________________
ખબર પણ ન હોય ને પાપપ્રવૃત્તિ થાય. પણ છેવટે પરિણામ તો શાસ્ત્રમાં લખ્યું કે, જ્ઞાની-અજ્ઞાની પાપ કરે પણ ભાવ સમાન હોય તો બંધ સમાન હોય. જે પ્રકારની એમનામાં આસક્તિ આવી, વિચારવાની તકો હતી છતાં વિચાર ન આવે અને આવા મહાજ્ઞાની પણ અત્યંત નિર્વિચારક બની જતા હોય અને રસપૂર્વક ભોગવે તો એકેન્દ્રિય ગતિ બાંધે, તો તમે પણ રસપૂર્વક/મૂઢ થઈ ભોગો ભોગવો તો આ જ ગતિ બંધાય.
સભા તો તો બે ટકા માંડ સદ્ગતિમાં જાય. મ.સા. તેવું જ છે. એકલા મનુષ્યથી જ દેવલોક ભરવાનો હોય તો તો દેવલોક ખાલી જ રહે. ધર્મી માનવ લાવવા ક્યાંથી? દેવલોકમાં પડતી ખાલી જગા મોટે ભાગે પશુઓથી, અને તેમાં પણ ધર્માત્મા/સમ્યગ્દષ્ટિથી ઊંચા દેવલોકની જગાઓ અને નીચા દેવલોકની જગાઓ અકામનિર્જરા કરનારા પશુઓથી જ પુરાય છે, મનુષ્યો તો અલ્પ સંખ્યામાં છે. માટે મનુષ્યોમાંથી વધારે સદ્ગતિમાં જવાના છે એવું શાસ્ત્રમાં કહ્યું નથી. ધર્મના ક્ષેત્રમાં પહેલાં જાતની ચિંતા કરો પછી જ બીજાની. સંસારના ક્ષેત્રમાં પહેલાં બીજાની ચિંતા કરો પછી જાતની. ભૌતિક ક્ષેત્રમાં પારકાની ચિંતા પહેલાં કરો. તમારી ચિંતા તે સ્વાર્થ છે, બીજાની ચિંતા તે પરાર્થ છે. ધર્મના ક્ષેત્રમાં આનાથી ઠીક ઊંધું. પહેલાં જાતની ચિંતા પછી ગામની ચિંતા. ભગવાને પોતે પણ પહેલાં પોતાનું આત્મકલ્યાણ કરી પછી ગામને ઉપદેશ આપ્યો છે. આપણને પણ કહી ગયા છે કે તમારે પણ તે જ કરવાનું છે. આખી દુનિયાનું કલ્યાણ કરવા જશો તો તે તો ક્યારે પણ થવાનું નથી, માટે તમારું પણ કલ્યાણ નહિ થાય. બધા મોક્ષમાં જાય પછી જઇશું, તો બધા કોઈ દિવસ મોક્ષમાં જવાના નથી, માટે તમે જઈ શકો જ નહિ. સજ્જનતાનું લક્ષણ જ એ કે પરોપકાર માટે જાતને ઘસી નાખે. માટે ભૌતિક ક્ષેત્રમાં સ્વને ગૌણ કરવાનું છે. પણ ત્યાં તમને ન ફાવે ને? અને ધર્મના ક્ષેત્રમાં ઘણા અહીં આવે એટલે પહેલાં બીજાની ચિંતા થાય. ભગવાને કહ્યું તેનાથી ઠીક ઊંધું કરે છે. બીજા સાવધાન થાય તો સારું પણ આપણે દુર્ગતિમાં નથી જવું એવો સંકલ્પ પહેલાં કરો. દુનિયામાં એવા સજ્જનો હોય જેને જિંદગીમાં પ્રમાણિકતા કોઠે પડી ગઈ હોય, ઠગવા મારામારી ખૂન વેપાર-ધંધામાં વિશ્વાસઘાત વગેરે કોઈ પાપ ન કર્યા હોય, કુટુંબપરિવારમાં પણ બધા તેમને માટે સમજે કે સારી પ્રકૃતિનો માણસ છે, પણ તેવાને પણ ભૌતિક પદાર્થો પર આસક્તિ હોય અને ભૌતિક પદાર્થો જડ બની ભોગવતો હોય તો એકેન્દ્રિયમાં જવું પડે.
સભા મનનો ઉપયોગ ન હોય તેવું બને? મ.સા. માત્ર મનનો અનુપયોગ નહિ પણ આસક્તિરૂપ મનનો ઉપયોગ તો છે જ. એકાગ્રતાથી તન્મય થઇ ભોગવટો કરે છે એટલે મન સાવ નિષ્ક્રિય તો નથી જ. મનનો ઉપયોગ તો તીવ્ર જ છે. પણ તે ઉપયોગ કચરામાં તન્મય થઈ ગયો અને પછી તેની વાસ્તવિકતાનું ભાન નથી અને જડની જેમ ગરકાવ થાય છે. ( સદ્ગતિ તમારા હાથમાં !) . . (૧૫૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org