત્રને કર્મના સિદ્ધાંતોનો સમ્ય પ્રબોધ કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
મહાપુરુષોની દષ્ટિએ આત્માને જાણનારે કર્મને સમજવાં પડે અને તો જ કર્મથી મુક્ત થવાના ઉપાયો સારી રીતે યોજી શકે છે. માટે સાચા આરાધકે આત્મજ્ઞાન સાથે કર્મના સિદ્ધાંતોને જાણવા જરૂરી છે. આ કર્મવાદના સિદ્ધાંતો આપણને કર્મ અને તેના વિપાકો સમજાવે છે. આમ તો સંસારનું સ્વરૂપ જ એવું છે કે ડગલે-પગલે કર્મના વિપાકનો વિચાર કરવો પડે છે. ભૌતિક જગત બીજું કશું જ નહિ પણ પુણ્ય-પાપનો ખેલ છે. ઉત્કટ પુણ્ય બાંધેલા માટે પુણ્ય ભોગવવાની કુદરતમાં વ્યવસ્થા છે અને ઉત્કટ પાપ બાંધેલા માટે પાપ ભોગવવાની પણ કુદરતમાં વ્યવસ્થા છે. પુણ્યના ઉત્કટ ફળરૂપે જીવ દેવલોકમાં જાય. ત્યાં મન-વચન-કાયા-ઇન્દ્રિયો એવી હોય, ચારે બાજુ વાતાવરણ પણ એવું કે જીવને ચારે બાજુ ભૌતિક શાતાનો જ અનુભવ થાય. તેવી જ રીતે નરકમાં ચારે બાજુ વાતાવરણ વિકૃત, સાધનો પીડાકારી, શરીર સશક્ત મજબૂત મળે પણ તે કુકર્મને ભોગવવાના કામમાં જ આવે. દુઃખોને વધારે સારી રીતે ભોગવી શકો તે માટે જ આવાં શરીર મળે. નારકનું નાનામાં નાનું દુઃખ આપણને આવે તો આપણે મરીને સીધા પરલોકમાં પહોંચી જઇએ. આપણે અમુક મર્યાદા સુધી જ વેદના સહન કરી શકીએ છીએ. તેથી વધુ વેદના આવે તો પ્રાણ જ ચાલ્યા જાય. માટે આપણને લાંબો સમય વેદના સહન કરવાનું આવે જ નહિ. જ્યારે નરકમાં ગમે તેટલી વેદના થાય પણ પ્રાણ ન જાય. પરમાધામી દેવો શરીરના રાઈ રાઈ જેટલા ટૂકડા કરે પણ જીવ મરે નહિ. ભયંકરમાં ભયંકર વેદના થાય, કારણ કે નારકોમાં સતેજતા તમારા કરતાં ઘણી વધારે છે, પણ પ્રાણ ન જાય, આયુષ્ય-શરીર બંને ટકી રહી શકે. અહીં તો વધારે વેદના ભોગવવી શક્ય જ નથી. હવે કોઈ નરકગતિ ન માને તો પછી ઉત્કટ પાપ કરનારા માટે તે પાપોની સજા ભોગવવાની વ્યવસ્થા જ ન થઈ શકે. કેમકે એક જન્મમાં હજારો-લાખો પાપો કરે તેની સજા જો આ જ ભવમાં કે આવા જ બીજા મનુષ્યતિર્યંચના ભવમાં મળવાની હોય તો તેઓના પાપના વિપાકનો અંત જ ન આવે. કેમ કે એક ખૂન કરે કે અનેક, પણ ફાંસી તો એક જ વાર આપી શકો ને? પણ કુદરતમાં આવી અન્યાયી વ્યવસ્થા નથી. એટલે માનવું પડે કે બીજો કોઇ એવો જન્મ હોય કે જ્યાં એક સાથે બધા પાપના વિપાક જીવ ભોગવી શકે. નહિતર પછી કુદરતમાં વ્યવસ્થા અન્યાયી કહેવાય. તેવું તો બને જ નહિ. હા, સામાજિક કાયદામાં સજાની મર્યાદા આવે, માટે ત્યાં અન્યાયી વ્યવસ્થા શક્ય છે. પણ કુદરતમાં આવું નથી. આ વ્યવસ્થા માનીએ તો નરક માન્યા સિવાય છૂટકો જ નથી. નરકમાં કમકમાટી ભર્યું મોત-વેદના થાય ને જેવી એક વેદના/સંતાપ સહન કર્યા ત્યાં બીજી વેદના સંતાપ સતત ચાલુ જ હોય. નારકીના જીવો પણ પરસ્પર સતત ઝપાઝપી/મારામારી કરે જ છે. પૂ.ઉમાસ્વાતિ મહારાજ સાહેબ કહે છે નારકીના જીવનો સૌથી મોટો દુશ્મન નારકનો (સદ્ગતિ તમામ હાથમાં !) કોઈ ૧૪૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org