________________
જ નથી. માટે મોટે ભાગે લોકો પાપની વ્યાખ્યા આવી જ કરે છે. જયારે ધર્મની વ્યાખ્યા પ્રમાણે ભલે તમે તમારા પૈસે લાવેલી તમારા હક્કની વસ્તુનો પણ ઉપયોગ કરતા હો, વળી તે વખતે બીજાને સહેજ પણ અન્યાયી/ગેરવર્તન ન કરતા હો, છતાં તેમાં નાના નાના જીવોનું શોષણ/હિંસા થઈ છે. વળી આગળ વધીને જડ વસ્તુમાં આસક્તિ મૂઢતા કરવી તે બધાને પણ જૈનદર્શન પાપ કહે છે. એટલે પાપની વ્યાખ્યામાં ઘણું ઊંડાણ છે. લોકમાં અપ્રમાણિક ગુનેગાર/પાપી ન ગણાય તેવી વ્યક્તિને માટે પણ જૈનદર્શન કહે છે કે, એના ભાવ જો આવા આવા હશે તો તે એકેન્દ્રિયમાં પણ જવા યોગ્ય વ્યક્તિ છે.
અનાથ/પામર આત્મા એટલે એકેન્દ્રિય. ત્યાં ગાઢ અશુભ કર્મનો ઉદય ચારે બાજુથી આત્માની શક્તિ કુંઠિત કરી દે. વિકાસની તકો જ નહિ. સુખ-સગવડનો કોપ નહિ. જન્મો-જીવો-મરો ચક્ર ચાલ્યા જ કરે. માટે દયા આવી જાય એવું તે ભવનું સ્વરૂપ છે. એવા ભવમાં લઈ જનારાં કારણો જૈનશાસ્ત્રમાં વર્ણવ્યાં છે, તે વાંચીએ તો જીવ ફફડી ઊઠે. આવો આસક્તિ મૂઢતાવાળો આત્મા ગમે તેટલો જ્ઞાની શાસ્ત્રોમાં પારંગત જ્ઞાનનો આરાધક હોય, છતાં શાસ્ત્રો ફરમાવે છે કે ચૌદ પૂર્વ આત્માઓ પણ રસઋદ્ધિ શાતા ગારવથી મરીને નિગોદમાં ગયા. નરકમાં નથી ગયા, કેમકે તે માટે તો હિંસા, ક્રૂરતા, રૌદ્રતા વગેરે જોઇએ, જે આ મહાપુરુષોમાં હોય નહિ. પરંતુ એવાં પાપો કરનારા તો દુનિયામાં ઓળખાઈ જાય છે, માટે જ નરકગતિ બાંધનારા જીવો અધર્મા/પાપી તરીકે ઓળખાવા સહેલા છે, એનાં પરિણામ સમજાયા પછી તેનો ત્યાગ કરવો પણ સહેલો છે. એમાં ખોટા ઉલ્કાપાત આવેશ જીવનમાં કરવાના છે, પોતાનાં બીજાનાં બંનેનાં જીવન ખલાસ કરવાનાં છે, માટે થોડા પણ સજ્જન હોય તો તેનાથી તરત વિમુખ થઇ જાય. કસાઈ વગેરેનું જીવન જોઇને જ તમે ઊભગી જવાના ને? માટે તેઓને ઓળખવા, તે માટેનાં કારણોનો ત્યાગ કરવો સહેલો, પણ એકેન્દ્રિયગતિ તો થોડી પણ સાવધાની ન રાખો તો બંધાતાં વાર ન લાગે.
ઉપમિતિ ભવ પ્રપંચી કથામાં એક દષ્ટાંત આવે છે. ઉત્તમ કુળમાં જન્મ લઇ દીક્ષા લે છે. એક પછી એક શાસ્ત્રો ભણતા હતા. ચૌદ પૂર્વના શ્રુતકેવલી થયા. અમોઘ દેશનાશક્તિ એટલે શ્રોતાની જેટલી લાયકાત હોય તેટલો ધર્મ અવશ્ય પમાડી શકે. અહીં કેવલી શબ્દના પ્રયોગનું રહસ્ય એ છે કે, સાચા કેવલી અને ચૌદ પૂર્વના પારગામી શ્રુતકેવલી, પાટ ઉપર બેસી ઉપદેશ આપે તો, સર્વજ્ઞ ન હોવા છતાં તેમની દેશનાથી આપણે તેઓ શ્રુતકેવલી છે, સાચા કેવલી નથી તેવો નિર્ણય પણ ન કરી શકીએ. આવા શ્રુતકેવલીની વાત છે. તમારે ત્યાં સંસારમાં તમારા ઉત્તરાધિકારી તરીકે જે સામાજિક આર્થિક જવાબદારીઓ નિભાવી શકે તે આવે, પછી જ તમારે નિવૃત્ત થવાનું ને? રાજા, મહારાજા, શ્રેષ્ઠી, નગરશેઠો પણ આ રીતે નિવૃત્ત થાય. વૈદિક પરંપરામાં પણ આ જ છે. પણ તમને તો જવાબદારીઓ ગમે છે ને?
સભા ભૌતિક સુખો ભોગવવાં છે. (૧૪૯) ,
સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org