________________
ચ્યવીને ઘણા સીધા પોતાના વિમાનમાં રત્ન તરીકે જ ઉત્પન્ન થાય, વાવડીમાં માછલા તરીકે કે બગીચામાં એકેન્દ્રિય બની ગોઠવાઈ જાય.
સભા સંસારની બધી જ સામગ્રી એકેન્દ્રિયની જ છે ને? મ.સા. કે બધી નહિ, મોટા ભાગની સામગ્રી એકેન્દ્રિયની છે. તેથી તો એકેન્દ્રિયમાં જવાની તકો વધી જવાની છે જ. ત્યાં જનારા, લાંબો સમય સુધી રહેનારા, સંસારનો સૌથી મોટો જથ્થો જ ત્યાં છે. સમજુ ઉદાર સ્વભાવના હોય છતાં પણ આસક્તિ આ રીતની હોય. તન્મય થાય ત્યારે મૂઢતા કેટલી આવે? અને આમ પણ તમારી લગભગ બધી વસ્તુ ગામના કચરામાંથી જ બનેલી હોય છે. આના કરતાં ઘણી ઊંચી વસ્તુ અનંતીવાર ભોગવી/છોડી. નાના છોકરા સારા લીસા પથરા ભેગા કરે, સીગારેટના ચમકતા ડૂચા, લખોટી ભેગી કરે, કચૂકા ભેગા કરે. પાછા હોય શ્રીમંતના દીકરા, પણ તેઓને બાળમાનસને કારણે હલકા-તુચ્છ વસ્તુઓનું પણ આકર્ષણ હોય જ. છોકરાં પાછાં સંઘરી રાખે. તે વખતે તમને બાળકની વૃત્તિ મૂર્ખ બેવકૂફ લાગે કે ડાહી લાગે?
સભા : નિર્દોષ લાગે. મ.સા. આને નિર્દોષતા ન કહેવાય. આ તો રીતસર દોષો/વિકારો છે. આવા બાળકોને પછી ઊંચી વસ્તુમાં કેટલી મમતા થશે? બાળકોને નિર્દોષ માનવો તે મિથ્યાત્વ છે. જેનામાં વિકાર/આસક્તિવાસના ભરી છે તેને નિર્દોષ ન કહેવાય. હા, તમારા જેવા દાવપેચ ઉઠાઉગીરી આઘુંપાછું કરવાની વૃત્તિ નથી, કેમકે તમારા જેવા હજુ ઘડાયા નથી.
સભાઃ અવિકસિત છે ત્યાં સુધી જ આવા છે. મ.સા. હા, અવિકસિત છે ત્યાં સુધી જ ભોળપણ છે. બાળકો ભોળા છે, પણ ભોળપણ તે નિર્દોષતા નથી. આપણે ત્યાં ભોળપણને દોષ કહ્યો છે, ભલમનસાઇને ગુણ કહ્યો છે. ભોળા એટલે ભોટ છે. તેઓ કાંઇ સમજી શકતા નથી. ભલમનસાઈવાળો જાણે છે, બધું સમજે ખરો, પણ કોઈનું બૂરું કરવાની વૃત્તિ નથી. વિચક્ષણમાં ભલમનસાઈ ગુણ હોય. મૂર્ખમાં ભોળપણ દોષ હોય. કંજુસાઈ અને કરકસરતા એક કહેવાય? ઉદારતા ગુણ અને ઉડાઉપણું દોષ.
સભા ઃ ભોળપણમાં દાવ-પેચ નથી હોતા. મ.સા.એ જ તો કહીએ છીએ. વિકાસ નથી માટે ભોળા છે. એકેન્દ્રિયપણાના બંધમાં ભોટપણા સાથે ભળેલી આસક્તિ છે. બાળક કચરા જેવી વસ્તુમાં આસક્તિ કરે છે. તેને કાદવના ગોળાના ઘરમાં હરખ આવે છે. તમને તે ગમશે? પણ તત્ત્વદષ્ટિએ તમને મળેલી મોજમજાની સામગ્રી કચરા જેવી છે. તેમાં તમે રાચો છો તે તમારી બેવકૂફી છે. માટે જ જડને જોઇ મૂઢ બનો ત્યારે જ આસક્તિ આવે, એટલે એકેન્દ્રિય બને. જડ બન્યો (૧૪૫)
(સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org